Book Title: Apramad
Author(s): Nemchand Gala
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 9
________________ સાધનાના કારણરૂપ હોવાથી તેને મોક્ષની સાધન કહ્યું છે. સૃષ્ટિની તમામ જીવરાશિમાં મનુષ્ય ટોચ પર છે. મનુષ્ય જ બુદ્ધિ, વિવેક અને પ્રજ્ઞાથી વિભૂષિત છે. સાધના અર્થ જ એનો મહિમાં છે. નહિતો પશુના દેહ જેટલી પણ તેની કિંમત નથી. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં મનુષ્યદેહની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે. શરીર ધર્મની આરાધના-સાધના માટેનું માધ્યમ છે. અને એજ અપેક્ષાએ મનુષ્યદેહને શુભ કહ્યો છે. બાકી તો માટીની માટી જ છે. જેનાં વડે ઊંચામાં ઊંચુ કામ લઈ શકાય એવું કોઈ શરીર હોય, તો તે માનવશરીર છે. એને આળસુ એદી બનાવાય નહિં, એને પ્રમાદવશ પાપથી અભડાવાય નહિ, એની સાથે ચેડાં ન કરાય. મંદિરની જેમ સ્વચ્છ અને પવિત્ર રાખવાની અપેક્ષાએ જ સર્જનહારે તે આપણને સોપ્યું છે. પાંદડાનું જ પ્રતીક લઈ બીજી ગાથામાં ભગવાન કહે છે : कुसंग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥ જેમ દાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ પડવાની તૈયારીમાં રહે છે, એક ક્ષણ માત્ર ટકીને સરી પડે છે, તેવી રીતે મનુષ્યનું જીવન પણ પડવાની તૈયારીમાં જ રહે છે. ઘણું અસ્થિર અને ટૂંકું છે. અલ્પ સમય જ ટકે છે. માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ કરીશ નહિં, કોઈ પ્રમાદ સેવવો યોગ્ય નથી. જીવન ક્ષણભંગુર છે. રવીન્દ્રનાથ ટાગોર આ જ વાત કવિતામાં કહે છે : Let your Life lightly dance on the edges of Time, like a dew drop on the tip of a leaf. ટાગોરે અવશ્ય ઉત્તરાધ્યયન સૂત્ર વાંચ્યું હશે ! ક્ષણભંગુરતા વિષે સૂત્રોમાં કહ્યું છે : જન્મ સાથે મૃત્યુ જોડાયેલું છે, અને યૌવન ડહાપણ સાથે. લક્ષ્મી ચંચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભંગુર છે, અનિત્ય છે. સંસારમાંની બધીજ વસ્તુઓ અંગેની અનિત્યતા, ક્ષણભંગુરતા ખાસ કરીને જૈનદર્શન અને બૌદ્ધદર્શનમાં સ્પષ્ટપણે અને ભારપૂર્વક દર્શાવવામાં આવી છે. જન્મ સાથે મૃત્યુ જોડાયેલું છે. મૃત્યુ એ કોઈ અલગ ઘટના નથી. It in not an event, but a Process. ૧૨૬ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23