Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 246
________________ १८ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ जलवस्तुगताभिधेयपरिणामापेक्षी तदभिधानस्वभावोऽपि, तथा ततस्तस्यापि प्रतीतेः, अन्यथा ततस्तथा तत्प्रतीत्यभावप्रसङ्गात् । (१०) ननु यद्येते शब्दाः तत्त्वतो वस्तुविषयास्तत्कथं चक्षुरादीन्द्रियसमुत्थबुद्धाविव शाब्दे ज्ञाने तस्य वस्तुनो न प्रतिभासः, चक्षुरादीन्द्रियगम्यमेव हि वस्तु नेतरत्, तस्यैवार्थक्रियासमर्थत्वात्, वस्तुनश्च तल्लक्षणत्वात्, न च तत् शाब्दे ज्ञाने प्रतिभासते, तस्मादवस्तुविषया एते शब्दाः । तथा चात्रा प्रयोगः - योऽर्थः शाब्दे ज्ञाने येन शब्देन सह संसृष्टो नावभासते, न स तस्य शब्दस्य विषयः यथा गोशब्दस्याश्वः । नावभासते શીધ્ર સ્કુરાયમાણ થાય છે. તેથી અનલવસ્તુનો બોધ શીવ્ર થાય છે. જળ વગેરે વસ્તુગત વાચ્ય પરિણામની અપેક્ષાવાળા સ્વભાવનું ફુરણ સ્મૃતિ આદિની અપેક્ષા રાખે છે. તેથી તે અર્થનો બોધ વિલમ્બ થાય છે.) જો અનલશબ્દનો જળવાચકસ્વભાવ સર્વથા હોય જ નહીં, તો “અનલ શબ્દથી જળની પ્રતીતિના અભાવનો પ્રસંગ આવે. * શબ્દથી બુદ્ધિમાં અર્થાવભાસની ઉપપત્તિ (૧૦) બૌદ્ધ - જો શબ્દો તત્ત્વથી, વસ્તુવિષયક હોય, તો પછી કેમ આંખ વગેરે ઇન્દ્રિયથી રૂપ આદિ જોયા બાદ ઉત્પન્ન થતી બુદ્ધિની જેમ તે વસ્તુનો પ્રતિભાસ શાબ્દજ્ઞાનમાં થતો નથી. આંખ વગેરે ઇન્દ્રિયોથી ભાસતી વસ્તુ જ સત્ છે. કેમકે તે વસ્તુ જ અર્થક્રિયા કરવામાં સમર્થ છે અને ‘અર્થક્રિયાકારિતા જ વસ્તુનું લક્ષણ છે. આવી વસ્તુ શાબ્દજ્ઞાનમાં તો પ્રતિભાસતી જ નથી. માટે શબ્દો અવસ્તુવિષયક જ છે. અહીં અનુમાન પ્રયોગઃ- જે શબ્દ સાથે સંલગ્ન થયેલો જે અર્થ શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતો નથી, તે અર્થ તે શબ્દનો વિષય નથી. દા.ત. ગોશબ્દથી અશ્વઅર્થ શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતો ન હોવાથી અશ્વઅર્થ ગોશબ્દનો વિષય નથી અને આ વાત તો સ્પષ્ટ જ છે કે, ઘટ, પટ વગેરે ઇન્દ્રિયગમ્ય અર્થો શબ્દસંસૃષ્ટ (= શબ્દના સંસર્ગવાળા) થઈને શાબ્દજ્ઞાનમાં અવભાસ પામતા નથી. (ઘટ-પટાદિ ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ ઘટ”, “પટ” આદિ શબ્દોચ્ચારમાત્રથી શાબ્દજ્ઞાનમાં ભાસતા નથી.) જે અર્થ જે શબ્દનો વિષય હોય છે, તે શબ્દથી સંસ્કૃષ્ટ થયેલો તે જ અર્થ શાબ્દજ્ઞાનમાં ભાસે છે. જેમકે “ગો'શબ્દથી સંસ્કૃષ્ટ થયેલો ગોપિંડ' અર્થ. વાચ્યતા માત્ર આટલી જ અપેક્ષા રાખે છે. (તાત્પર્ય - “ગો'શબ્દથી શાબ્દજ્ઞાનમાં માત્ર “ગોપિંડ' એવો શબ્દાત્મક અર્થ જ પ્રતિભાસિત થાય છે, નહીં કે ગોવસ્તુ. આમ શાબ્દજ્ઞાનથી માત્ર શાબ્દિક જ બોધ થાય વસ્તુના પ્રતિભાસરૂપ નહીં. ચક્ષુવગેરે ઇન્દ્રિયના વિષયો શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતા નથી. તેથી તેઓ શબ્દના તાત્ત્વિક વિષય નથી.) જૈન - તમારી આ વાત યુક્તિયુક્ત નથી. કેમકે શબ્દથી સંસ્કૃષ્ટ ઇન્દ્રિયગમ્ય ઘટ, પટ વગેરે અર્થોનો શાબ્દજ્ઞાનમાં અવભાસ થતો નથી. એ વાત અસિદ્ધ છે. જુઓ કોઈ બીજાને કહે “કાળો, મોટો, અખંડ, લીસો, નવો ઘડો ઓરડામાંથી લાવ” ત્યારે આ જ્ઞાનના આવરણના ક્ષયોપશમવાળો તે સાંભળનાર તે જ વસ્તુનો પ્રત્યક્ષની જેમ શાબ્દ જ્ઞાનથી બોધ કરે છે. કેમકે તે ઓરડામાં પડેલા બીજા અનેક ઘડાઓની મધ્યમાં તે કહેવાયેલા ઘડાને જ લાવવા એ ઘડા પ્રત્યે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ બીજા ઘડાઓને છોડી એ ઘડા પર જ નજર ઠરે છે અને એ જ ઘડાને ઉપાડે છે. આમ, શાદજ્ઞાન દ્વારા પણ શબ્દોલ્લેખિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258