Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 230
________________ જો રાજવી નારી મનમાંહે, અંગ ધરી શંકર પ્રાહે તો કર ઝાલતા સ્યુ થાઇ...(૩) હું. તુમ કરતિ બલિ આવસ્ય, મુને લોકડીયાં ચૂંટી લેસ્ય કહે અમૃત કોઈ મયણા દેશ...(૪) હું. ઢાળ-૨૩ અરે નિસનેહી નેમ નિહેજા નાથ કરી નિદાની,તે ભલી કરી નિજ નારી તજી, વાત પશુની માની, તુઝ મનમાં હુંતિ વહેલો, તો નિસપતિ નવિ કરતી મહિલા, હવે નાગૌ થઈ કાઢે ગહિલો...(૧) અ. તારૂં એહમાં કાંઈ નહીં જાટ્ય, સાપિણ વિષકન્યા કહેવાસ્ય ઇમ જગમાંહી કહીવાત થાસ્ય...(૨) અ. તે પ્રેમ કલ્પતરૂ કાતરીઓ, વલી યોગ કનકતરૂ તે ધરીઓ પણ તો આ ભવ તું વરીઓ...(૩) અ. બહુ મોહદશા ઈંમ મન ભાવી, ઈંમ કરતાં સમદશા લાવી, કહે અમૃત પીઉ પાસે આવી...(૪) અ. ઢાળ-૨૪ પ્રભુ હિતકારી સંજમ આપી થાપી શિવપદ નારી જાઉં બલિહારી, નવમે ભવ જિનરાજૈ, પહિલા તારી સહસાવન સગલી સિદ્ધ જોડી, શિવ પહોતા કરમ ભરમ તોડી, નેમ રાજુલ અવિચલ થઇ જોડી...(૧) પ્ર. મિલી ગોપી સંવાદ સુણાયો છે, શ્રી નેમ વિવાહ મનાયો છે, તે અધિકાર બનાયો છે...(૨) પ્ર. કીઓ ઓગણ ચાલીશ અઢારે, કાતિવાદી પંચમી રવિવારે એ ચોવીશ ચોક ચતુરધારે..(૩) પ્ર. મુનિ રત્નવિજય પંડિત રાયા, બુધ શીશ વિવેક વિજય ભાયા, તસ સીસ અમૃતવિજય ગુણગાયા...(૪) પ્ર. || ઈતિ શ્રી નેમનાથ રાજીમતીનાં ચોવીશ ચોક સંપૂર્ણ || લિ. પ્રેમચંદ સંદર્ભ : જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પા. ૩૧૮. ૧. મેણા. ૨૦૧ નેમનાથ રાજીમતીના ચોવીશ ચોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258