Book Title: Apramad Author(s): Nemchand Gala Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 4
________________ અર્થાત્ પ્રમાદી માણસ વનમાં પણ ભયભીત રહે છે, કારણ કે ત્યાં પણ રાગ દ્વેષ વગેરે છ શત્રુઓ એનો પીછો છોડતા નથી. પરંતુ જે જિતેન્દ્રિય અને આત્મસંતુષ્ટ છે ગૃહસ્થાશ્રમ પણ તેનું શું બગાડવાનો હતો ? અર્થાત્ જિતેન્દ્રિય અનાસક્ત વ્યક્તિ ગમે ત્યાં હોય, સુરક્ષિત રહે છે. અપ્રમાદ કવચ સમાન છે. (નીતિશતક ૮૭) અર્થાત્ માનવીનાં શરીરમાં છુપાઈને રહેલો મહાન શત્રુ આળસ છે. અને શરીરમાં જ રહેતો ઉત્તમ સજ્જન છે ઉદ્યમ. જે ઉદ્યમને કર્યા કરે છે તેને ધર્મ સમ કોઈ બંધુ નથી. તે હંમેશાં સુરક્ષિત હોય છે. आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपु: । नास्त्युद्यमसमो बन्धु : यं कृत्वा नावसीदति અપ્રમાદ એ સતત સાધના માગી લે છે એક પળે માણસ જાગતો હોય, બીજી પળે એને ઝોકું પણ આવી શકે, એટલે અત્યંત સાવધ અને જાગૃત રહેવું પડે છે. અને દરેક ક્રિયા ચર્યા જાગરૂકતાપૂર્વક કરવી પડે જેથી પાપકર્મ ન બંધાય. દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં એનો સુંદર વિસ્તાર કરી સમજ આપી છે. અજયં ચરમાણો ય પાણભૂયાઈ હિંસઈ । બંધઈ પાવયં કમ્મ, તં સેહોઈ કડુયં ફલં ૫ (૧) અર્થાત્ અયત્ના-અનુપયોગથી ચાલતાં પ્રાણીભૂતોથી જૂદી જૂદી જાતના જીવોની હિંસા થાય છે. અને તેનાથી પાપકર્મ બંધાય છે અને તેનું કડવું ફળ નીપજે છે, જે ભોગવવું પડે છે. અજયં ચરમાણો ઃ અયત્નાથી ચાલવાથી અજયં - અસાવધાની, અજાગૃતિ, પ્રમાદ કે અસંયમ કે અવિચારથી ક્રિયામાં પ્રવૃત્ત થવું. અજયં ચિટ્ઠમાણો ઃ અયત્નાથી ઊભા રહેવાથી અજયં આસમાણો ઃ અયત્નાપૂર્વક બેસવાથી. અજયં સયમાણો ઃ અયત્નાપૂર્વક સૂવાથી અજયં ભૂંજમાણો ઃ અયત્નાપૂર્વક ભોજન કરવાથી અજયં ભાસમાણો ઃ અયત્નાથી વગર વિચાર્યુ બોલવાથી. એકથી છ શ્લોકો સુધીમાં તમામ શારીરિક આવશ્યક ક્રિયાઓ આવરી લેવાઈ છે. અમાદ Jain Education International For Private & Personal Use Only ૧૨૧ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23