SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આ આરોહણ ક્રમમાં પ્રમાદની કેટલી પ્રબળતા છે, તે અસંદિગ્ધપણે અનેક રીતે દર્શાવેલી છે, જેને હળવી રીતે લેવાની નથી. અપ્રમત્તસંયમ ગુણસ્થાનક પછી બે શ્રેણીઓનો પ્રારંભ થાય છે, ઉપશમ અને ક્ષપક. ઉપશમ શ્રેણીવાળા તપસ્વી મોહનીય કર્મના ઉપશમ કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચડ્યા પછી ફરી મોહનીય કર્મનો ઉદય થવાથી નીચે પડી જાય છે. ક્ષપક શ્રેણીવાળા મોહનીય કર્મના સમૂળગા ક્ષય કરતાં આગળ વધતા જાય છે અને પરિણામે મોક્ષ પ્રાપ્ત કરે છે. ગુણસ્થાનકો મોક્ષના લક્ષ્ય સુધી પહોંચવા માટેની નિસરણી છે. આ શ્રેણી ચઢતાં જરા પણ ગાફેલ રહે, તો નીચે પડતાં પડતાં પહેલે પગથિયે પણ જઈ પડાય. અગિયારમાં પગથિયે પહોંચેલાને પણ મોહનો ફટકો લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલે જરા પણ પ્રમાદ ન કરવાનો આદેશ આપ્યો છે. બારમેં પગથિયે પહોંચ્યા પછી પડવાનો ભય રહેતો નથી. આઠમે-નવમે પગથિયે મોહનો ક્ષય શરૂ થયા પછી પડવાનો ભય બિલકુલ ટળી જાય છે. ૧૧મે પહોચેલાને પણ નીચે પડવાનું થાય છે, તે મોહનો ક્ષય નહિ, પણ ઉપશમ કર્યો હોવાને કારણે. પણ જો આઠમે-નવમે મોહનો ઉપશમ નહિં, પણ ક્ષય કરવાની પ્રક્રિયા પ્રારંભ થઈ જાય, તો પછી નીચે પડવાનું અસંભવિત બની જાય છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ત્રણ યોગોનું પ્રતિપાદન કરેલું છે. (૧) ઈચ્છાયોગ (૨) શાસ્રયોગ (૩) સામર્થ્ય યોગ. (૧) ઈચ્છાયોગનું વર્ણન કરતાં આચાર્ય કહે છે : જ્ઞાની પુરુષો શાસ્ત્રાનુસાર અનુષ્ઠાનની ઈચ્છા ધરાવે છે... પણ પ્રમાદથી, અસાધનાથી... એમના ધર્માનુષ્ઠાન વિકલ, અર્થાત દોષયુક્ત થાય છે, હોય છે. આ પણ ઈચ્છવાયોગ્ય છે ! સદિચ્છાને પણ પ્રાથમિક, પ્રારંભિક અવસ્થામાં એમણે યોગને પ્રવેશ આપ્યો છે ! (૨) બીજો છે : શાસ્રયોગ. ગ્રંથકાર કહે છે : शास्त्रायोगास्तिह ज्ञेयो અપ્રમાદ कर्तुमिच्छो: श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः स इच्छायोगः उच्यते ॥ Jain Education International यथा शकत्यs प्रमादिनः । श्राधस्य तीव्रबोधेन वचसाऽविकलस्तथा ॥ For Private & Personal Use Only ૧૩૩. www.jainelibrary.org
SR No.230011
Book TitleApramad
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy