Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 12
________________ પરમબુધ્ધ મહાવીરે સુભાષિત અને ઉપમાંના દૃષ્ટાંતોથી અલંકૃત થયેલી વાણી સાંભળવાથી ગૌતમ સ્વામીજી રાગદ્વેષને છેદીને દ્રવ્ય અને ભાવથી સિદ્ધિગતિને પામ્યા. કેનેથ વોકરે પોતાના પુસ્તકની અર્પણ નોધમાં લખ્યું : To the disturber of my sleep : ઉઘમાં ખલેલ પહોંચાડનારને .... જાગૃત કરનારને ! એક દંતકથા એવી છે કે ભગવાન મહાવીરને જીવનનાં અંતે પ્રશ્ન પૂછાયો બસ હવે એક જ સૂત્ર એવું કહો, એક જ શીખામણ એવી આપો કે જીવનભર અમને સુખ અને શાંતિનાં પ્રદેશમાં લઈ જાય! ભગવાન ધ્યાનમાં સરી પડ્યા. ઊંડા ઊતરી ગયા અને થોડી વારે બોલ્યા : जागरह नरा ! णिच्वं, जागरमाणस्स बड्ढते बुध्धो । सधन्न, जो जग्गति सो सया धन्नो ॥ અર્થાત્ મનુષ્યો ! સતત જાગૃત રહો. જે જાગે છે, એની બુદ્ધિ વધે છે. જે સૂએ છે, એ ધન્ય નથી, ધન્ય એ છે, જે સદા જાગતો હોય છે. હે મનુષ્ય જાગ ! जागृत नरा: नित्यं रमाणस्य वर्द्धते बुद्धि: । યઃ પિત્તિ ન મળે ધન્ય:, યઃ નાગતિ સ સવા ધન્ય આ વચનો શાસ્ત્રોમાં નોધાયેલાં છે. પણ દંતકથા એવી છે કે આ સૂત્ર બોલ્યા પછી ભગવાન કશું બોલ્યા જ નથી ! જયંતી શ્રાવિકાએ ભગવાન મહાવીરને પૂછયું પ્રભુ ! જાગવું સારું કે સૂવું ? ભગવાને કહ્યું બન્ને. ધર્મી જીવ માટે જાગવું સારું અને અધર્મીને માટે સૂવું સારું. ભગવાને અનેકાન્ત દૃષ્ટિથી સુંદર જવાબ આપ્યો. જે અધર્મમા વ્યસ્ત છે, તે સૂએ એજ સારું એટલો અધર્મ ઓછો થાય. દા.ત., એક ચોર રાતે જાગે છે. ચોરી કરવા માટે આવા ચોર માટે તો રાત્રે સૂવું જ સારૂં. અપ્રમાદ જ્યારે ધર્મપ્રત્યે જે અભિમુખ છે, એને માટે તો જાગવું જ સારૂં. એવો જીવ જો પ્રમાદમાં સરી પડે, જાગૃતિ-જાગરૂકતામાંથી ભ્રષ્ટ થઈ જાય, તો તે જીવને જ હાનિ પહોંચે છે. આવો સાધક ખરાબ કામ ન કરે, પણ જો જાગૃતિ ન સેવે, તો ધર્મારાધનાથી વંચિત રહી જાય. Jain Education International For Private & Personal Use Only ૧૨૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23