Page #1
--------------------------------------------------------------------------
________________
MUHIE
નેમચંદ એમ. ગાલા સૂત્રોમાં કહ્યું છે : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બન્ધ હેતવ: અર્થાત મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધનાં પાંચ કારણો છે. હકીકતમાં વ્યવહારમાં કર્મબંધનાં કારણોમાં પ્રમાદ ને પ્રથમ મૂકવો પડે છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે. પ્રમાદ કર્મબંધનું કારણ અને અપ્રમાદ કર્મથી મુકત થવાનું, કર્મબંધ ન થવાનું કારણ છે.
પ્રમાદ અનેક આયામી શબ્દ છે. એનાં સૂચિતાર્થ ગંભીર અને વ્યાપક છે.
સાદી ભાષામાં કહીએ તો અપ્રમાદ એટલે જાગૃતિ, સતત જાગરૂકતાં, આંતરજાગૃતિ, સજાગતા, સતર્કતા. સરળ શૈલીમાં કહીએ તો પરમાર્થ કે મુકિતની અપેક્ષાએ કરવા જેવું કામ ન કરવું અને ન કરવા જેવું કરવું એ પ્રમાદ. આળસ, આલસ્ય, સુસ્તતા વગેરે શબ્દો પણ પ્રમાદ માટે વપરાય છે. નવરો ધૂપ થઈ બેઠો હોય, એ પ્રમાદીમાં ખપી જાય છે, અને વ્યસ્ત, સતત દોડધામ કરનાર અત્યંત ક્રિયાશીલ માણસની વાહવાહ થઈ જાય છે. પરંતુ માત્ર ક્રિયાશીલ રહેવું, ઘડીનો જંપ ન હોવો, કે નિષ્ક્રિય રહેવું એના પરથી પ્રમાદ - અપ્રમાદનો નિર્ણય થઈ શકતો નથી. જે ક્રિયા આત્માર્થે નિરર્થક છે એ ક્રિયા પણ પ્રમાદનું લક્ષણ છે. સંક્ષેપમાં કહી શકાય કે એવું કોઈ કામ ન કરીએ કે જેના મૂળમાં ધર્મ ન હોય, અને એવું કોઈ કામ ન કરીએ જેનું ફળ ધર્મસ્વરૂપ ન હોય, એ જ શુદ્ધ અપ્રમાદ છે.
ધર્મબીજનું સામાન્ય અને સંક્ષિપ્ત રૂપ એ છે કે વ્યકિતગત તેમજ સામુદાયિક જીવન માટે જે અનુકૂળ હોય તે કરવું અને જે પ્રતિકૂળ હોય, તે ટાળવું કે એનાથી બચવું.
ધર્મનું ધ્યેય શું હોઈ શકે ? દરેકને પોતાની વૈયકિતક અને સામાજિક જવાબદારીમાં રસ અને એ રસને મૂર્ત કરી દેખાડવા જેટલી પુરુષાર્થની જાગૃતિ હોય, એ જ ધર્મનું ધ્યેય, એટલે નિશ્ચય, નિયમન અને તેને અનુરૂપ પુરુષાર્થની જાગૃતિ.
ગીતામાં શ્રીકૃષ્ણ તો મનુષ્યને ઉદારભાવે છૂટ આપતાં એટલે સુધી કહ્યું છે કે પ્રમાદી કરતાં તો ફળની ઈચ્છાવાળો સારો. ઠેર ઠેર અનાસકતયોગ, ફળની ઈચ્છાનો ત્યાગ વગેરેનું પ્રરૂપણ કરનાર શ્રી કૃષ્ણ પણ પ્રમાદીનું સ્થાન ફળની ઇચ્છાવાળા કરતાં નીચું ગયું છે.
કિયાકે અક્રિયા સાથે પ્રમાદ - અપ્રમાદનો કોઈ સંબંધ નથી. એક જ પ્રકારની ક્રિયા પ્રમાદરૂપ કે અપ્રમાદરૂપ હોઈ શકે. દા.ત, એક માણસે આખી રાતનો ઉજાગરો કર્યો. શા માટે કર્યો? પાનાં રમતાં હતાં, તહેવારના દિવસો છે ને ? બીજાએ પણ આખી રાતનો ઉજાગરો કર્યો, શામાટે કર્યો ? ધર્મગ્રંથનું વાંચન કર્યું. પવિત્ર દિવસો છે ને? પાનાનાં જુગારમાં કઈક રકમ મળી, પણ એ નફો પણ ખોટનો સોદો છે.
૧૧૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
શું યથાર્થ છે, શુ વ્યર્થ, શું સાર્થક શું નિરર્થક, એનો ભેદ પ્રથમ જાણવો પડે છે. નાણું પયાસગં : જ્ઞાન એજ પ્રકાશ છે, અજ્ઞાન, અવિદ્યા કે મિથ્યાજ્ઞાન એ અંધકાર છે. અંધકાર સામે ગમે તેટલાં વર્ષ લડીએ, છતાં અંધકાર તો રહે જ છે. લાખો વર્ષોનું અંધારું એક નાનકડું કોડિયું પ્રગટાવતાં ક્ષણ માત્રમાં દૂર થાય છે. અંધકારમાં આપણે ગમે તેટલાં સ્વરૂપો વર્ણવીએ, પરંતુ એક પણ સ્વરૂપ એવું નથી હોતું જે અજવાળાંરૂપ હોય!
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે અર્થયુક્ત ઃ અર્થાત સારભૂત વાતો શીખી લો અને નિરર્થક વાતો છોડી દો.
માણસોના બે પ્રકાર છે, અથવા એમ કહી શકાય, કે એક જ માણસમાં બે માણસ રહેલાં છે એક જ દિવસનાં પ્રકાશમાં ઊધે છે. બીજો જે રાત્રિનાં અંધકારમાં જાગે છે.
પ્રકાશ હોવા છતાં, બધા પ્રકારની અનુકૂળતા સગવડો હોવા છતાં, સંયોગો હોવા છતાં સત કાર્ય તરફ બાહ્ય અને આંતર ચક્ષુઓ બંધ કરી, પ્રમાદમાં નિમગ્ન, પ્રકાશને પણ પડદો ઢાંકી, અંધકાર ઊભો કરે છે, તેમાં માનુષી જીવનનો અસ્વીકાર છે.
ચોમેર વિપરીત પરિસ્થિતિ વિદ્યમાન હોવા છતાં, કોઈ અનુકૂળતા ન હોવા છતાં સર્વત્ર અંધકાર હોવા છતાં, ચક્ષુથી કોઈ પ્રકાશ નજરે ન પડતો હોવા છતાં, જે આંતર ચક્ષુ ખુલ્લાં રાખી, અપ્રમત્ત રહી સતર્ક રહે છે, જાગરૂકતા સેવે છે, તે અંધકારમાં રાત્રિમાં તમસમાં પણ જાગતો હોય છે.
યુવાન માણસ છે, વહેલું ઊઠવું છે, પણ ઉઠાતું નથી. વંચાતું નથી, વ્યાયામ થતો નથી, યુવાન દેહ પણ થાકેલો લાગે છે. જીવનનું પરોઢ છે, પણ સંધ્યાનાં ઓછાયા લંબાતા જાય છે. કામ થતું નથી. થાય તો યે ઓછું અથવા જેમ તેમ. જીવન પાસેથી પૂરું વળતર લેવાતું નથી. મૂડી છે, પણ વપરાતી નથી. જમીન છે પણ ખેડાતી નથી. આળસનું બંધન છે. તમોગુણનો પ્રકોપ છે.
આળસ એ પ્રમાદનો જ પ્રકાર છે. માણસને સમય હોય છે. પુષ્કળ અવકાશ હોય છે. ત્યારે કોઈ સવૃત્તિ કે રુચિ નથી હોતી, સંસ્કારસંચય કે વિદ્યાસંચયની કે આત્મિક વિકાસની કોઈ પ્રવૃત્તિમાં રસ કેળવ્યો નથી હોતો ઘરમાં કે ઘર બહાર કોઈ ઉપયોગી થવાની ઈચ્છા પ્રગટતી નથી. સમય કેમ ગાળવો એ જ વિટંબણા સતાવતી હોય છે. સમય કેમ ગાળવો ? ત્યારે મિત્રો, ખાનપાન, હંસી-મજાકમાં જ સમય વ્યતીત કરવાનું સુઝે છે. અંગ્રેજીમાં શબ્દપ્રયોગ છે To Kill Time! સમયને હણવા માટે જ નિર્દેશ-નિરર્થક કાર્યક્રમો ઘડાતાં હોય છે. પરંતુ માણસને ખબર નથી કે સમય ક્યારેય હણાતો નથી, સમયને હણી શકાતો નથી સમય તો ત્રિકાળ હોય જ છે. પણ સમયને હણવાની ચેષ્ટા કરનાર સ્વયં માણસ જ હણાઈ જાય છે!
અંગ્રેજીનો બીજો શબ્દ પ્રયોગ છે To pass time - સમય પસાર કરવા માટે અનેક નિરર્થક
અપ્રમાદ
૧૧૯
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ થાય છે. પણ સમય ક્યારે પણ વીતતો નથી. એતો સદેવ રહે જ છે. પણ માણસ પોતે વીતી જાય છે.
મૃત્યુને માટે પાણ કાળ શબ્દ વપરાય છે. માથે કાળ ભમે છે. મૃત્યુ માથે મંડરાય છે. તારો કાળ આવી ગયો છે. તારું મૃત્યુ નજીક છે. શ્રીમાન કાળધર્મ પામ્યા, એટલે મૃત્યુ પામ્યા, કાળધર્મ પામ્યા એટલે કાળે પોતાનો ધર્મ બજાવ્યો. કાળનું તો કામ જ છે મનુષ્ય જીવનને સમાપ્ત કરવાનું, માણસને ઉઠાવી લેવાનું.
कलि : शयानो भवति स जाग्रद् द्वापर युगम्। कर्मस्वभ्युद्यतस्त्रेता विचरस्तु कृतं युगम् ॥
(મનુ. ૯.૩૦) અર્થાત્ સમય સૂઈ રહેલા મનુષ્ય માટે કળિયુગ છે, જાગૃતિ માટે દ્વાપર છે, કામ કરવા તૈયાર થયેલા માટે ત્રેતા છે અને જે કાર્યપ્રવૃત છે તેના માટે તો સદાયે સત્યયુગ છે.
મનુ મહારાજે ચારે યુગનાં લક્ષણો મનુષ્યના સંદર્ભમાં બતાવી દીધાં છે. આ જ વાત સૂત્રકારે વિસ્તારથી કરી છે.
आस्ते भग आसीनस्यो/स्तष्ठति तिष्ठतः । शेते निषद्यमानस्य चराति चरतो भगः॥ चरैवेति।
(ઐતરેય પ્રા.) અર્થાત્ બેઠાડુનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. ઊભેલાનું અર્થાત કાર્ય કરવા કટિબધ્ધ થયેલાનું ભાગ્ય ઊભું હોય છે. જે પડી રહે છે, સૂતો હોય છે. તેનું ભાગ્ય પણ સૂઈ રહે છે. અર્થાત ભાગ્ય હોય, તો યે ફળદાઈ બનતું નથી, પણ જે ચાલતો રહે છે, શ્રમપરાયણ છે, તેનું ભાગ્ય પણ ચાલતું ફરતું રહે
આ સૂત્રમાં પરિશ્રમનો જ મહિમા કર્યો છે. માત્ર મુમુક્ષઓએ જ નહિ, પણ સંસારીએ પણ પ્રતિક્ષણ હર હાલમાં જાગરૂકતા સતત જાળવી રાખવી પડે છે.
भयं प्रमत्तस्य वनेष्वपि स्याद् यत:
स आस्ते सहषटसपल । जितेन्द्रियस्यात्मरतेर्बुधस्य ग्रणश्रय : किं नु करोत्यवद्यम्॥
(શ્રી મદ્ ભાગવત ૫-૧-૧૭)
ની લિ
. -
૧૦
.
૦
૧
-
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ પ્રમાદી માણસ વનમાં પણ ભયભીત રહે છે, કારણ કે ત્યાં પણ રાગ દ્વેષ વગેરે છ શત્રુઓ એનો પીછો છોડતા નથી. પરંતુ જે જિતેન્દ્રિય અને આત્મસંતુષ્ટ છે ગૃહસ્થાશ્રમ પણ તેનું શું બગાડવાનો હતો ? અર્થાત્ જિતેન્દ્રિય અનાસક્ત વ્યક્તિ ગમે ત્યાં હોય, સુરક્ષિત રહે છે.
અપ્રમાદ કવચ સમાન છે.
(નીતિશતક ૮૭)
અર્થાત્ માનવીનાં શરીરમાં છુપાઈને રહેલો મહાન શત્રુ આળસ છે. અને શરીરમાં જ રહેતો ઉત્તમ સજ્જન છે ઉદ્યમ. જે ઉદ્યમને કર્યા કરે છે તેને ધર્મ સમ કોઈ બંધુ નથી. તે હંમેશાં સુરક્ષિત હોય
છે.
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपु: । नास्त्युद्यमसमो बन्धु : यं कृत्वा नावसीदति
અપ્રમાદ એ સતત સાધના માગી લે છે એક પળે માણસ જાગતો હોય, બીજી પળે એને ઝોકું પણ આવી શકે, એટલે અત્યંત સાવધ અને જાગૃત રહેવું પડે છે. અને દરેક ક્રિયા ચર્યા જાગરૂકતાપૂર્વક કરવી પડે જેથી પાપકર્મ ન બંધાય. દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં એનો સુંદર વિસ્તાર કરી સમજ આપી છે.
અજયં ચરમાણો ય પાણભૂયાઈ હિંસઈ ।
બંધઈ પાવયં કમ્મ, તં સેહોઈ કડુયં ફલં ૫ (૧)
અર્થાત્ અયત્ના-અનુપયોગથી ચાલતાં પ્રાણીભૂતોથી જૂદી જૂદી જાતના જીવોની હિંસા થાય છે. અને તેનાથી પાપકર્મ બંધાય છે અને તેનું કડવું ફળ નીપજે છે, જે ભોગવવું પડે છે.
અજયં ચરમાણો ઃ અયત્નાથી ચાલવાથી
અજયં - અસાવધાની, અજાગૃતિ, પ્રમાદ કે અસંયમ કે અવિચારથી ક્રિયામાં પ્રવૃત્ત થવું.
અજયં ચિટ્ઠમાણો ઃ અયત્નાથી ઊભા રહેવાથી
અજયં આસમાણો ઃ અયત્નાપૂર્વક બેસવાથી. અજયં સયમાણો ઃ અયત્નાપૂર્વક સૂવાથી અજયં ભૂંજમાણો ઃ અયત્નાપૂર્વક ભોજન કરવાથી
અજયં ભાસમાણો ઃ અયત્નાથી વગર વિચાર્યુ બોલવાથી.
એકથી છ શ્લોકો સુધીમાં તમામ શારીરિક આવશ્યક ક્રિયાઓ આવરી લેવાઈ છે.
અમાદ
૧૨૧
Page #5
--------------------------------------------------------------------------
________________
સાતમાં શ્લોકમાં શિષ્ય ભગવાનને પૂછે છે, હે ભગવાન મારે કેમ વર્તવું? શ્લોક છે :કહે ચરે કહં ચિકે? કયું આસે ? કહેસએ! કહં ભુજંતો, ભાસંતો પાવકમૅ ન બંધઈiા
અર્થાત્ કેમ ચાલવું? કેમ ઊભા રહેવું? કેમ બેસવું? કેમ સૂવું? કેમ ખાવું? અને કેમ બોલવું? જેથી પાપકર્મ બંધાય નહિ.
ભગવાન એનો જે જવાબ આપે છે, તે સૌએ હૈયામાં કોતરી રાખવા જેવો છે. ઘરમાં કૂલોને બદલે આ શ્લોકથી ઘરને સુશોભિત કરવા જેવું છે. કહે છે :
જયં ચરે જયં ચિઠે, જય માસે જય સી. જય ભુંજતો, ભાસંતો, પાવકન્મ ન બંધઈટા .
અર્થાત ઈર્ષા સમિતિપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઊભા રહેવું, ઉપયોગપૂર્વક યત્નાપૂર્વક, જયણાપૂર્વક બેસવું, જાગૃતિપૂર્વક સૂવું, સંવિત્તિથી ભોજન કરવું અને સમજી વિચારી સંભાળપૂર્વક બોલવું. તેમ કરવાથી પાપ કર્મ બંધાય નહિં.
ચિત્ત અને ચેતનાની સતત જાગૃતિપૂર્વક સાવધાનીને સાવચેતીપૂર્વક શુભ હેતુ અને ઉપયોગપૂર્વક, અપ્રમત્ત દશામાં, વિવેકપૂર્વક, અપ્રમાદપૂર્વક જયણાપૂર્વક, યત્નાપૂર્વક જે ચાલે છે, ઊભો રહે છે, બેસે છે, સૂએ છે, ભોજન કરે છે અને બોલે છે, તે પાપકર્મોથી બંધાતો નથી.
માણસના બધાં કામ કુંટુંબીઓ, કર્મચારીઓ કે મશીનો કરતા હોય, તો માણસને જે નિરાંતફૂરસદ મળે છે, ત્યારે માણસ કઈ તરફ વળે છે?
માણસ ફૂરસદનો સમય કેવી રીતે ગાળે છે, એ જ એનાં મનુષ્યત્વ - મનુષ્યપણાની કસોટી છે.
માણસ નિરાંત અનુભવે છે, ત્યારે નિરાંતની પળોમાં પણ નિરાંતે વિચારી શકતો નથી. વિચારવા માગતો જ નથી કે નિરાંતના સમયનો સદુપયોગ કેમ કરવો.
પ્રવૃત્તિહીન માનવી એકલો પડે છે. ત્યારે જરૂર વગર ખાય છે. માનવી પોતાની અપર્યાપ્તિ સામાન્યપણે ભોજનથી ભરતો હોય છે. પછી ઘેન ચડે છે. ઊંઘી જાય છે. ઊંધ્યા પછી પણ મોટો પ્રશ્નાર્થ ચિહન તો રાક્ષસની જેમ મોટું ફાડી ઊભો જ હોય છે. માણસ વિડિયો ટી.વી.પાનાં શોધે છે. કલબની યાત્રા કરે છે. મિત્રો શોધે છે. અને એ અભિયાનમાં એને એજ મિત્રો મળે છે, જે એના જેવાને જ શોધતા હોય છે. એવા મિત્રો જે પોતાની કોઈ જ જીવન સાર્થકતા માટે ઉપયોગી હોતા નથી.
માત્ર સમય પસાર કરવાના, હણવાના એક સાધન તરીકે તમારો મિત્ર તમારા માટે હોય, તો એવા મિત્રો ને એવી મૈત્રીનો અર્થ શો ?
શાસ્ત્રમાં કહ્યું છે એકલા બેસી રહેજો, પણ નકામા મિત્રોનો સંગ કરતા નહિ.પણ માણસને
૧૨ ૨
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #6
--------------------------------------------------------------------------
________________
હૃદયની એકાંત ગુહામાં શાંતિ જડતી નથી, ચેન પડતું નથી, ત્યારે સંગ શોધે છે.
આ સંગ કોઈ સત્સંગ નથી હોતો. આ માત્ર કુછંદ હોય છે. હેતુવિહીન પછી વાતચીત વાર્તાલાપ ચાલે છે. એ માત્ર મોજશોખનો વિનોદ છે. સમય ગાળવાનું એક સાધન બહાનું છે. એકાંત ખાઈ ન જાય તે માટેના ગપ્પાં જ હોય છે. જેનું આયુષ્ય ચોવીસ કલાકનું જ હોય છે એવી ઘટનાઓ વાતો જે છાપાંમાં આવતી હોય છે, એની ચર્ચા ક્યારેક ઉગ્ર ચર્ચામાં કે સિનેમાના વિશ્લેષણમાં કે કોઈની નિંદા કુથલીમાં કે પોતાના અહંમને છતી કરતી વાતોમાં નિરર્થકપણે સમય હારાઈ જાય છે અને માણસ મગજમાં કચરો ભરી, પેટમાં કચરો ભરી પાછો ફરતો હોય છે.
માણસ એકાંતથી ડરે છે. એ એકક્ષણ પણ એકલા રહેવા માંગતો નથી, કારણકે એકાંતમાં એને પોતાની સાથે જ મુલાકાત થઈ જાય છે. મુલાકાત જ નહિં, પણ મુકાબલો. ત્યારે અંદરવાળો એને સત્તર સવાલ પૂછે છે, જેનો માણસ પાસે જવાબ હોતો નથી.
એકાંત સમયની નીરવતા એની આંખો સમક્ષ પોતાની જ વસ્ત્રાલંકાર વિહોણી વરવી છબિ પ્રગટાવે છે એ છબિ જેનાથી એ હમેશાં ભાગતો હોય છે. આ જ દોડ માણસને પીઠા સુધી કે કોઠા સુધી લઈ જાય છે.
સમયને હાવાના સાધન તરીકે નહિ, પળ પળ જીવવાના સાધન તરીકે ઉપયોગમાં લેવા યોગ્ય મિત્રોને શોધો. શોધતા રહો. આચારાંગસૂત્રમાં કહ્યુ છે કે જેના સંગથી સત્ય તરફ દૃષ્ટિ ઢળે, તે સત્સંગ. ઉપનિષદમાં કહ્યું છે.
સત્યાત ન પ્રમાદિતવ્યમ્ ધર્માત ના પ્રમાદિતવ્યમ્ કુશલાત ન પ્રમાદિતવ્યમ્ ભૂ ન પ્રમાદિતવ્યમ્ સ્વાધ્યાય પ્રવચનાભ્યાં ન પ્રમાદિતવ્યમાં દેવપિતૃ કાર્યાભ્યાં ન પ્રમાદિતવ્યમ્ |
અર્થાત સત્યમાં પ્રમાદ કરીશ નહિ. ધર્માચરણમાં પ્રમાદ કરીશ નહિ, સ્વાથ્ય સાચવવામાં પ્રમાદ કરીશ નહિ. ઉન્નતિના માર્ગે આળસ કરીશ નહિ. સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ કરીશ નહિ દેવ અને પિતૃના કાર્યમાં પ્રમાદ કરીશ નહિ.
ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું હે ભગવન્! ધર્મકથા સાંભળવાથી શું લાભ થાય?
ભગવાને કહ્યું, હે ગૌતમ! ધર્મકથા સાંભળવાથી સાંભળનારની તેમજ સંભળાવનારની બેઉનાં કર્મની નિર્જરા થાય છે. ગીતામાં શ્રીકૃષણ કહે છે
तपस्त्वज्ञानजं विद्रि मोहनं सर्वदेहिनाम् । प्रमादालस्यनिद्रा भिस्तन्निबद्दनाति भारत॥
૧૨૩
અપ્રમાદ
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ હે ભારત ! અજ્ઞાનથી ઉપજેલો તમોગુણ સૌ જીવોને મોહમાં નાખે છે, અને બદ્ધ જીવને પ્રમાદ, આળસ તથા નિદ્રાનાં બંધનથી બાંધે છે.
सत्वं सुखे संजयति रज : कर्मणि भारत।
ज्ञानमावृत्य तु तम : प्रमादे संजयत्युत॥९॥ અર્થાત્ હે ભારત ! સત્ત્વગુણ જીવને સુખ સાથે બાંધે છે, રજોગુણ કર્મ સાથે બાંધે છે અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી ગાંડપણ સાથે બાંધે છે.
___अप्रकाशोप्रवृतिश्च प्रमादो मोह एवं च।
तपस्येतानि जायन्ते विवृद्धे कुरुनंदन ॥१३॥ અર્થાત હે કરુનંદન! જ્યારે અજ્ઞાનરૂપી અંધકાર, અપ્રવૃતિ, નિષ્ક્રિયતા અને પ્રમાદ, ગાંડપણ, મોહ, મૂઢતા બધા તમોગુણની વૃદ્ધિ થતાં ઉત્પન્ન થાય છે.
એટલે તમોગુણની વૃદ્ધિ સાથે અજ્ઞાન, જડતા, ઉન્માદ અને મૂઢતા આ બધા જ ઉત્પન્ન થાય છે.
कर्मण : सुकृतस्याहु : सात्बिकं निर्मलं फलम्।
रजमस्तु फलं दुःखमज्ञानं तमस : फलंम् ॥१६॥ અર્થાત્ સાત્વિક કર્મનું ફળ સાત્વિકતાં અને શુદ્ધિ છે, રાજસી કર્મનું ફળ દુઃખ છે અને તાપસી કર્મનું ફળ અજ્ઞાન છે.
સમ નીયમ મ પમાયા સર્વજ્ઞ ભગવાન મહાવીરે ઉચ્ચારેલા આ શબ્દો છે ગૌતમ! ક્ષણ માત્રનો પ્રમાદ ન કર ! શાવતીને પામી, કાળને અતિક્રમી કાળાતીત બની ગયાં. અનેક શબ્દોનાં ધ્વનિ પળમાત્રમાં કાળમાં વિલય થઈ ગરક થઈ જાય છે. પરંતુ આ ચાર અભુત શબ્દો અઢી હજાર વર્ષથી હજી પૃથ્વી પર ગુંજે છે. લોકહૈયામાં આત્મસાત્ થઈ ગયાં છે. મંત્ર સ્વરૂપ થઈ ગયાં.
કોઈપણ શબ્દની શકિત બોલનારનાં સાર્થ અને પ્રજ્ઞા પર આધારિત છે.
યુગપુરુષ મહાવરે આ યુગપ્રવર્તક શબ્દો લબ્ધિધારી ગૌતમસ્વામીને ઉદેશીને કહેલાં છે, પરંતુ એક અપેક્ષાએ આ શબ્દો સમસ્ત માનવજાતને ઉદેશીને કહેલાં છે. દીર્ઘતપસ્વી, કેવળજ્ઞાની તીર્થકંર ભગવાન મહાવીરનાં હૃદયનાં અતલ ઊંડાણમાંથી સર્વ જીવોના હિત અર્થે, જ્ઞાનનાં, અનુભૂતિનાં નિચોડરૂપ મંત્રસ્વરૂપ શબ્દો દિવ્ય, પારસમણિ જેવા પારલૌકિક શબ્દો છે.
આ શબ્દો આગમ ગ્રંથોમાં અનેક વાર આવે છે. ઉત્તરાધ્યનના દસમાં અધ્યયનમાં તો પ્રત્યેક ગાથાનું આ છેલ્લું ચરણ છે.
ભાગમાત્રનો પ્રમાદ ન કરે એમાં ભગવાન મહાવીરે પ્રમાદ આળસ નો સર્વથા નિષેધ ફરમાવી અપ્રમાદ જાગરૂકતા, અપ્રમત્ત અવસ્થાને ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા અર્પી.
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #8
--------------------------------------------------------------------------
________________
હિંસામાંથી, તમસ્માંથી, અંધકારમાંથી પ્રમાદનો ઉદ્ભવ થાય છે. પ્રમાદની ભૂમિમાં કષાયના છોડ ઊગે છે.
બે પ્રકારના માણસો હોય છે. એક જે અંધકારમાં પણ જાગે છે, અને બીજા જે પ્રકાશમાં પણ ઊંઘતા હોય છે.
પ્રમાદ અને અપ્રમાદનો આ જ ભેદ છે. ‘સમય માત્રનો પ્રમાદ ન કર' માં સમયનો સાદો અર્થ છે કાળ. જૈન પારિભાષક અર્થમાં સમય એટલે કાળનું નાનામાં નાનું, છેલ્લું અવિભાજય એકમ અથવા યુનિટ આંખનાં એક પલકારામાં આઠ કરતાં પણ વધારે સમય વીતી જાય છે.
દૃષ્ટાંતોથી એવી રીતે સમજાવી શકાય, કે ફૂલની સો કે હજાર પાંખડીઓ સાથે રાખીને ક્ષણ માત્રમાં સોયથી કોઈ આરપાર વીંધી નાખે, તો તેમાં એક પાંખડીમાંથી પસાર થઈને સોય બીજી પાંખડીમાં પ્રવેશે, એટલો સૂક્ષ્મતમ કાળને સમયની સંજ્ઞા આપવામાં આવી છે. વળી કોઈ માણસ એક લાંબા જીર્ણ વસ્રને એક ઝાટકે નિમિષમાત્રમાં ફાડી નાખે, તો એક તાંતણો તૂટ્યા પછી બીજો તાંતણો તૂટે એની વચ્ચેનો સમયગાળો કેટલો ? તેટલા સૂક્ષ્મકાળને માટે સમય શબ્દ વાપરી શકાય. ઉત્તરાધ્યયનમાં દસમાં અધ્યાય-દુમપત્રક-વૃક્ષનું પાંદડુમાં પ્રથમ ગાથામાં જ કહ્યું છે.
જેમ રાત્રિઓ વીતતાં વૃક્ષનાં પાંદળાં પીળાં થઈ ખરી પડે છે, તેમ મનુષ્યજીવનનો પણ ગમે ત્યારે અંત આવી જાય છે. મનુષ્યજીવન ક્ષણભંગુર અને અશાશ્વત છે, એમ સમજી હે ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ.
ટુમ પત્તÇ - પંડુયશ્ નન્ના, निवडइ राइगणाण अज्जए । एवं मणुयाण जीवियं
સમય ગોયમ ! મા પમાયÇ II ( IT. I)
માનવભવ મળ્યા પછી પણ યથાર્થ સાચો ધર્મ મળવો કઠિન થઈ પડે છે. ભોગ ભોગવવાની અતૃપ્ત વૃત્તિ તો દરેક જન્મમાં બાકી જ રહે છે. કોઈ કાળે પરિતૃતિ પામતી જ નથી. માટે જાગૃત અને વિવેકી આત્માએ મનુષ્યજીવનના અલ્પ કાળમાં ધર્મને સાધી લેવો એ જ કર્તવ્ય છે. માટે ભગવાન મહાવીરે માત્ર ગૌતમને જ નહિ, પણ સમસ્ત વિશ્વની માનવજાતને ઉપદેશ આપ્યો છે કે આત્મસાધનામાં ક્ષણ માત્રનો સમય માત્રનો પ્રમાદ ન કરવો.
એક તબકકે, એક સમયે એક અવસ્થામાં લાંબુ લાગતું જીવન સરવાળે પરપોટા જેવું સાબિત થાય છે.
અલપઝલપમાં જ મનુષ્ય જીવનની સંધ્યાએ પહોંચી જાય છે.
એટલે જ મનુષ્યપણાનો એક સમય એક ક્ષણ પરમ મૂલ્યવાન છે. એનું વૈશિષ્ટય એટલે મોક્ષની
અપ્રમાદ
૧૨૫
Page #9
--------------------------------------------------------------------------
________________
સાધનાના કારણરૂપ હોવાથી તેને મોક્ષની સાધન કહ્યું છે. સૃષ્ટિની તમામ જીવરાશિમાં મનુષ્ય ટોચ પર છે. મનુષ્ય જ બુદ્ધિ, વિવેક અને પ્રજ્ઞાથી વિભૂષિત છે. સાધના અર્થ જ એનો મહિમાં છે. નહિતો પશુના દેહ જેટલી પણ તેની કિંમત નથી. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં મનુષ્યદેહની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે.
શરીર ધર્મની આરાધના-સાધના માટેનું માધ્યમ છે. અને એજ અપેક્ષાએ મનુષ્યદેહને શુભ કહ્યો છે. બાકી તો માટીની માટી જ છે.
જેનાં વડે ઊંચામાં ઊંચુ કામ લઈ શકાય એવું કોઈ શરીર હોય, તો તે માનવશરીર છે. એને આળસુ એદી બનાવાય નહિં, એને પ્રમાદવશ પાપથી અભડાવાય નહિ, એની સાથે ચેડાં ન કરાય. મંદિરની જેમ સ્વચ્છ અને પવિત્ર રાખવાની અપેક્ષાએ જ સર્જનહારે તે આપણને સોપ્યું છે.
પાંદડાનું જ પ્રતીક લઈ બીજી ગાથામાં ભગવાન કહે છે :
कुसंग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए । एवं मणुयाण जीवियं,
समयं गोयम ! मा पमायए ॥
જેમ દાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ પડવાની તૈયારીમાં રહે છે, એક ક્ષણ માત્ર ટકીને સરી પડે છે, તેવી રીતે મનુષ્યનું જીવન પણ પડવાની તૈયારીમાં જ રહે છે. ઘણું અસ્થિર અને ટૂંકું છે. અલ્પ સમય જ ટકે છે. માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ કરીશ નહિં, કોઈ પ્રમાદ સેવવો યોગ્ય નથી. જીવન ક્ષણભંગુર છે.
રવીન્દ્રનાથ ટાગોર આ જ વાત કવિતામાં કહે છે :
Let your Life lightly dance on the edges of Time, like a dew drop on the tip of a leaf.
ટાગોરે અવશ્ય ઉત્તરાધ્યયન સૂત્ર વાંચ્યું હશે !
ક્ષણભંગુરતા વિષે સૂત્રોમાં કહ્યું છે :
જન્મ સાથે મૃત્યુ જોડાયેલું છે, અને યૌવન ડહાપણ સાથે. લક્ષ્મી ચંચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભંગુર છે, અનિત્ય છે.
સંસારમાંની બધીજ વસ્તુઓ અંગેની અનિત્યતા, ક્ષણભંગુરતા ખાસ કરીને જૈનદર્શન અને બૌદ્ધદર્શનમાં સ્પષ્ટપણે અને ભારપૂર્વક દર્શાવવામાં આવી છે.
જન્મ સાથે મૃત્યુ જોડાયેલું છે. મૃત્યુ એ કોઈ અલગ ઘટના નથી.
It in not an event, but a Process.
૧૨૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #10
--------------------------------------------------------------------------
________________
Death belongs to life, as Brith does. in None. જેમ જન્મ એ જીવનનો હિસ્સો છે, તેમ મૃત્યુ પણ જીવનનો જ હિસ્સો છે. અને End is Linked to the Beginning. અને મૃત્યુ ફરી નવા જન્મ સાથે સંકળાયેલું છે.
મૃત્યુ, અને વૃધ્ધાવસ્થાની વાસ્તવિકતા અને લક્ષ્મીની ચંચળતા પૂરી રીતે સમજવા છતાં પણ માણસ આખું જીવન ખૂણામાં મૂછમાં વીતાવી દે છે. મૃત્યુ જાણે કદી આવવાનું જ ન હોય, એ રીતે જીવનની છેલ્લી ક્ષણ સુધી માણસ સાંસારિક એષણાઓમાં લપેટાઈ કરમાતો અને યોજનાઓમાં જ વ્યસ્ત રહે છે.
तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ। ___ अभितुर पारं गमतिए, समयं गोयम! मा पमायए॥३४॥ तीर्ण : खलु असि अर्णवं महान्तं, किं पुनस्तिष्ठसि तीरमागतः।
अथित्वरस्व पारं गन्तुं,
समयं गोयम। मा पमांयए॥ હે ગૌતમ તું સંસારસમુદ્ર, મહાસાગર, સંસારમાર્ગ તો તારી પાર કરી ગયો છે. તો હવે કાઠકિનારે આવીને શા માટે અટકી બેસે છે? તું સાચી સમજણ, અને શ્રધ્ધાળુણ પ્રાપ્ત કરીને સંયમને માર્ગે જાય છે. તો હવે શા માટે પ્રમાદ સેવે છે? હવે કાઠે આવીને શા માટે ઊભો છે? તું સામેં પાર પહોંચવા માટે શીઘતા કર, ત્વરા કર. હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રમાદ કર્યા વિના તુ ત્વરાથી ભવપાર કરી જા. જરી પણ પ્રમાદ કરીશ નહિ.
તીર્થકરોની સમગ્ર વાણીને જો માત્ર બે શબ્દોમાં વર્ણવવી હોય, તો તે બે શબ્દો છે : સમતા અને અપ્રમાદ. આથી જ મહાવીર સ્વામી શિષ્ય ગૌતમને વારંવાર ચેતવે છે કે હે ગૌતમ ક્ષણ માત્રને પ્રમાદ ન કર.
અહીં ઉદાહરણ પણ સુંદર આપવામાં આવ્યું છે. અનેક તોફાની મહાસાગરો પાર કરીને કિનારા આગળ જ અટકી જવાની કે ડૂબવાની સંભાવના પ્રત્યે સાવધ કરવામાં આવ્યા છે. સાધક માટે નિરંતર ક્ષણે ક્ષણની જાગૃતિ, માત્ર આવશ્યક જ નહિં, પણ અનિવાર્ય છે. જેવી રીતે સો પગથિયાં ભારે પરિશ્રમપૂર્વક ચડયાં પછી, પર્વતની ટોચ નજીક પહોંચ્યા પછી એક પણ ક્ષણની નાનકડી બેદરકારી, બેધ્યાનપણું ઠેઠ નીચે સુધી પતન કરી ભોંયભેગો કરી શકે છે, તેમ વર્ષોની કઠોર સાધના માત્ર એક પળની મોહનિદ્રા એક ક્ષણના ઝોકાંથી નષ્ટ થઈ શકે છે.
અસ્થમા
Page #11
--------------------------------------------------------------------------
________________
આવાં અનેક દષ્ટાંતો કથાઓ આપણા તેમજ અન્ય શાસ્ત્રોમાં તો છે જ, પરંતુ આપણી આસપાસની દુનિયામાં છે. બહાર દૃષ્ટિ પણ કરવાની જરૂર નથી. આપણાં મનનાં ખૂણામાં આત્મનિરીક્ષણ કરી તપાસીએ, તો પણ જોવા મળશે કે અણીને વખતે હેજ પ્રમાદથી આપણે લક્ષ્ય ચૂકી ગયાં.
કણનો પણ વિવેક અને ક્ષણનો પણ વિવેક એ સાધનામય જીવન જીવવાને સોનેરી મંત્ર છે.
કાળ કોઈની ખેવના કરતો નથી, કોઈ માટે થોભતો નથી. એક એક ક્ષણ અણમોલ છે. દુનિયાભરની સંપત્તિથી પણ વીતી ગયેલી એક ક્ષણ માત્ર પણ શ્રીમંત માણસ ખરીદી શકતો નથી. છેલ્લે આણીને ટાંકણે પણ જરી ઝોકું કે ઝોલું આવી ન જાય, એટલા માટે ભગવાને સખત ચેતવણી આપી છે કે હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રસાદ કરીશ નહિ.
अकलेवर सेणिं उस्सिया,
सिद्धं गोयम ! लोयं गच्छसि। खेमं च सिवं अणुत्तरं,
समयं गोपम! मा पमायए॥३५॥ હૈ ગૌતમ ! તું મુનિધર્મ વાળા છ ગુણસ્થાનકે પ્રવર્તે છે. હવે અપ્રમાદી થઈ જા. પ્રમાદ છોડી સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અંતર શત્રુઓને એટલે કે કષાય, વિષય, કે જે અવ્યકત પડયા છે, તેનો ક્ષય કરતો #પક શ્રેણીમાં ચડ. તે શ્રેણીને ચડીને તું સિદ્ધલોકને વિષે જરૂર પહોંચીશ. માટે હે ગૌતમ તું ક્ષણ માત્રનો પ્રમાદ કરીશ નહિ. પ્રમાદ છોડી તું અપ્રમાદી બની જા.
बध्धे परि-निव्वुडे चरे, गामगए नगरे व संजए।
खन्ती-मग्गं च बूहए,
समयं गोयम मा पणायए॥३६॥ પ્રબુદ્ધ અને નિવૃત સાધુઓ સંયમ તત્વને બરોબર ઓળખીને ગામ અને નગર વિષે વિચરે છે. ભવ્યજનોને પરમશાંતિનો માર્ગ ઉપદેશે છે. (આત્માની પરમશુદ્ધિ તે જ સર્વોત્તમ મુકિત છે. તે જ કલ્યાણકારી છે અને સર્વ પ્રકારનાં ઉપદ્રવરહિત છે.) માટે હે ગૌતમ સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. અપ્રમાદી બની જા.
बुद्धस्स निसम्म भासियं, सु वुहिय मदु पक्षोव- सोहियं ।
रागं दोसं च छिन्दिया, सिध्धगईं गए गोयमे ॥३७।।
૧૨૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #12
--------------------------------------------------------------------------
________________
પરમબુધ્ધ મહાવીરે સુભાષિત અને ઉપમાંના દૃષ્ટાંતોથી અલંકૃત થયેલી વાણી સાંભળવાથી ગૌતમ સ્વામીજી રાગદ્વેષને છેદીને દ્રવ્ય અને ભાવથી સિદ્ધિગતિને પામ્યા. કેનેથ વોકરે પોતાના પુસ્તકની અર્પણ નોધમાં લખ્યું :
To the disturber of my sleep :
ઉઘમાં ખલેલ પહોંચાડનારને .... જાગૃત કરનારને !
એક દંતકથા એવી છે કે ભગવાન મહાવીરને જીવનનાં અંતે પ્રશ્ન પૂછાયો બસ હવે એક જ સૂત્ર એવું કહો, એક જ શીખામણ એવી આપો કે જીવનભર અમને સુખ અને શાંતિનાં પ્રદેશમાં લઈ જાય! ભગવાન ધ્યાનમાં સરી પડ્યા. ઊંડા ઊતરી ગયા અને થોડી વારે બોલ્યા :
जागरह नरा ! णिच्वं, जागरमाणस्स बड्ढते बुध्धो ।
सधन्न, जो जग्गति सो सया धन्नो ॥
અર્થાત્ મનુષ્યો ! સતત જાગૃત રહો. જે જાગે છે, એની બુદ્ધિ વધે છે. જે સૂએ છે, એ ધન્ય નથી, ધન્ય એ છે, જે સદા જાગતો હોય છે. હે મનુષ્ય જાગ !
जागृत नरा: नित्यं
रमाणस्य वर्द्धते बुद्धि: ।
યઃ પિત્તિ ન મળે ધન્ય:,
યઃ નાગતિ સ સવા ધન્ય
આ વચનો શાસ્ત્રોમાં નોધાયેલાં છે.
પણ દંતકથા એવી છે કે આ સૂત્ર બોલ્યા પછી ભગવાન કશું બોલ્યા જ નથી !
જયંતી શ્રાવિકાએ ભગવાન મહાવીરને પૂછયું પ્રભુ ! જાગવું સારું કે સૂવું ?
ભગવાને કહ્યું બન્ને. ધર્મી જીવ માટે જાગવું સારું અને અધર્મીને માટે સૂવું સારું.
ભગવાને અનેકાન્ત દૃષ્ટિથી સુંદર જવાબ આપ્યો. જે અધર્મમા વ્યસ્ત છે, તે સૂએ એજ સારું એટલો અધર્મ ઓછો થાય. દા.ત., એક ચોર રાતે જાગે છે. ચોરી કરવા માટે આવા ચોર માટે તો રાત્રે સૂવું જ સારૂં.
અપ્રમાદ
જ્યારે ધર્મપ્રત્યે જે અભિમુખ છે, એને માટે તો જાગવું જ સારૂં. એવો જીવ જો પ્રમાદમાં સરી પડે, જાગૃતિ-જાગરૂકતામાંથી ભ્રષ્ટ થઈ જાય, તો તે જીવને જ હાનિ પહોંચે છે. આવો સાધક ખરાબ કામ ન કરે, પણ જો જાગૃતિ ન સેવે, તો ધર્મારાધનાથી વંચિત રહી જાય.
૧૨૯
Page #13
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો.પ્રભુ! અમે શું કરીએ અને શું ન કરીએ ? ભગવાને કહ્યું જે કાંઈ કરે, તે જાગ્રત રહીને કરજો !
ભગવાને એક વાક્યમાં સાર કહી દીધો .. જે પણ કંઈ કરો તે અપ્રમત્તદશામાં કરો. પ્રમાદવશ નહિ, તો પાપકર્મ ન બંધાય. અપ્રમત્ત સાધક કદી દુષ્કર્મોમા પ્રવિટ ન થાય. એવાં કર્મોથી ન લેપાય. જે જાગૃત છે, એના માટે ખરાબ કર્મ, વિચારવાં, બોલવાં કે આચરવાં અશક્ય બની જાય. એટલે જ છેવટે સુધી સાધકને અપ્રમત્ત દશામાં, સતત જાગૃતિની અવસ્થામાં રહેવાનું સૂચવાયું છે. ચોથા ગુણસ્થાનક પછીનાં ગુણસ્થાનકો સમ્યગદર્શન વાળાં જ હોય છે, કારણકે એમાં ઉત્તરોત્તર વિકાસ અને દૃષ્ટિની શુદ્ધિ અધિકાધિક થતી રહે છે. મોહની પ્રધાન શકિત, દર્શન મોહનીયનો ક્ષયપશય કરી લીધા પછી પણ જયાં સુધી મોહની બીજી શક્તિ, ચારિત્રમોહનીયનો ક્ષયપશય જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી સ્વરૂપ - સ્થિતિ પ્રાપ્ત થતી નથી. જ્યારે આત્મા ચારિત્રમોહને અંશતઃ શિથિલ કરે છે, ત્યારે આત્માની વિશેષ ઉન્નતિ થાય છે. અંશત: સ્વરૂપ સ્થિરતા અને પરપરિણતિ ત્યાગ થવાથી આ ગુણસ્થાનકે આત્માને સવિશે, શાંતિ મળે છે.
સમ્યગ્દષ્ટિપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રતોનું યશોચિત પાલન કરવું, એ દેશવિરતિ છે. સર્વથા નહિ, પાર દેશતઃ અર્થાત અંશતઃ વિરતિ એટલે ચોક્કસપણે પાપયોગથી વિરત થવું મર્યાદિત વિરતિ, પાપ વ્યાપારોનો સર્વથા ત્યાગ નથી થતો.
આ ગુણસ્થાનકે જવ અનેક ગુણોથી સુશોભિત બને છે. જિનેન્દ્રભકિત, ગુરુઉપાસના, અન્ય જીવો પર અનુકંપા, સુપાત્ર દાન, સન્શાસ્ત્રનું શ્રવણ, બાર વ્રતોનું પાલન, વગેરે બાહ્ય-અત્યંતર ધર્મ આરાધનાથી વિકાસશીલ જીવાત્માનું જીવન શોભાયમાન બને છે. છઠું પ્રમત્તસંયત ગુણસ્થાનક.
व्यक्ताव्यक्त प्रमादे यो वसति।
प्रमत्तसंयतो भवति॥ सकल गुण शीलकलितो, महाव्रती चित्रंलाचरण ः॥
(સમાગસુત્ત-પપ૪) અર્થાત જેણે મહાવ્રત ધારણ કરી લીધા છે, સકળ શીલ ગુણથી સમન્વિત થઈ ગયો છે, છતાં હજી જેનામાં વ્યક્ત-અવ્યકતરૂપમાં પ્રમાદ શેષ છે, એ પ્રમત્ત સંયત ગુણસ્થાનવર્સી કહેવાય છે. એનું વતાચરણ કિંચિત સદોષ હોય છે.
મહાવ્રતધારી સાધુજીવનનું આ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાને આત્મામાં પૌગલિક ભાવો પ્રત્યે મૂછ નથી રહેતી સાધક આત્મા સ્વરૂપની અભિવ્યકિત કરવામાં તલ્લીન રહે છે. આ ગુણસ્થાનકે આત્માકલ્યાણની સાથે લોકકલ્યાણની ભાવના અને તદનુસાર પ્રવૃત્તિ પણ રહે છે. જેને કારણે ક્યારે-જ્યારે થોડા ઘણાં પ્રમાણમાં પ્રમાદ આવી જાય છે.
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #14
--------------------------------------------------------------------------
________________
અહીં સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ સંભવે છે. ક્યારેક ક્યારેક કર્તવ્ય-કાર્ય ઉપસ્થિત થવા છતાં આલસ્યને લીધે જ અનાદરબુદ્ધિ પેદા થાય છે, તે પ્રમાદ છે. પરંતુ જેમ ઉચિત માત્રામાં ભોજન કે ઉચિત માત્રમાં નિદ્રા પ્રમાદ ગણાતી નથી, તેમ કપાય પણ મંદ દશામાં હોતાં અહીં પ્રમાદ ગણવામાં આવ્યો નથી પણ જો તીવ્રતા ધારણ કરે, તો તે પ્રમાદ છે.
વળી અહીં સંજવલન કષાયોનો ઉદય પણ હોય છે. એને કારણે વિકથા આદિ પ્રમાદનો આત્મા પર પ્રભાવ રહે છે. માટે આ ગુણસ્થાનકનું નામ પ્રમત્ત સંયત છે. એમ તો કષાયોદય આગળ સાતમામાં પણ છે, દશમાં ગુણસ્થાનક સુધી છે. પણ મંદ થતો જતો હોઈ તે પ્રમાદ કહેવાતો નથી. શ્રી પ્રવચન સારોદ્વાર ગ્રંથમાં પ્રમત્ત સંયત શબ્દની વ્યુત્પતિ આ પ્રમાણે કરવામાં આવી છે.
संयच्छति स्म-सर्वसावद्ययोगेभ्य :
सम्यगुपरमति स्मति स्येत:। प्रमाद्यति स्म - मोहनीयादिकर्मोदयप्रभावत: संज्वलन कषायनिद्राधिन्यतमप्रमाद योगत : संयमयोगेषु सीदति स्मेति प्रमत्त : स
चासौ संयतश्च प्रमत्तसंयतः। સર્વ સાવદ્ય યોગોથી વિરામ પામે તે સંવત. મોહનીયાદિ કર્મોના ઉદયથી તથા નિદ્રાદિ પ્રમાદનાં કારણે સંયમયોગોમાં અતિચાર લગાડે માટે પ્રમત્ત સંયત કહેવાય.
આ ગુણસ્થાનક આત્મગુણોના વિકાસની એક ઉચ્ચ ભૂમિકા છે. અહીં આત્મા ક્ષમા-આર્જવમાર્દવ-શૌચ-સંયમ-ત્યાગ-તપ-સત્ય-બ્રહ્મચર્ય-આકિંચને આ દસ યતિધર્મોનું પાલન કરે છે. અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત કરી, વિષય-કપાયોને વશ રાખે છે. સર્વ પાપોના ત્યાગરૂપ પવિત્ર જીવન જીવે છે. કોઈપણ જીવને તે દુ ખ આપતો નથી.
સમ્યગદર્શન અને સમગ્રજ્ઞાન પ્રાપ્ત થવાં સરળ નથી. એ પ્રાપ્ત થયા પછી પણ તદનુસાર સમ્યગચારિત્ર ઘડવું એ પણ ઘણું દુષ્કર છે. પ્રમાદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોહનીય કર્મ જીવને ભગાડે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ રાગ જીવથી છૂટતો નથી. વીતરાગપણે સહેલાઈથી મેળવી શકાતું નથી. અથવા મેળવ્યું હોય, મેળવ્યું હોવા છતાં પ્રમાદને કારણે ન મેળવ્યા જેવું ઘડીએ ઘડીએ ચાલ્યા કરે છે. ગુણસ્થાનકે જીવ પ્રમાદના કારણે જ સ્થિર થઈ શકતો નથી. અને છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનક વચ્ચે જીવ અનેકવાર ચઢઊતર કર્યા કરે છે, ખૂલ્યા કરે છે.
સાતમા અપ્રમત્તગુણસ્થાન માટે કહ્યું છે :
Page #15
--------------------------------------------------------------------------
________________
(સમગસુત્તઃ ગા. ૫૫૫)
જેનું વ્યક્ત - અવ્યકત સંપૂર્ણ પ્રમાદ નિઃશેષ નષ્ટ થઈ ગયું છે, જે જ્ઞાની હોવાની સાથોસાથ વ્રત, ગુણ અને શીલની માળાથી સુશોભિત છે, તેમ છતાં જે ન તો મોહનીય કર્મનું ઉપશમ કરે છે, ન ક્ષય કરે છે, કેવળ આત્મજ્ઞાનમાં લીન રહે છે, એ શ્રમણ અપ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી કહેવાય છે.
नष्टशेष प्रमादो व्रतगुणशीलावलिमण्डितो ज्ञानी । अनुपशमक : अक्षपको
ध्याननिलीनो हि अप्रमत्तः सः ॥
પ્રમાદથી મુક્ત મુનિવરનું આ સાતમું ગુણસ્થાનક છે. અહીં અપ્રમાદજનિત વિશિષ્ટ શાંતિનો અનુભવ કરવાની પ્રબળ આકાંક્ષાથી પ્રેરિત બની આત્મા પ્રમાદનો ત્યાગ કરે છે, અને સ્વરૂપની અભિવ્યક્તિને અનુકૂળ મનન ચિંતન સિવાય અન્ય બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી દે છે. અહીં અપ્રમાદજન્ય ઉત્કૃષ્ટ સુખનો અનુભવ આત્માને એ જ સ્થિતિમાં રહેવા પ્રેરિત કરે છે, જ્યારે પ્રમાદજન્ય પૂર્વવાસનાઓ એને પોતાની તરફ ખેંચે છે. આ ખેંચતાણમાં વિકાસગામી આત્મા ક્યારેક તંદ્રા તરફ છઠ્ઠા ગુણસ્થાનક તરફ તો ક્યારેક અપ્રમાદની જાગૃતિ-સાતમાગુણસ્થાનક તરફ આવતો જતો રહે છે.
સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝોલાં ખાતો હોય છે, કર્તવ્યમાં ઉત્સાહ અને સાવધાની રહે, તે અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં અલિપ્તપણું આવતાં થોડ વખત પછી પ્રમત્તતા આવી જાય છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે આ ઝૂલણ ચાલ્યા કરે છે.
પરંતુ વારંવાર સ્થિર થવાનો મહાવરો, અભ્યાસ, અને આયાસ જેઓ અનેક વખત કરતાં રહે છે તેઓ તેના ઉપર સ્થિર થઈ જાય છે. કોઈ વિરલ આત્માઓ જ પ્રથમ પ્રયાસે અપ્રમત્ત બનીને સ્થિર થઈ શકે છે, અને ઉર્ધ્વગામી બને છે.
ચિત્તની આ ક્રિયા અતિ સૂક્ષ્મ છે. ભગવાને એટલા માટે વારંવાર ચેતવણી આપતાં કહ્યું છે સમયમાત્રનો પ્રમાદ ન કરીશ. કારણ સતત, અવિરત, ચૈતન્યવંત, સંપૂર્ણજાગૃતિ સહ, પળે પળની, ક્ષણાર્ધથી પણ ક્ષણાર્ધની અસ્ખલિત જાગરૂક દશા અપેક્ષિત છે. તે વગર આ ગુણસ્થાનકે સ્થિર થઈ અપ્રમત્ત અવસ્થામાં સ્થિર રહેવું અશક્યવત્ છે. સર્વજ્ઞ મહાવીરસ્વામીએ વારંવાર કહ્યું છે, તે મનુષ્યના ચિત્તની ચંચળતા અને માનવસહજ દુર્બળતા અને શિથિલતાને લક્ષમાં રાખી, એક મંત્રની જેમ આ આદેશનું પુન પુન ઉચ્ચારણ કર્યું છે. ભગવાનની આ વાણી-વચનને દરેકે યથોચિત ગંભીરતાપૂર્વક ગ્રહણ કરવાં જોઈએ.
પ્રમાદની સાથે થતાં આંતરિક વૃત્તિઓના યુધ્ધમાં સંઘર્ષમાં આત્મા જો પોતાના ચારિત્રબળને વિશેષ રીતે અભિવ્યક્ત કરે છે, તો તે તમામ પ્રમાદો અને પ્રલોભનોને ઓળંગી, - પાર કરી, સવિશેષ પ્રમત્ત દશા - અવસ્થા પ્રાપ્ત કરી લે છે. અહિં સાધક એવી શક્તિની વૃધ્ધિ કરે છે, એવું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, જેનાથી શેષ રહેલી-બચેલી મોહવાસનાને નષ્ટ કરી શકાય.
૧૩૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #16
--------------------------------------------------------------------------
________________
આ આરોહણ ક્રમમાં પ્રમાદની કેટલી પ્રબળતા છે, તે અસંદિગ્ધપણે અનેક રીતે દર્શાવેલી છે, જેને હળવી રીતે લેવાની નથી.
અપ્રમત્તસંયમ ગુણસ્થાનક પછી બે શ્રેણીઓનો પ્રારંભ થાય છે, ઉપશમ અને ક્ષપક.
ઉપશમ શ્રેણીવાળા તપસ્વી મોહનીય કર્મના ઉપશમ કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચડ્યા પછી ફરી મોહનીય કર્મનો ઉદય થવાથી નીચે પડી જાય છે. ક્ષપક શ્રેણીવાળા મોહનીય કર્મના સમૂળગા ક્ષય કરતાં આગળ વધતા જાય છે અને પરિણામે મોક્ષ પ્રાપ્ત કરે છે.
ગુણસ્થાનકો મોક્ષના લક્ષ્ય સુધી પહોંચવા માટેની નિસરણી છે. આ શ્રેણી ચઢતાં જરા પણ ગાફેલ રહે, તો નીચે પડતાં પડતાં પહેલે પગથિયે પણ જઈ પડાય. અગિયારમાં પગથિયે પહોંચેલાને પણ મોહનો ફટકો લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલે જરા પણ પ્રમાદ ન કરવાનો આદેશ આપ્યો છે. બારમેં પગથિયે પહોંચ્યા પછી પડવાનો ભય રહેતો નથી. આઠમે-નવમે પગથિયે મોહનો ક્ષય શરૂ થયા પછી પડવાનો ભય બિલકુલ ટળી જાય છે.
૧૧મે પહોચેલાને પણ નીચે પડવાનું થાય છે, તે મોહનો ક્ષય નહિ, પણ ઉપશમ કર્યો હોવાને કારણે. પણ જો આઠમે-નવમે મોહનો ઉપશમ નહિં, પણ ક્ષય કરવાની પ્રક્રિયા પ્રારંભ થઈ જાય, તો પછી નીચે પડવાનું અસંભવિત બની જાય છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ત્રણ યોગોનું પ્રતિપાદન કરેલું છે.
(૧) ઈચ્છાયોગ (૨) શાસ્રયોગ (૩) સામર્થ્ય યોગ.
(૧) ઈચ્છાયોગનું વર્ણન કરતાં આચાર્ય કહે છે :
જ્ઞાની પુરુષો શાસ્ત્રાનુસાર અનુષ્ઠાનની ઈચ્છા ધરાવે છે... પણ પ્રમાદથી, અસાધનાથી... એમના ધર્માનુષ્ઠાન વિકલ, અર્થાત દોષયુક્ત થાય છે, હોય છે. આ પણ ઈચ્છવાયોગ્ય છે ! સદિચ્છાને પણ પ્રાથમિક, પ્રારંભિક અવસ્થામાં એમણે યોગને પ્રવેશ આપ્યો છે !
(૨) બીજો છે : શાસ્રયોગ. ગ્રંથકાર કહે છે : शास्त्रायोगास्तिह ज्ञेयो
અપ્રમાદ
कर्तुमिच्छो: श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः स इच्छायोगः उच्यते ॥
यथा शकत्यs प्रमादिनः ।
श्राधस्य तीव्रबोधेन वचसाऽविकलस्तथा ॥
૧૩૩.
Page #17
--------------------------------------------------------------------------
________________
આ યોગમાં સાધક પ્રમાદનો ત્યાગ કરીને પોતાની શક્તિ અનુસાર શ્રધ્ધાયુક્ત થઈને અનુષ્ઠાન કરે છે... એ દોષરહિત ધર્મઅનુષ્ઠાન કરે છે.
આચારાંગમાં પ્રશ્ન પૂછ્યો છે : ઘણા જીવો મોક્ષાર્થી હોવા છતાં આ સંસારમાં અનેક પ્રકારે દંડાય છે, દુ:ખી થાય છે, ચિંતાથી બળે છે અને રોગોથી પીડાય છે, તેનું શું કારણ હશે ? ગુરુદેવે કહ્યું મોક્ષાર્થી હોવા છતાં જે પ્રમત્ત દશામાં આવી જાય છે, તે ખરેખર આવી શિક્ષાનો અધિકારી જ છે. (કારણ કે જ્યાં સુધી પ્રમાદરૂપ કાતીલ ઝેરનું કુંડું પડ્યું છે, ત્યાં સુધી શાંતિરૂપ અમૃતનાં બિંદુઓ સ્પર્શતા નથી. અને કદાચ ભાવનારૂપે સ્પર્શે છે, તો પણ તેની અંત:કરણ પર સ્થાયી અસર રહેતી નથી.) માટે મેધાવી સાધક, જે કાર્ય મેં પૂર્વકાળે પ્રમાદથી કરી નાખ્યું તે હવે નહિ કરું એવી હૃદયપૂર્વક ભાવના ભાવી સતત જાગરૂક રહે.
મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા એ પાંચ પ્રમાદો કહેવાય છે તે ભયંકર ઝેરો કહેવાય છે. એ તરફ જે બેદરકાર રહે છે, તે દંડાય છે, પીડાય છે અને વારંવાર આધ્યાત્મિક મૃત્યુ પામે છે. અમૃતનું આસ્વાદન પ્રાપ્ત થાય કે ન થાય, પરંતુ સૌ પ્રથમ તો ઝેરનાં સંસર્ગથી દૂર રહેવાનું કોને મન ન થાય ?
અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રોકવાના સાધનરૂપ છે. સંસારનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારનાર સ્ત્રી-પુરુષો જે પાંચ મહાવ્રતોનું પાલન જીવનપર્યંત કરવાનું છે. તેમાં પ્રથમ છે :
(૧) પ્રાણાતિપાત વિરમણ વ્રત
પ્રાણ = જીવ, અતિપાત હિંસા, વિરમણ-અટકવું. જીવહિંસાથી અટકવું, તે પહેલું મહાવ્રત છે. प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ।
૧૩૪
પ્રમાદથી થતા પ્રાણીવધને હિંસા કહેવાય છે.
પ્રમાદ આઠ પ્રકારનાં બતાવવામાં આવ્યા છે.
(૧) અજ્ઞાન (૨) સંશય (૩) વિપર્યાય (૪) રાગ (૫) દ્વેષ (૬) સ્મૃતિભ્રંશ (૭) યોગદુપ્રણિધાન (૮) ધર્મનો અનાદર
આ આઠ પ્રમાદમાંથી ગમે તે પ્રમાદથી ત્રસ કે સ્થાવર, કોઈ પણ જીવની હિંસાથી અટકવું
જોઈએ.
प्राणीवधात् सम्यग्ज्ञान - श्रध्धानपूर्विका निवृत्ति: प्रथम व्रतम् ।
(તાર્યસૂત્ર - અ.૭૦
(પ્રવચનસારોધ્ધારે)
આ હિંસાની નિવૃતિ સમ્યગ્ જ્ઞાન-દર્શન પૂર્વક હોવી જોઈએ. સાધુ મન-વચન-કાયાથી હિંસા
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #18
--------------------------------------------------------------------------
________________
કરે નહિં, કરાવે નહિં, તેમજ અનુમોદે નહિં. પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે એમાં રજમાત્ર સહયોગી થાય નહિં. તમામ મહાવ્રતોનાં ઉચિત પાલનમાં અપ્રમાદ નિષ્ઠા આવશ્યક છે.
स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्या कषायवान् । पूर्वं प्राण्यन्तराणां तु
पश्चात्स्याद्वा न वां बधः ॥
(શ્રી સર્વાર્થ સિધ્ધિ, અ.૭ ગા. ૧૩ ટીકા) અર્થાત્ ઃ પ્રમાદથી યુક્ત કાયવાન આત્મા પ્રથમ તો પોતે જ પોતાની હિંસા કરે છે. પછી અન્ય પ્રાણીઓનો ઘાત થાય કે ન થાય.
અન્ય જીવની આયુ બાકી રહી હોય તો તેને મારી શકાતો નથી. પણ જેણે મારવાના ભાવ કર્યા. એટલા માત્રથી જ તે નિ:સંદેહ હિંસક બની ચૂક્યો અને જ્યારે હિંસાનો ભાવ થયો, ત્યારે તે કષાયવાન થયો. કષાયવાન થવું તે જ આત્મઘાત છે.
પ્રમાદવશતા એ આત્માને ઘાતક-આત્માને હણનારું પ્રથમ પગથિયું છે. હિંસાના ભાવ, મનોહિંસા એ પણ હિંસા જ છે. અનેક કારણોસર એવી હિંસકવૃતિથી કોઈનો ઘાત થાય કે ન થાય, પરંતુ હિંસક ભાવ સેવનારનો તો ઘાત થાય જ છે. એ આત્મઘાત છે. માનવીની શુભ વૃતિઓનું ઉન્મૂલન થાય છે. હિંસક ભાવો તેજાબ જેવા છે. એ તેજાબ અન્ય પર પડે ન પડે, અન્યને બાળે કે ન બાળે, પણ જે પાત્રમાં તેજાબ હોય, એ પાત્રને તો સળગાવે જ છે. નિમિત્ત અને સંજોગો મળતાં એ અન્યને સળગાવે છે. પ્રઝળે છે અને ઘાત કરે છે. પ્રમાદ વિના હિંસકભાવ, હિંસકવૃત્તિ અસંભવ બની જાય. ગૃહસ્થોનાં બાર વ્રતો અણુવ્રતોમાં પ્રથમ છે : સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત.
