Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 18
________________ કરે નહિં, કરાવે નહિં, તેમજ અનુમોદે નહિં. પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે એમાં રજમાત્ર સહયોગી થાય નહિં. તમામ મહાવ્રતોનાં ઉચિત પાલનમાં અપ્રમાદ નિષ્ઠા આવશ્યક છે. स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्या कषायवान् । पूर्वं प्राण्यन्तराणां तु पश्चात्स्याद्वा न वां बधः ॥ (શ્રી સર્વાર્થ સિધ્ધિ, અ.૭ ગા. ૧૩ ટીકા) અર્થાત્ ઃ પ્રમાદથી યુક્ત કાયવાન આત્મા પ્રથમ તો પોતે જ પોતાની હિંસા કરે છે. પછી અન્ય પ્રાણીઓનો ઘાત થાય કે ન થાય. અન્ય જીવની આયુ બાકી રહી હોય તો તેને મારી શકાતો નથી. પણ જેણે મારવાના ભાવ કર્યા. એટલા માત્રથી જ તે નિ:સંદેહ હિંસક બની ચૂક્યો અને જ્યારે હિંસાનો ભાવ થયો, ત્યારે તે કષાયવાન થયો. કષાયવાન થવું તે જ આત્મઘાત છે. પ્રમાદવશતા એ આત્માને ઘાતક-આત્માને હણનારું પ્રથમ પગથિયું છે. હિંસાના ભાવ, મનોહિંસા એ પણ હિંસા જ છે. અનેક કારણોસર એવી હિંસકવૃતિથી કોઈનો ઘાત થાય કે ન થાય, પરંતુ હિંસક ભાવ સેવનારનો તો ઘાત થાય જ છે. એ આત્મઘાત છે. માનવીની શુભ વૃતિઓનું ઉન્મૂલન થાય છે. હિંસક ભાવો તેજાબ જેવા છે. એ તેજાબ અન્ય પર પડે ન પડે, અન્યને બાળે કે ન બાળે, પણ જે પાત્રમાં તેજાબ હોય, એ પાત્રને તો સળગાવે જ છે. નિમિત્ત અને સંજોગો મળતાં એ અન્યને સળગાવે છે. પ્રઝળે છે અને ઘાત કરે છે. પ્રમાદ વિના હિંસકભાવ, હિંસકવૃત્તિ અસંભવ બની જાય. ગૃહસ્થોનાં બાર વ્રતો અણુવ્રતોમાં પ્રથમ છે : સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત. પ્રાણીનાં પ્રાણ હરવા એ પ્રાણાતિપાત. તેથી હઠવું, નિવૃત્ત થવું તે પ્રાણાતિપાત વિરમણ. પ્રાણાતિપાત અથવા હિંસા પોતે જાતે કરવાથી, બીજા પાસે કરાવવાથી, અનુમોદન કરવાથી કે તેમાં નિમિત્તરૂપ થવાથી થાય છે. મન - વાણી - શરીરબળ (૩), પાંચ ઈન્દ્રિયો (૮) અને આયુષ્ય (૯), તથા શ્વાસોચ્છવાસ (૧૦) એ દશ પ્રાણ છે. બીજાનાં કે પોતાના, એમાનાં કોઈ પ્રાણ કે પ્રાણોને પ્રમાદથી કે દુર્બુધ્ધિથી હણવા કે ઈજા પહોંચાડવી એ હિંસા છે. પ્રમાદ એ જ હિંસા છે, અને અપ્રમાદ અહિંસા. પ્રમાદથી કે દ્વેષથી કોઈને માઠું લગાડવું, કોઈનું અપમાન કરવું, નિંદા-ચુગલી કરવી, કોઈને ભય-ત્રાસ આપવો. ટૂંકમાં બીજાના દિલને દ ુખવવું - દુભવવું એ હિંસા છે. સ્થૂળ ક્રિયા ન હોય છતાં કોઈનું બૂરૂ ચિંતવવું, તેથી પણ હિંસાનો દોષ ઉત્પન્ન થાય છે. જૂઠ, ચોરી, બેઈમાની, ઠગાઈ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, દ્વેષ વગેરે વિકારો બધાં ભારોભાર અપ્રમાદ Jain Education International For Private & Personal Use Only ૧૩૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23