Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ભગવાન મહાવીરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો.પ્રભુ! અમે શું કરીએ અને શું ન કરીએ ? ભગવાને કહ્યું જે કાંઈ કરે, તે જાગ્રત રહીને કરજો ! ભગવાને એક વાક્યમાં સાર કહી દીધો .. જે પણ કંઈ કરો તે અપ્રમત્તદશામાં કરો. પ્રમાદવશ નહિ, તો પાપકર્મ ન બંધાય. અપ્રમત્ત સાધક કદી દુષ્કર્મોમા પ્રવિટ ન થાય. એવાં કર્મોથી ન લેપાય. જે જાગૃત છે, એના માટે ખરાબ કર્મ, વિચારવાં, બોલવાં કે આચરવાં અશક્ય બની જાય. એટલે જ છેવટે સુધી સાધકને અપ્રમત્ત દશામાં, સતત જાગૃતિની અવસ્થામાં રહેવાનું સૂચવાયું છે. ચોથા ગુણસ્થાનક પછીનાં ગુણસ્થાનકો સમ્યગદર્શન વાળાં જ હોય છે, કારણકે એમાં ઉત્તરોત્તર વિકાસ અને દૃષ્ટિની શુદ્ધિ અધિકાધિક થતી રહે છે. મોહની પ્રધાન શકિત, દર્શન મોહનીયનો ક્ષયપશય કરી લીધા પછી પણ જયાં સુધી મોહની બીજી શક્તિ, ચારિત્રમોહનીયનો ક્ષયપશય જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી સ્વરૂપ - સ્થિતિ પ્રાપ્ત થતી નથી. જ્યારે આત્મા ચારિત્રમોહને અંશતઃ શિથિલ કરે છે, ત્યારે આત્માની વિશેષ ઉન્નતિ થાય છે. અંશત: સ્વરૂપ સ્થિરતા અને પરપરિણતિ ત્યાગ થવાથી આ ગુણસ્થાનકે આત્માને સવિશે, શાંતિ મળે છે. સમ્યગ્દષ્ટિપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રતોનું યશોચિત પાલન કરવું, એ દેશવિરતિ છે. સર્વથા નહિ, પાર દેશતઃ અર્થાત અંશતઃ વિરતિ એટલે ચોક્કસપણે પાપયોગથી વિરત થવું મર્યાદિત વિરતિ, પાપ વ્યાપારોનો સર્વથા ત્યાગ નથી થતો. આ ગુણસ્થાનકે જવ અનેક ગુણોથી સુશોભિત બને છે. જિનેન્દ્રભકિત, ગુરુઉપાસના, અન્ય જીવો પર અનુકંપા, સુપાત્ર દાન, સન્શાસ્ત્રનું શ્રવણ, બાર વ્રતોનું પાલન, વગેરે બાહ્ય-અત્યંતર ધર્મ આરાધનાથી વિકાસશીલ જીવાત્માનું જીવન શોભાયમાન બને છે. છઠું પ્રમત્તસંયત ગુણસ્થાનક. व्यक्ताव्यक्त प्रमादे यो वसति। प्रमत्तसंयतो भवति॥ सकल गुण शीलकलितो, महाव्रती चित्रंलाचरण ः॥ (સમાગસુત્ત-પપ૪) અર્થાત જેણે મહાવ્રત ધારણ કરી લીધા છે, સકળ શીલ ગુણથી સમન્વિત થઈ ગયો છે, છતાં હજી જેનામાં વ્યક્ત-અવ્યકતરૂપમાં પ્રમાદ શેષ છે, એ પ્રમત્ત સંયત ગુણસ્થાનવર્સી કહેવાય છે. એનું વતાચરણ કિંચિત સદોષ હોય છે. મહાવ્રતધારી સાધુજીવનનું આ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાને આત્મામાં પૌગલિક ભાવો પ્રત્યે મૂછ નથી રહેતી સાધક આત્મા સ્વરૂપની અભિવ્યકિત કરવામાં તલ્લીન રહે છે. આ ગુણસ્થાનકે આત્માકલ્યાણની સાથે લોકકલ્યાણની ભાવના અને તદનુસાર પ્રવૃત્તિ પણ રહે છે. જેને કારણે ક્યારે-જ્યારે થોડા ઘણાં પ્રમાણમાં પ્રમાદ આવી જાય છે. શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23