પ્રાણીનાં પ્રાણ હરવા એ પ્રાણાતિપાત. તેથી હઠવું, નિવૃત્ત થવું તે પ્રાણાતિપાત વિરમણ. પ્રાણાતિપાત અથવા હિંસા પોતે જાતે કરવાથી, બીજા પાસે કરાવવાથી, અનુમોદન કરવાથી કે તેમાં નિમિત્તરૂપ થવાથી થાય છે.
મન - વાણી - શરીરબળ (૩), પાંચ ઈન્દ્રિયો (૮) અને આયુષ્ય (૯), તથા શ્વાસોચ્છવાસ (૧૦) એ દશ પ્રાણ છે.
બીજાનાં કે પોતાના, એમાનાં કોઈ પ્રાણ કે પ્રાણોને પ્રમાદથી કે દુર્બુધ્ધિથી હણવા કે ઈજા પહોંચાડવી એ હિંસા છે.
પ્રમાદ એ જ હિંસા છે, અને અપ્રમાદ અહિંસા. પ્રમાદથી કે દ્વેષથી કોઈને માઠું લગાડવું, કોઈનું અપમાન કરવું, નિંદા-ચુગલી કરવી, કોઈને ભય-ત્રાસ આપવો. ટૂંકમાં બીજાના દિલને દ ુખવવું - દુભવવું એ હિંસા છે. સ્થૂળ ક્રિયા ન હોય છતાં કોઈનું બૂરૂ ચિંતવવું, તેથી પણ હિંસાનો દોષ ઉત્પન્ન થાય છે. જૂઠ, ચોરી, બેઈમાની, ઠગાઈ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, દ્વેષ વગેરે વિકારો બધાં ભારોભાર
અપ્રમાદ
૧૩૫
Page #19
--------------------------------------------------------------------------
________________
હિંસારૂપ હોઈ પાપ છે. મહર્ષિ ઉમાસ્વાતિએ તત્વાર્થસૂત્રમાં અધ્યાય ૭મી ૮મી ગાથામાં કહ્યું છે :
प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा।८। પ્રમત્ત યોગથી, પ્રમાદથી, પ્રાણીના પ્રાણ લેવા એ હિંસા છે. તેમ જ પોતાની અસાવધાનીથી, બેદરકારીથી પ્રાણીની હિંસા થાય એ પણ પ્રમત્તયોગવાળી હિંસા છે. પ્રમત્તદશા ભાવહિંસા છે, અને પ્રાણીનાં પ્રાણનો નાશ કરવો એ દ્રવ્યહિંસા છે.
આઠમું અણુવ્રત છે : અનર્થદંડ વિરમણ.
અનર્થ એટલે નિરર્થક, દંડ એટલે પાપ. અનર્થદંડનો અર્થ થયો : નિરર્થક પ્રયોજન વગર પાપાચરણ વિના પ્રયોજને આત્મા દંડાય. આગOાદ - અર્થ વિના દંડાય. અનો ત્યાગ તે અનર્થદંડવિરમણ
ગૃહસ્થને ઉદ્યોગ અને આરંભી હિંસા વળગેલી છે. વિરોધી હિંસા કરવાનું પણ આવી પડે છે. કુટુંબ નિર્વાહ અર્થે ધનઉપાર્જન અને ઉચિત પરિગ્રહ પણ જરૂરી બની જાય છે. આમ ગૃહસ્થ જીવન બહુ આરંભોથી ભરેલું છે. છતાં આણુવ્રતો અને ઉપકારક વ્રતોનાં ધારણાં એમનાં નિસ્તારના માર્ગ છે. ગૃહસ્થને જ ફરજો બજાવવી પડે છે. સંસાર ટકાવવા જે કરવું અનિવાર્ય અને આવશ્યક હોય છે તે બાબત ઉપર પૂરતું ધ્યાન આપી આ વ્રતથી ડહાપણ ભરેલી સૂચના આપતાં કહ્યું છે : નકામા પાપ ન કરો.
विरतिरनर्थदण्डे, तृतीयं, स चतुर्विध: अपध्यानम्।
प्रमादाचरितम् हिंसाप्रदानम् पापोपदेशश्च ।। પ્રયોજનવિહીન કાર્ય કરવું, કોઈને સતાવવો એ અનર્થદંડ કહેવાય છે. એમાં ચાર ભેદ છે : અપધ્યાન, પ્રમાદપૂર્ણચર્યા, હિંસાનાં ઉપકરણ વગેરે આપવા અને પાપનો ઉપદેશ આપવો એ ચારેનો ત્યાગ. અનર્થદંડ વિરતિ નામક ત્રીજું ગુણવ્રત છે.
પાપોપદેશ ન કરવો, માણસ પોતે જે દુર્બસનમાં ફસાયેલો હોય, તેનો શોખ બીજાને લગાડવા પ્રયત્ન કરે, તે અનર્થદંડ પાપોપદેશ છે. માણસ પોતાની લત ન છોડી શકે, તો યે એણે એ ન વખાણતાં વખોડવું જોઈએ. વ્યસનનો ખેદ હોવો જોઈએ. પ્રજનવશ કાર્ય કરવાથી અલ્પ કર્મબંધ થાય છે. પ્રયોજન શુભ અને શુભહેતુપૂર્વકનું હોવું જોઈએ. પ્રયોજન વગર કાર્ય કરવાથી અધિક કર્મબંધ થાય છે. કારણ કે સપ્રયોજન કાર્યમાં તો દેશ-કાલ આદિ પરિસ્થિતિઓની સાપેક્ષતા રહેલી છે. દેશકાળ-ક્ષેત્ર અને ભાવને લક્ષમાં રાખી ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ થાય છે. પરંતુ નિપ્રયોજન પ્રવૃત્તિ સદા અમર્યાદિતરૂપથી કરાતી હોય છે. જ્યાં લક્ષ્ય નથી. ત્યાં મર્યાદા નથી હોતી.
નિરર્થક જમીન ખોદવી, વ્યર્થ આગ સળગાવવી વગેરે પ્રમાદર્યા અનર્થદંડ છે. રસ્તે ચાલતાં કોઈ જાનવર ઉભું હોય, ગાય કે બળદ હોય, તેને નિ:કારણ વ્યર્થ લાકડી ફટકારી દેવી, કોઈ છોડને
૧૩૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #20
--------------------------------------------------------------------------
________________
મસ્તીમાં જ લાકડી ફટકારવી, વૃક્ષને પથરાં મારવા એ અનર્થદંડ છે. તળાવમાં ફકત ગમ્મત ખાતર પથરો ફેંકવા, વિના કારણે પાણીનો વ્યય કરવો એ અનર્થદંડ છે.
માણસ પોણો કલાક બાથરૂમમાં ન્હાય છે. સત્તર ચોરસ ફૂટની કાયા માટે આખરે કેટલું પાણી જોઈએ ? ધોધની જેમ પાણી વેડફાય છે. મહેમાનોને ગ્લાસ ભરીને પાણી આપીએ છીએ. કેટલા ઘૂંટડા પાણી પિવાય છે ? બાકીનું ખાળમાં ફેંકી દેવાય છે. આ વેડફાટ ગુનાહિત છે. ગ્લાસની સાઈઝ નાની કરવાનું કોઈને સૂઝતું નથી. એક સમયમાં પાણી માટે લોટો વપરાતો અને લોટા પર નાનકડો વાડકો રહેતો. મહેમાન પણ જરૂરી હોય એટલું પાણી લોટામાંથી રેડીને પી લે. - અઢાર પાપસ્થાનકો - છિદ્રોમાં પાપનો આસ્ત્રાવ અટકાવવો તે સંવર. સંવરનો ત્રીજો ભેદ છે અપ્રમાદ. મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા એ પાંચ પ્રમાદો મનુષ્યના દુશ્મન છે. એનાથી નિવૃત્તિ થાય, તો અપ્રમાદ સાધ્ય થાય અને પાપનો સંવર થાય. અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ ને માયામૃષા એ નિંદાનાં જ પ્રકાર છે, પાસાં છે, અને પ્રમાદનાં આવિષ્કાર છે.
અભ્યાખ્યાન : જાણતાં કે અજાણતાં કોઈના ઉપર પણ ખોટું આળ ચડાવવું તેને બદનામ કરવું, આળ - આરોપ મૂકવો. આ અધમ કક્ષાની પ્રવૃત્તિ છે.
પૈશુન્ય : ચાડી ખાવી, ચુગલી ખાવી, કોઈની ગુપ્ત વાત, અંગત વાત ઉઘાડી ન પાડવાની શરતે કહેવામાં - જાણમાં આવી હોય, તે ખુલ્લી કરી દેવી.
પર પરિવાદ : કોઈની નિંદા કુથલી કરવી. બીજાના અવગુણોનું આરોપણ કરી સાચાં ઠેરવવાનો પ્રયત્ન. વાંકુ બોલવું.
માયામૃષા : કપટ કરી જુઠું બોલવું અને તેને સાચું ઠરાવવાની કોશિષ કરવી.
કર્શિવચન : કઠોર ભાષા વાપરવી. દિલ દુભાય એવી રીતે બોલવું. શાસ્ત્રોમાં નિર્દેશ છે કે કઠોર વચન બોલવાથી એક દિવસના ઉપવાસનું ફળ નષ્ટ થાય છે. ખોટું આળ ચડાવવાથી એક મહિનાનાં ઉપવાસનું ફળ નષ્ટ થાય છે. ને શ્રાપરૂપ વચનો ઉચ્ચારવાથી એક વર્ષનાં ઉપવાસનું ફળ નષ્ટ પામે છે.
જિનદર્શને નિર્દેશેલાં નવ તત્વો છે :
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ અને (૯) મોક્ષ
પાંચમું તત્ત્વ છે આશ્રવ તત્ત્વ
આશ્રવ એટલે કર્મોનું આવવું. આ+વ આચારે બાજુએથી અને થવઆવવું તે. અર્થાત આત્મા તરફ કાશ્મણ વર્ગણાના પુલોનું ચારે બાજુથી આકર્ષાઈને આવવું તે આથાવ.
આશ્રવના સામાન્ય પ્રકારે ૨૦ ભેદ છે જેમાં પ્રથમ પાંચ મિથ્યાત્વ, અવિરતિ-અવત, પ્રમાદ, કષાય અને યોગ, જે કર્મબંધના મુખ્ય હેતુઓ છે. ૬ થી ૧૦ પંચમહાવતનાં ભાગરૂપ છે.
અપ્રમાદ
૧૩૭'
Page #21
--------------------------------------------------------------------------
________________
વિશેષ પ્રકારે આશ્રવના ૪૨ ભેદ છે. જેમાં પાંચમો ભેદ છે ક્રિયા. ક્રિયા: કાયિકી, અધિકરણકી વગેરે ૨૫ પ્રકારની ક્રિયાથી પણ પુષ્કળ કર્મોનો આશ્રવ થતો રહે
જેમાં ૧૮મો ભેદ છે : વિદાણીયા ૧૯મો ભેદ છે : આણાભોગી વિદારણીયા : સજીવ કે નિર્જીવ વસ્તુને તોડવી ફોડવી તે. અણાભોગી : ઉપયોગ રહિત શૂન્ય ચિત્તે ક્રિયા કરવી તે.
