Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 237
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः यः शाब्दप्रमाणस्यापि विषयः कल्प्येत । नापि परोक्षऽर्थस्तस्य विषयो, यतोऽन्वयव्यतिरेकनिश्चिततन्नान्तरीयकार्थदर्शनात्परोक्षस्यार्थस्य प्रतिपत्तिः यथा धूमदर्शनाद् वह्नः, अन्यथाऽतिप्रसङ्गात् । न चार्थेन सह शब्दस्य नान्तरीयकता अन्वयव्यतिरेकाभ्यां निश्चिता, प्रतिबन्धाभावात्, तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः । तथाहि-अर्था बाह्या घटादयो न रूपं शब्दानां, नापि शब्दो रूपमर्थानां, तथाप्रतीतेरभावत्, तत्कथमेषां तादात्म्यं ? येन कृतकत्वानित्यत्वयोरिव व्यवस्थातो भेदेऽपि नान्तरीयकता स्यात् । अपि च तादात्म्याभ्युपगमे क्षुरिकानलाचलादिशब्दोच्चारणे वदन વિષય બને. જે પ્રત્યક્ષ વિષય છે, તેનો બોધ આ જ પ્રકારે થાય છે, અન્ય કોઈ પ્રકારે નહીં. અને એ પ્રત્યક્ષ વિષયના અન્વય અને વ્યતિરેકને અનુસરનારું ફુટ પ્રતિભાસવાળું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે; કેમકે તેનો શેય (=વિષય) પ્રત્યક્ષ છે. આમ, પ્રત્યક્ષ અર્થ અનેક પ્રકારના બોધનો વિષય નથી. તેથી તેને શાબ્દપ્રમાણના વિષય તરીકે કલ્પી શકાય નહીં. વિષયનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણથી જે પ્રકારે થતું હોય, તેના કરતાં ભિન્ન પ્રકારે જો શાબ્દપ્રમાણથી થતું હોય, તો જ શાબ્દપ્રમાણને પ્રત્યક્ષપ્રમાણથી અલગ સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારી શકાય. પણ પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યક્ષ સિવાય અન્ય કોઈ પ્રકારે જ્ઞાન સંભવતું નથી. તેથી પ્રત્યક્ષ વસ્તુ શાબ્દજ્ઞાનના વિષય તરીકે સિદ્ધ નથી. તે જ પ્રમાણે પરોક્ષ અર્થ પણ શાબ્દજ્ઞાનનો વિષય નથી. “અન્વય અને વ્યતિરેક દ્વારા નિશ્ચિત કરાયેલા તદ્અવિનાભાવી (=અવશ્ય સહચારી) પદાર્થના દર્શનથી જ પરોક્ષ અર્થનું જ્ઞાન થાય છે. પરોક્ષ અર્થના જ્ઞાનનો આ જ પ્રકાર છે.' તાત્પર્યઃ અન્વય-વ્યતિરેકથી જે પદાર્થનો જેની સાથે અવિનાભાવ નિશ્ચિત કર્યો હોય, તે પદાર્થના દર્શનથી તે અન્ય પરોક્ષ પદાર્થનું જ્ઞાન થાય. દા.ત. અન્વય-વ્યતિરેક દ્વારા ધુમાડાનો અગ્નિ સાથે અવિનાભાવ સિદ્ધ છે, તેથી ધૂમાડાના દર્શનથી અગ્નિનું જ્ઞાન થાય છે. (અવિનાભાવ=નાન્તરિયકતા=ના અભાવમાં ન હોવું. અગ્નિના અભાવમાં ધૂમાડો હોતો નથી. તેથી ધૂમાડાનો અગ્નિ સાથે અવિનાભાવ છે.) જો અન્વય-વ્યતિરેકથી સિદ્ધ અવિનાભાવ વિના પણ પરોક્ષ અર્થનો બોધ માનવામાં આવે, તો ધૂમાડાના દર્શનથી જગતની સર્વ વસ્તુઓનો બોધ થઈ જવો જોઈએ.' ઇત્યાદિ રૂપ અતિપ્રસંગ આવે. શાબ્દજ્ઞાનમાં શબ્દના શ્રવણથી પરોક્ષ અર્થનો બોધ કરવાનો છે, પણ આ બોધ તો જ સંભવે, જો શબ્દનો અર્થ સાથે અવિનાભાવ (=સહચાર) સંભવતો હોય. આ અવિનાભાવ પણ અન્વય-વ્યતિરેકથી જ નિશ્ચિત થાય તથા શબ્દ અને અર્થ વચ્ચે સંબંધ હોય તો જ અન્વય-વ્યતિરેકથી નિશ્ચય પણ થઈ શકે. વળી, આ સંબંધ પણ તાદાત્મ કે તદુત્પત્તિ આ બેમાંથી એકરૂપ જ હોવો જોઈએ. હવે, શબ્દનો અર્થ સાથે તાદાભ્યસંબંધ (=સ્વરૂપનો સ્વરૂપી સાથેનો સંબંધ) તો સ્વપ્નમાં પણ સિદ્ધ નથી; કેમકે ઘટ વગેરે વસ્તુઓ ઘટાદિ શબ્દોના, કે ઘટાદિ શબ્દો ઘટવગેરે વસ્તુઓના સ્વરૂપ તરીકે ક્યારેય પ્રતીત થયા નથી. તેથી ઘટાદિ શબ્દોનો ઘટાદિ અર્થ સાથે તાદાભ્યસંબંધ સંભવતો નથી. “કૃતકત્વ' (કરાયેલાપણું) અને અનિત્યત્વ'વ્યવસ્થા રૂપે ભિન્ન છે. (બોધમાં ભિન્નરૂપે ભાસે છે.) છતાં પણ બંને વચ્ચે તાદાભ્ય છે. (કેમકે કૃતક વસ્તુઓનું કૃતકત્વની જેમ અનિત્યત્વ સ્વરૂપ પણ છે.) તેથી બંને વચ્ચે અવિનાભાવ સિદ્ધ છે અને તેથી એકના જ્ઞાનથી બીજાનું જ્ઞાન થાય છે. પરંતુ શબ્દ અને અર્થ વચ્ચે તો તાદામ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258