Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 22
________________ પ્રસંગે ખામોશ રહેવાથી, મૌન જાળવવાથી, અક્રિય રહેવાથી ઈષ્ટસિદ્ધિ થતી દેખાય તો એ પ્રસંગનું મૌન, અક્રિયતા, ખામોશી એ પુરુષાર્થ છે. સદ્ગુણ છે. એ પ્રકારની અક્રિયતામાં આંતરશ્રમ છે, પ્રમાદ નહિ. તકલીફ, કષ્ટ કે નુકશાનના ભયથી સેવાતું મૌન, અક્રિયતા એ સર્વ પ્રમાદનાં રૂપો છે અને દુર્ગુણો છે, ત્યાજ્ય છે. એમાં પણ એ પ્રમાદને સદ્ગુણનો - નીતિનો વાઘો પહેરાવી પ્રદર્શન કરવામાં આવે, ત્યારે તે મનુષ્ય ભયંકર ગીધ જેવો મનુષ્ય બની જાય છે. સામાયિક ક્રિયા શુધ્ધિકરણની ક્રિયા છે. મંતે ! હે પૂજ્ય ! હે ધ્યેય ! - प्रतिक्रमामि પ્રમાદને હું પીઠ કરું છું. પ્રમાદથી પાછો ફરું છું. પ્રમાદજન્ય ક્રિયાઓ અને ચૂપકીદિઓને છોડું છું. નિંમિ - પ્રમાદને અને પ્રમાદજન્ય ક્રિયા-અક્રિયાને નિંદું છું. નિદ્ય માનું છું. રિહામ - પ્રમાદને અને પ્રમાદજન્ય ક્રિયા-અક્રિયાને ગહું છું - ઠપકો આપું છું. અપ્પાળ યોશિમિ - પ્રમાદ સાથે એકરૂપ બનેલા ‘‘હું’’ ને હવે હું અપ્રમત્ત થઈ છોડું છું. પ્રમાદ, લાલચ કે ભયથી થતી એક ભૂલ જો વારંવાર થતી રહે તો મનુષ્યનું માનસ જ વિકૃત થઈ જાય. તે બનવા ન પામે, ભૂલનું પુનરાવર્તન ન થાય તેટલા માટે પ્રતિક્રમણ ક્રિયા દરરોજ કરવાની માનસિક ક્રિયા યોજી છે. પોતાની બુધ્ધિની રક્ષા ન કરવાથી જ મોટામાં મોટો પ્રમાદ - મોટામાં મોટી આત્મહત્યા થઈ જાય છે. મોહમાંથી પ્રમાદ ઉદ્ભવે છે. પ્રમાદના નાશથી મોહનાશ તરફ ગતિ થાય છે. અધ્યાત્મ જ્ઞાનની હયાતીનું પ્રાથમિક લક્ષણ છે ધન પરના મોહનો નાશ. તે પછીનું લક્ષણ છે, શરીર પરના મોહનો નાશ અને તે પછીનું લક્ષણ છે, બુધ્ધિ પરના મોહનો નાશ. - ધન, કીર્તિ કે સત્તાની લાલસાને જ ધ્યેય બનાવનારી, એકપક્ષી બુધ્ધિ જ અનિષ્ટ તત્ત્વ છે જે વ્યક્તિ તથા સમાજના આરોગ્યને બાધક છે. બુધ્ધિની જડતા અને હૃદયની વક્રતા જ સઘળાં રોગોનું મૂળ કારણ છે. સાંપ્રત કાળનાં મનુષ્યની પ્રકૃતિમાં રહેલી આ બે ખામીઓ ભગવાન મહાવીર જોઈ શક્યા હતા અને તેથી કહી ગયા હતા : હે જ્ઞાનના સાધક ગૌતમ ! હવે પછીના મનુષ્યોમાં વક્રતા અને જડતા ખાસ લક્ષણરૂપે હશે. ભગવાનનું આ કથન આજે પણ યથાર્થ - પ્રસ્તુત છે. આજના પુરુષાર્થીએ કાંઈ કરવાનું હોય, તો તે વક્રતાને તોડવાનું અને જડતાને પિગળાવવાનું જ કામ છે. એ ક્રિયાઓથી પોતાને કે બીજાઓને તાત્કાલિક દુ:ખ કે સુખ થાય, લાભ કે ગેરલાભ થાય એ કશાની ગણતરી કરવી ન પાલવે. દરેક ક્રિયાને માપવાનો ગજ : પુરુષાર્થ કે પ્રમાદ. અપ્રમાદ Jain Education International For Private & Personal Use Only ૧૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23