માનવી પૂળ વસ્તુઓ સાથે કેવો વ્યવહાર કરે છે, તેના પરથી એની સંસ્કારિતાનું માપ નીકલે છે. સ્થૂળ પ્રત્યે આદર, સવ્યવહાર એ સભ્યતાની પારાશીશી છે, ધૂળ કે જડ વસ્તુઓ આપણે સમજીએ છીએ એટલી જડ નથી હોતી. તેમાં પણ સૂક્ષ્મ અણુઓનું પરિવર્તન નિરંતર થયા જ કરે છે. તેની વ્યાખ્યાઓ વૈજ્ઞાનિક દૃષ્ટિએ બદલાતી જાય છે. ધૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ એ ઉર્ધ્વક્રમ રહ્યો છે. નિર્જીવ ભાસતી વસ્તુ સાથે પણ દુર્વ્યવહાર કરાય નહિં.
જર્મનીના આધ્યાત્મિક કવિ રેઈનાર મારિયા રિલ્ક એક કુમળા હૃદયનાં સજ્જન હતા. દરવાજામાં પ્રવેશતાં જો ઠેસ વાગે, કે બારણાં સાથે અથડાય, તો બારણાની માફી માગતા ! બારણું હતું ત્યાં જ હતું, વાગી ગયું તો ચાલનારની જ ભૂલ કહેવાય. માણસને ચલતાં કોઈ પથ્થર સાથે ઠેસ વાગે, ઠોકર લાગે તો માણસ ગુસ્સામાં પથ્થરને જ ખરી ઠોકર મારે ! પથ્થર તો પોતાની જગ્યાએ જ હતો, પણ માણસ બેધ્યાનપણે ચાલતાં પથ્થરને જ ઠોકર મારે છે. પોતાની ભૂલથી વાગે છે, અને સજા પથ્થરને આપે છે.
રિલ્ક અને જર્મન લેખક સ્ટીફાન ઝલીગની ગાઢ મૈત્રી હતી. રિલ્ક ઝવીગ પાસેથી વાંચવા માટે પુસ્તકો લઈ જાય. પુસ્તક પાછું આપે, તો એમ ને એમ ન આપે. એ પુસ્તકને સુંદર ગિફટ પેપરમાં વીંટાળી, લાલ રિબિન બાંધી, જાણે કોઈ ભેટ આપતો હોય, તેમ આદરપૂર્વક પાછુ આપે. આમાં માત્ર જ્ઞાનનો જ નહિ પણ સ્થળનો પણ આદર છે. સ્ટિફાન ઝવીગે જ્યારે પોતાની પત્ની સાથે જળસમાધિ લીધી, ત્યારે રિલ્કનાં બધા ગિફટ પેપરો અને રિબિનો શરીરને વીંટાળીને સમાધિ લીધી.
જ્યારે પુસ્તક જેવી મૂલ્યવાન સંપદા સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ? કોઈનું પુસ્તક લઈ આવીએ, તો પ્રથમ તો પાછું આપવાની વાત જ ન હોય ! ક્યાં મુકાઈ ગયું છે, મળતું જ નથી. અરે મેં પણ હજી વાંચ્યું નથી. આવા મનુષ્ય માત્રએ પ્રમાદનો રસ્તો છોડી પુરુષાર્થનો માર્ગ પસંદ કરવાનો છે.
પ્રમાદથી કોઈ નુકશાન કે કષ્ટ સહન કરવું પડે તે અનિષ્ટ-ત્યાજ્ય છે. દુર્ગુણ છે. ઉત્તમ પરિણામ માટે પુરુષાર્થ કરતાં આવી પડેલું કષ્ટ સહન કરવું, એ પુરુષાર્થ છે અને તેથી ઈષ્ટ છે – સદ્દગુણ છે. કોઈ
૧૩૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રસંગે ખામોશ રહેવાથી, મૌન જાળવવાથી, અક્રિય રહેવાથી ઈષ્ટસિદ્ધિ થતી દેખાય તો એ પ્રસંગનું મૌન, અક્રિયતા, ખામોશી એ પુરુષાર્થ છે. સદ્ગુણ છે. એ પ્રકારની અક્રિયતામાં આંતરશ્રમ છે, પ્રમાદ નહિ. તકલીફ, કષ્ટ કે નુકશાનના ભયથી સેવાતું મૌન, અક્રિયતા એ સર્વ પ્રમાદનાં રૂપો છે અને દુર્ગુણો છે, ત્યાજ્ય છે. એમાં પણ એ પ્રમાદને સદ્ગુણનો - નીતિનો વાઘો પહેરાવી પ્રદર્શન કરવામાં આવે, ત્યારે તે મનુષ્ય ભયંકર ગીધ જેવો મનુષ્ય બની જાય છે.
સામાયિક ક્રિયા શુધ્ધિકરણની ક્રિયા છે.
મંતે ! હે પૂજ્ય ! હે ધ્યેય !
-
प्रतिक्रमामि પ્રમાદને હું પીઠ કરું છું. પ્રમાદથી પાછો ફરું છું. પ્રમાદજન્ય ક્રિયાઓ અને ચૂપકીદિઓને છોડું છું.
નિંમિ - પ્રમાદને અને પ્રમાદજન્ય ક્રિયા-અક્રિયાને નિંદું છું. નિદ્ય માનું છું. રિહામ - પ્રમાદને અને પ્રમાદજન્ય ક્રિયા-અક્રિયાને ગહું છું - ઠપકો આપું છું. અપ્પાળ યોશિમિ - પ્રમાદ સાથે એકરૂપ બનેલા ‘‘હું’’ ને હવે હું અપ્રમત્ત થઈ છોડું છું.
પ્રમાદ, લાલચ કે ભયથી થતી એક ભૂલ જો વારંવાર થતી રહે તો મનુષ્યનું માનસ જ વિકૃત થઈ જાય. તે બનવા ન પામે, ભૂલનું પુનરાવર્તન ન થાય તેટલા માટે પ્રતિક્રમણ ક્રિયા દરરોજ કરવાની માનસિક ક્રિયા યોજી છે. પોતાની બુધ્ધિની રક્ષા ન કરવાથી જ મોટામાં મોટો પ્રમાદ - મોટામાં મોટી આત્મહત્યા થઈ જાય છે.
મોહમાંથી પ્રમાદ ઉદ્ભવે છે. પ્રમાદના નાશથી મોહનાશ તરફ ગતિ થાય છે.
અધ્યાત્મ જ્ઞાનની હયાતીનું પ્રાથમિક લક્ષણ છે ધન પરના મોહનો નાશ. તે પછીનું લક્ષણ છે, શરીર પરના મોહનો નાશ અને તે પછીનું લક્ષણ છે, બુધ્ધિ પરના મોહનો નાશ.
-
ધન, કીર્તિ કે સત્તાની લાલસાને જ ધ્યેય બનાવનારી, એકપક્ષી બુધ્ધિ જ અનિષ્ટ તત્ત્વ છે જે વ્યક્તિ તથા સમાજના આરોગ્યને બાધક છે.
બુધ્ધિની જડતા અને હૃદયની વક્રતા જ સઘળાં રોગોનું મૂળ કારણ છે. સાંપ્રત કાળનાં મનુષ્યની પ્રકૃતિમાં રહેલી આ બે ખામીઓ ભગવાન મહાવીર જોઈ શક્યા હતા અને તેથી કહી ગયા હતા : હે જ્ઞાનના સાધક ગૌતમ ! હવે પછીના મનુષ્યોમાં વક્રતા અને જડતા ખાસ લક્ષણરૂપે હશે. ભગવાનનું આ કથન આજે પણ યથાર્થ - પ્રસ્તુત છે.
આજના પુરુષાર્થીએ કાંઈ કરવાનું હોય, તો તે વક્રતાને તોડવાનું અને જડતાને પિગળાવવાનું જ કામ છે. એ ક્રિયાઓથી પોતાને કે બીજાઓને તાત્કાલિક દુ:ખ કે સુખ થાય, લાભ કે ગેરલાભ થાય એ કશાની ગણતરી કરવી ન પાલવે.
દરેક ક્રિયાને માપવાનો ગજ : પુરુષાર્થ કે પ્રમાદ.
અપ્રમાદ
૧૩૯
Page #23
--------------------------------------------------------------------------
________________ ખ્રિસ્તી લોકો નવા વર્ષની ખુશાલીમાં ગ્લાસ ફોડી નાખે છે! ગ્લાસ તૂટવો એ શુકનવંત લેખાય છે એવી પ્રચલિત માન્યતા છે. પણ તેથી જાણીબૂઝીને ગ્લાસ તોડી પરાણે શુકન ઊભા કરવા? આ કેવો તર્ક છે? પશુના બલિદાન કે નરબલિ પાછળ પણ આવી જ સ્વાર્થીવૃત્તિ રહેલી હોય છે. ગાંધીજીને એક પત્ર આપ્યો. ગાંધીજીએ પત્રનાં બધા પાનાં વાંચી, એને લાગેલી પીન કાઢી એક ડબ્બીમાં સાચવીને મૂકી દીધી ! સમગ્ર પત્રમાં આ જ એક ઉપયોગી વસ્તુ હતી ! ગાંધીજી તો એક નાનકડી ચબરખી સુધ્ધા નકામી જવા દેતા નહિં. સંભાળીને રાખતાં. ઉપયોગમાં લેતા, એમને જે પત્ર આવે, તેનો જવાબ પણ હાંસિયામાં જ લખી એ પત્ર પાછો પાઠવતા. ‘જડ” ની સાથે પણ જડતાથી વ્યવહાર ન થાય. આણાભોગી: ઉપયોગરહિત શૂન્ય ચિને ક્રિયા કરવી તે આણાભોગી. ઉપયોગ વિનાની ક્રિયા તે પ્રમાદ શૂન્યચિત્ત તે પ્રમત્તદશા. કશા પણ પ્રયોજન વિના કંઈક ને કંઈક કર્યા જ કરવું. જે આસન પર બેઠા હોઈએ તેનાં સૂતરનાં તાંતણા કે ચટાઈનાં તાંતણાં ખેંચીખેંચી તોડ્યા કરવાં. હાથમાં બોલપેન હોય, તેની ચાંપ ને દાબી સતત ઉઘાડ-બંધ કરતા રહેવું, કોઈ વસ્તુને નિષ્કારણ ફટકારતા રહેવું. આ તમામ ચેષ્ટાઓ વિક્ષિપ્ત અશાંત મન તેમજ દુર્ગાનનાં જ પ્રક્ષેપણ રૂપ છે. આમ, જૈન ધર્મમાં વિવિધ દૃષ્ટિકોણથી પ્રમાદના સ્વરૂપની વિચારણા કરવામાં આવી છે એ વિચારમાં ઘણી સૂક્ષ્મ અને વિશદ છે. અપ્રમત દશા વિના જીવ કેવળજ્ઞાન તરફ, મોક્ષપ્રાપ્તિ તરફ ગતિ કરી શકતો નથી. માટે અધ્યાત્મરુચિવાળા જીવે ધૂળ કે સૂક્ષ્મ પ્રમાદ ન કરવા તરફ લક્ષ આપવું એ એનું કર્તવ્ય બની રહે છે. . 140 શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