Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 10
________________ Death belongs to life, as Brith does. in None. જેમ જન્મ એ જીવનનો હિસ્સો છે, તેમ મૃત્યુ પણ જીવનનો જ હિસ્સો છે. અને End is Linked to the Beginning. અને મૃત્યુ ફરી નવા જન્મ સાથે સંકળાયેલું છે. મૃત્યુ, અને વૃધ્ધાવસ્થાની વાસ્તવિકતા અને લક્ષ્મીની ચંચળતા પૂરી રીતે સમજવા છતાં પણ માણસ આખું જીવન ખૂણામાં મૂછમાં વીતાવી દે છે. મૃત્યુ જાણે કદી આવવાનું જ ન હોય, એ રીતે જીવનની છેલ્લી ક્ષણ સુધી માણસ સાંસારિક એષણાઓમાં લપેટાઈ કરમાતો અને યોજનાઓમાં જ વ્યસ્ત રહે છે. तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ। ___ अभितुर पारं गमतिए, समयं गोयम! मा पमायए॥३४॥ तीर्ण : खलु असि अर्णवं महान्तं, किं पुनस्तिष्ठसि तीरमागतः। अथित्वरस्व पारं गन्तुं, समयं गोयम। मा पमांयए॥ હે ગૌતમ તું સંસારસમુદ્ર, મહાસાગર, સંસારમાર્ગ તો તારી પાર કરી ગયો છે. તો હવે કાઠકિનારે આવીને શા માટે અટકી બેસે છે? તું સાચી સમજણ, અને શ્રધ્ધાળુણ પ્રાપ્ત કરીને સંયમને માર્ગે જાય છે. તો હવે શા માટે પ્રમાદ સેવે છે? હવે કાઠે આવીને શા માટે ઊભો છે? તું સામેં પાર પહોંચવા માટે શીઘતા કર, ત્વરા કર. હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રમાદ કર્યા વિના તુ ત્વરાથી ભવપાર કરી જા. જરી પણ પ્રમાદ કરીશ નહિ. તીર્થકરોની સમગ્ર વાણીને જો માત્ર બે શબ્દોમાં વર્ણવવી હોય, તો તે બે શબ્દો છે : સમતા અને અપ્રમાદ. આથી જ મહાવીર સ્વામી શિષ્ય ગૌતમને વારંવાર ચેતવે છે કે હે ગૌતમ ક્ષણ માત્રને પ્રમાદ ન કર. અહીં ઉદાહરણ પણ સુંદર આપવામાં આવ્યું છે. અનેક તોફાની મહાસાગરો પાર કરીને કિનારા આગળ જ અટકી જવાની કે ડૂબવાની સંભાવના પ્રત્યે સાવધ કરવામાં આવ્યા છે. સાધક માટે નિરંતર ક્ષણે ક્ષણની જાગૃતિ, માત્ર આવશ્યક જ નહિં, પણ અનિવાર્ય છે. જેવી રીતે સો પગથિયાં ભારે પરિશ્રમપૂર્વક ચડયાં પછી, પર્વતની ટોચ નજીક પહોંચ્યા પછી એક પણ ક્ષણની નાનકડી બેદરકારી, બેધ્યાનપણું ઠેઠ નીચે સુધી પતન કરી ભોંયભેગો કરી શકે છે, તેમ વર્ષોની કઠોર સાધના માત્ર એક પળની મોહનિદ્રા એક ક્ષણના ઝોકાંથી નષ્ટ થઈ શકે છે. અસ્થમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23