Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 1
________________ MUHIE નેમચંદ એમ. ગાલા સૂત્રોમાં કહ્યું છે : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બન્ધ હેતવ: અર્થાત મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધનાં પાંચ કારણો છે. હકીકતમાં વ્યવહારમાં કર્મબંધનાં કારણોમાં પ્રમાદ ને પ્રથમ મૂકવો પડે છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે. પ્રમાદ કર્મબંધનું કારણ અને અપ્રમાદ કર્મથી મુકત થવાનું, કર્મબંધ ન થવાનું કારણ છે. પ્રમાદ અનેક આયામી શબ્દ છે. એનાં સૂચિતાર્થ ગંભીર અને વ્યાપક છે. સાદી ભાષામાં કહીએ તો અપ્રમાદ એટલે જાગૃતિ, સતત જાગરૂકતાં, આંતરજાગૃતિ, સજાગતા, સતર્કતા. સરળ શૈલીમાં કહીએ તો પરમાર્થ કે મુકિતની અપેક્ષાએ કરવા જેવું કામ ન કરવું અને ન કરવા જેવું કરવું એ પ્રમાદ. આળસ, આલસ્ય, સુસ્તતા વગેરે શબ્દો પણ પ્રમાદ માટે વપરાય છે. નવરો ધૂપ થઈ બેઠો હોય, એ પ્રમાદીમાં ખપી જાય છે, અને વ્યસ્ત, સતત દોડધામ કરનાર અત્યંત ક્રિયાશીલ માણસની વાહવાહ થઈ જાય છે. પરંતુ માત્ર ક્રિયાશીલ રહેવું, ઘડીનો જંપ ન હોવો, કે નિષ્ક્રિય રહેવું એના પરથી પ્રમાદ - અપ્રમાદનો નિર્ણય થઈ શકતો નથી. જે ક્રિયા આત્માર્થે નિરર્થક છે એ ક્રિયા પણ પ્રમાદનું લક્ષણ છે. સંક્ષેપમાં કહી શકાય કે એવું કોઈ કામ ન કરીએ કે જેના મૂળમાં ધર્મ ન હોય, અને એવું કોઈ કામ ન કરીએ જેનું ફળ ધર્મસ્વરૂપ ન હોય, એ જ શુદ્ધ અપ્રમાદ છે. ધર્મબીજનું સામાન્ય અને સંક્ષિપ્ત રૂપ એ છે કે વ્યકિતગત તેમજ સામુદાયિક જીવન માટે જે અનુકૂળ હોય તે કરવું અને જે પ્રતિકૂળ હોય, તે ટાળવું કે એનાથી બચવું. ધર્મનું ધ્યેય શું હોઈ શકે ? દરેકને પોતાની વૈયકિતક અને સામાજિક જવાબદારીમાં રસ અને એ રસને મૂર્ત કરી દેખાડવા જેટલી પુરુષાર્થની જાગૃતિ હોય, એ જ ધર્મનું ધ્યેય, એટલે નિશ્ચય, નિયમન અને તેને અનુરૂપ પુરુષાર્થની જાગૃતિ. ગીતામાં શ્રીકૃષ્ણ તો મનુષ્યને ઉદારભાવે છૂટ આપતાં એટલે સુધી કહ્યું છે કે પ્રમાદી કરતાં તો ફળની ઈચ્છાવાળો સારો. ઠેર ઠેર અનાસકતયોગ, ફળની ઈચ્છાનો ત્યાગ વગેરેનું પ્રરૂપણ કરનાર શ્રી કૃષ્ણ પણ પ્રમાદીનું સ્થાન ફળની ઇચ્છાવાળા કરતાં નીચું ગયું છે. કિયાકે અક્રિયા સાથે પ્રમાદ - અપ્રમાદનો કોઈ સંબંધ નથી. એક જ પ્રકારની ક્રિયા પ્રમાદરૂપ કે અપ્રમાદરૂપ હોઈ શકે. દા.ત, એક માણસે આખી રાતનો ઉજાગરો કર્યો. શા માટે કર્યો? પાનાં રમતાં હતાં, તહેવારના દિવસો છે ને ? બીજાએ પણ આખી રાતનો ઉજાગરો કર્યો, શામાટે કર્યો ? ધર્મગ્રંથનું વાંચન કર્યું. પવિત્ર દિવસો છે ને? પાનાનાં જુગારમાં કઈક રકમ મળી, પણ એ નફો પણ ખોટનો સોદો છે. ૧૧૮ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 23