Book Title: Apramad Author(s): Nemchand Gala Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 8
________________ હિંસામાંથી, તમસ્માંથી, અંધકારમાંથી પ્રમાદનો ઉદ્ભવ થાય છે. પ્રમાદની ભૂમિમાં કષાયના છોડ ઊગે છે. બે પ્રકારના માણસો હોય છે. એક જે અંધકારમાં પણ જાગે છે, અને બીજા જે પ્રકાશમાં પણ ઊંઘતા હોય છે. પ્રમાદ અને અપ્રમાદનો આ જ ભેદ છે. ‘સમય માત્રનો પ્રમાદ ન કર' માં સમયનો સાદો અર્થ છે કાળ. જૈન પારિભાષક અર્થમાં સમય એટલે કાળનું નાનામાં નાનું, છેલ્લું અવિભાજય એકમ અથવા યુનિટ આંખનાં એક પલકારામાં આઠ કરતાં પણ વધારે સમય વીતી જાય છે. દૃષ્ટાંતોથી એવી રીતે સમજાવી શકાય, કે ફૂલની સો કે હજાર પાંખડીઓ સાથે રાખીને ક્ષણ માત્રમાં સોયથી કોઈ આરપાર વીંધી નાખે, તો તેમાં એક પાંખડીમાંથી પસાર થઈને સોય બીજી પાંખડીમાં પ્રવેશે, એટલો સૂક્ષ્મતમ કાળને સમયની સંજ્ઞા આપવામાં આવી છે. વળી કોઈ માણસ એક લાંબા જીર્ણ વસ્રને એક ઝાટકે નિમિષમાત્રમાં ફાડી નાખે, તો એક તાંતણો તૂટ્યા પછી બીજો તાંતણો તૂટે એની વચ્ચેનો સમયગાળો કેટલો ? તેટલા સૂક્ષ્મકાળને માટે સમય શબ્દ વાપરી શકાય. ઉત્તરાધ્યયનમાં દસમાં અધ્યાય-દુમપત્રક-વૃક્ષનું પાંદડુમાં પ્રથમ ગાથામાં જ કહ્યું છે. જેમ રાત્રિઓ વીતતાં વૃક્ષનાં પાંદળાં પીળાં થઈ ખરી પડે છે, તેમ મનુષ્યજીવનનો પણ ગમે ત્યારે અંત આવી જાય છે. મનુષ્યજીવન ક્ષણભંગુર અને અશાશ્વત છે, એમ સમજી હે ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. ટુમ પત્તÇ - પંડુયશ્ નન્ના, निवडइ राइगणाण अज्जए । एवं मणुयाण जीवियं સમય ગોયમ ! મા પમાયÇ II ( IT. I) માનવભવ મળ્યા પછી પણ યથાર્થ સાચો ધર્મ મળવો કઠિન થઈ પડે છે. ભોગ ભોગવવાની અતૃપ્ત વૃત્તિ તો દરેક જન્મમાં બાકી જ રહે છે. કોઈ કાળે પરિતૃતિ પામતી જ નથી. માટે જાગૃત અને વિવેકી આત્માએ મનુષ્યજીવનના અલ્પ કાળમાં ધર્મને સાધી લેવો એ જ કર્તવ્ય છે. માટે ભગવાન મહાવીરે માત્ર ગૌતમને જ નહિ, પણ સમસ્ત વિશ્વની માનવજાતને ઉપદેશ આપ્યો છે કે આત્મસાધનામાં ક્ષણ માત્રનો સમય માત્રનો પ્રમાદ ન કરવો. એક તબકકે, એક સમયે એક અવસ્થામાં લાંબુ લાગતું જીવન સરવાળે પરપોટા જેવું સાબિત થાય છે. અલપઝલપમાં જ મનુષ્ય જીવનની સંધ્યાએ પહોંચી જાય છે. એટલે જ મનુષ્યપણાનો એક સમય એક ક્ષણ પરમ મૂલ્યવાન છે. એનું વૈશિષ્ટય એટલે મોક્ષની અપ્રમાદ Jain Education International For Private & Personal Use Only ૧૨૫ www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23