Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 15
________________ (સમગસુત્તઃ ગા. ૫૫૫) જેનું વ્યક્ત - અવ્યકત સંપૂર્ણ પ્રમાદ નિઃશેષ નષ્ટ થઈ ગયું છે, જે જ્ઞાની હોવાની સાથોસાથ વ્રત, ગુણ અને શીલની માળાથી સુશોભિત છે, તેમ છતાં જે ન તો મોહનીય કર્મનું ઉપશમ કરે છે, ન ક્ષય કરે છે, કેવળ આત્મજ્ઞાનમાં લીન રહે છે, એ શ્રમણ અપ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી કહેવાય છે. नष्टशेष प्रमादो व्रतगुणशीलावलिमण्डितो ज्ञानी । अनुपशमक : अक्षपको ध्याननिलीनो हि अप्रमत्तः सः ॥ પ્રમાદથી મુક્ત મુનિવરનું આ સાતમું ગુણસ્થાનક છે. અહીં અપ્રમાદજનિત વિશિષ્ટ શાંતિનો અનુભવ કરવાની પ્રબળ આકાંક્ષાથી પ્રેરિત બની આત્મા પ્રમાદનો ત્યાગ કરે છે, અને સ્વરૂપની અભિવ્યક્તિને અનુકૂળ મનન ચિંતન સિવાય અન્ય બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી દે છે. અહીં અપ્રમાદજન્ય ઉત્કૃષ્ટ સુખનો અનુભવ આત્માને એ જ સ્થિતિમાં રહેવા પ્રેરિત કરે છે, જ્યારે પ્રમાદજન્ય પૂર્વવાસનાઓ એને પોતાની તરફ ખેંચે છે. આ ખેંચતાણમાં વિકાસગામી આત્મા ક્યારેક તંદ્રા તરફ છઠ્ઠા ગુણસ્થાનક તરફ તો ક્યારેક અપ્રમાદની જાગૃતિ-સાતમાગુણસ્થાનક તરફ આવતો જતો રહે છે. સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝોલાં ખાતો હોય છે, કર્તવ્યમાં ઉત્સાહ અને સાવધાની રહે, તે અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં અલિપ્તપણું આવતાં થોડ વખત પછી પ્રમત્તતા આવી જાય છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે આ ઝૂલણ ચાલ્યા કરે છે. પરંતુ વારંવાર સ્થિર થવાનો મહાવરો, અભ્યાસ, અને આયાસ જેઓ અનેક વખત કરતાં રહે છે તેઓ તેના ઉપર સ્થિર થઈ જાય છે. કોઈ વિરલ આત્માઓ જ પ્રથમ પ્રયાસે અપ્રમત્ત બનીને સ્થિર થઈ શકે છે, અને ઉર્ધ્વગામી બને છે. ચિત્તની આ ક્રિયા અતિ સૂક્ષ્મ છે. ભગવાને એટલા માટે વારંવાર ચેતવણી આપતાં કહ્યું છે સમયમાત્રનો પ્રમાદ ન કરીશ. કારણ સતત, અવિરત, ચૈતન્યવંત, સંપૂર્ણજાગૃતિ સહ, પળે પળની, ક્ષણાર્ધથી પણ ક્ષણાર્ધની અસ્ખલિત જાગરૂક દશા અપેક્ષિત છે. તે વગર આ ગુણસ્થાનકે સ્થિર થઈ અપ્રમત્ત અવસ્થામાં સ્થિર રહેવું અશક્યવત્ છે. સર્વજ્ઞ મહાવીરસ્વામીએ વારંવાર કહ્યું છે, તે મનુષ્યના ચિત્તની ચંચળતા અને માનવસહજ દુર્બળતા અને શિથિલતાને લક્ષમાં રાખી, એક મંત્રની જેમ આ આદેશનું પુન પુન ઉચ્ચારણ કર્યું છે. ભગવાનની આ વાણી-વચનને દરેકે યથોચિત ગંભીરતાપૂર્વક ગ્રહણ કરવાં જોઈએ. પ્રમાદની સાથે થતાં આંતરિક વૃત્તિઓના યુધ્ધમાં સંઘર્ષમાં આત્મા જો પોતાના ચારિત્રબળને વિશેષ રીતે અભિવ્યક્ત કરે છે, તો તે તમામ પ્રમાદો અને પ્રલોભનોને ઓળંગી, - પાર કરી, સવિશેષ પ્રમત્ત દશા - અવસ્થા પ્રાપ્ત કરી લે છે. અહિં સાધક એવી શક્તિની વૃધ્ધિ કરે છે, એવું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, જેનાથી શેષ રહેલી-બચેલી મોહવાસનાને નષ્ટ કરી શકાય. ૧૩૨ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23