SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આવાં અનેક દષ્ટાંતો કથાઓ આપણા તેમજ અન્ય શાસ્ત્રોમાં તો છે જ, પરંતુ આપણી આસપાસની દુનિયામાં છે. બહાર દૃષ્ટિ પણ કરવાની જરૂર નથી. આપણાં મનનાં ખૂણામાં આત્મનિરીક્ષણ કરી તપાસીએ, તો પણ જોવા મળશે કે અણીને વખતે હેજ પ્રમાદથી આપણે લક્ષ્ય ચૂકી ગયાં. કણનો પણ વિવેક અને ક્ષણનો પણ વિવેક એ સાધનામય જીવન જીવવાને સોનેરી મંત્ર છે. કાળ કોઈની ખેવના કરતો નથી, કોઈ માટે થોભતો નથી. એક એક ક્ષણ અણમોલ છે. દુનિયાભરની સંપત્તિથી પણ વીતી ગયેલી એક ક્ષણ માત્ર પણ શ્રીમંત માણસ ખરીદી શકતો નથી. છેલ્લે આણીને ટાંકણે પણ જરી ઝોકું કે ઝોલું આવી ન જાય, એટલા માટે ભગવાને સખત ચેતવણી આપી છે કે હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રસાદ કરીશ નહિ. अकलेवर सेणिं उस्सिया, सिद्धं गोयम ! लोयं गच्छसि। खेमं च सिवं अणुत्तरं, समयं गोपम! मा पमायए॥३५॥ હૈ ગૌતમ ! તું મુનિધર્મ વાળા છ ગુણસ્થાનકે પ્રવર્તે છે. હવે અપ્રમાદી થઈ જા. પ્રમાદ છોડી સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અંતર શત્રુઓને એટલે કે કષાય, વિષય, કે જે અવ્યકત પડયા છે, તેનો ક્ષય કરતો #પક શ્રેણીમાં ચડ. તે શ્રેણીને ચડીને તું સિદ્ધલોકને વિષે જરૂર પહોંચીશ. માટે હે ગૌતમ તું ક્ષણ માત્રનો પ્રમાદ કરીશ નહિ. પ્રમાદ છોડી તું અપ્રમાદી બની જા. बध्धे परि-निव्वुडे चरे, गामगए नगरे व संजए। खन्ती-मग्गं च बूहए, समयं गोयम मा पणायए॥३६॥ પ્રબુદ્ધ અને નિવૃત સાધુઓ સંયમ તત્વને બરોબર ઓળખીને ગામ અને નગર વિષે વિચરે છે. ભવ્યજનોને પરમશાંતિનો માર્ગ ઉપદેશે છે. (આત્માની પરમશુદ્ધિ તે જ સર્વોત્તમ મુકિત છે. તે જ કલ્યાણકારી છે અને સર્વ પ્રકારનાં ઉપદ્રવરહિત છે.) માટે હે ગૌતમ સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. અપ્રમાદી બની જા. बुद्धस्स निसम्म भासियं, सु वुहिय मदु पक्षोव- सोहियं । रागं दोसं च छिन्दिया, सिध्धगईं गए गोयमे ॥३७।। ૧૨૮ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230011
Book TitleApramad
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy