Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 6
________________ હૃદયની એકાંત ગુહામાં શાંતિ જડતી નથી, ચેન પડતું નથી, ત્યારે સંગ શોધે છે. આ સંગ કોઈ સત્સંગ નથી હોતો. આ માત્ર કુછંદ હોય છે. હેતુવિહીન પછી વાતચીત વાર્તાલાપ ચાલે છે. એ માત્ર મોજશોખનો વિનોદ છે. સમય ગાળવાનું એક સાધન બહાનું છે. એકાંત ખાઈ ન જાય તે માટેના ગપ્પાં જ હોય છે. જેનું આયુષ્ય ચોવીસ કલાકનું જ હોય છે એવી ઘટનાઓ વાતો જે છાપાંમાં આવતી હોય છે, એની ચર્ચા ક્યારેક ઉગ્ર ચર્ચામાં કે સિનેમાના વિશ્લેષણમાં કે કોઈની નિંદા કુથલીમાં કે પોતાના અહંમને છતી કરતી વાતોમાં નિરર્થકપણે સમય હારાઈ જાય છે અને માણસ મગજમાં કચરો ભરી, પેટમાં કચરો ભરી પાછો ફરતો હોય છે. માણસ એકાંતથી ડરે છે. એ એકક્ષણ પણ એકલા રહેવા માંગતો નથી, કારણકે એકાંતમાં એને પોતાની સાથે જ મુલાકાત થઈ જાય છે. મુલાકાત જ નહિં, પણ મુકાબલો. ત્યારે અંદરવાળો એને સત્તર સવાલ પૂછે છે, જેનો માણસ પાસે જવાબ હોતો નથી. એકાંત સમયની નીરવતા એની આંખો સમક્ષ પોતાની જ વસ્ત્રાલંકાર વિહોણી વરવી છબિ પ્રગટાવે છે એ છબિ જેનાથી એ હમેશાં ભાગતો હોય છે. આ જ દોડ માણસને પીઠા સુધી કે કોઠા સુધી લઈ જાય છે. સમયને હાવાના સાધન તરીકે નહિ, પળ પળ જીવવાના સાધન તરીકે ઉપયોગમાં લેવા યોગ્ય મિત્રોને શોધો. શોધતા રહો. આચારાંગસૂત્રમાં કહ્યુ છે કે જેના સંગથી સત્ય તરફ દૃષ્ટિ ઢળે, તે સત્સંગ. ઉપનિષદમાં કહ્યું છે. સત્યાત ન પ્રમાદિતવ્યમ્ ધર્માત ના પ્રમાદિતવ્યમ્ કુશલાત ન પ્રમાદિતવ્યમ્ ભૂ ન પ્રમાદિતવ્યમ્ સ્વાધ્યાય પ્રવચનાભ્યાં ન પ્રમાદિતવ્યમાં દેવપિતૃ કાર્યાભ્યાં ન પ્રમાદિતવ્યમ્ | અર્થાત સત્યમાં પ્રમાદ કરીશ નહિ. ધર્માચરણમાં પ્રમાદ કરીશ નહિ, સ્વાથ્ય સાચવવામાં પ્રમાદ કરીશ નહિ. ઉન્નતિના માર્ગે આળસ કરીશ નહિ. સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ કરીશ નહિ દેવ અને પિતૃના કાર્યમાં પ્રમાદ કરીશ નહિ. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું હે ભગવન્! ધર્મકથા સાંભળવાથી શું લાભ થાય? ભગવાને કહ્યું, હે ગૌતમ! ધર્મકથા સાંભળવાથી સાંભળનારની તેમજ સંભળાવનારની બેઉનાં કર્મની નિર્જરા થાય છે. ગીતામાં શ્રીકૃષણ કહે છે तपस्त्वज्ञानजं विद्रि मोहनं सर्वदेहिनाम् । प्रमादालस्यनिद्रा भिस्तन्निबद्दनाति भारत॥ ૧૨૩ અપ્રમાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23