Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 248
________________ २० धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ वस्त्वभावेऽपि शाब्दज्ञाने प्रतिभासाविशेषात् सत्यपि वस्तुनि शाब्दज्ञानमुदयपदवीमासादयत् न तद्याथात्म्यसंस्पर्शि, तद्भावाभावयोरननुविधानात् । ज्ञानस्य हि प्रतिभासो यस्य भावाभावावनुविधत्ते तस्य तद्ग्राहकं, न च शाब्दज्ञानप्रतिभासः प्रतिभासमानवस्तुभावाभावावनुविद्यत्ते, तदभावेऽपि तत्प्रतिभासाविशेषात्, तस्मान्न बाह्यवस्तुनो ग्राहकं शाब्दं ज्ञानं, रसज्ञानवत्, तथा चात्र प्रमाणम्-यत् ज्ञानं यदन्वयव्यतिरेकानुविधायि न भवति, न तत्तद्विषयं, यथा रूपज्ञानं रसविषयं, न भवति चेन्द्रियार्थान्वयव्यतिरेकानुविधायि शाब्दज्ञानमिति व्यापकानुपलब्धिः । नियतवस्तुविषयत्वं हि ज्ञानस्य निमित्तवत्तया व्याप्तम्, अन्वयव्यतिरेकानुविधानाभावे च निमित्ताभावः स्यात्, तेन विवक्षितवस्तुविषयत्वं निमित्तवद्विपक्षाद् व्यापकानुपलब्ध्या व्यावर्त्तमानं પ્રતિભાસ થતો ન હોય, અને વસ્તુની હાજરીમાં વસ્તુનો પ્રતિભાસ થતો હોય, તો તે પ્રતિભાસ વસ્તુના ભાવાભાવનો અનુવિધાયક ગણાય. શાબ્દજ્ઞાનનો પ્રતિભાસ આ પ્રમાણે વસ્તુના ભાવાભાવનો અનુવિધાયક નથી. તેથી રસજ્ઞાનની જેમ શાબ્દજ્ઞાન બાહ્ય વસ્તુનું ગ્રાહક નથી. અનુમાનપ્રમાણ આ પ્રમાણે છે – જે જ્ઞાન જેના અન્વય-વ્યતિરેકને અનુસરતું નથી, તે જ્ઞાન તે વસ્તુવિષયક ન હોય. જેમ કે રૂપજ્ઞાન રસવિષયક નથી. (રૂપવિષયક જ્ઞાનમાં રસની હાજરી કે ગેરહાજરીમાં રસવિષયનો પ્રતિભાસ થતો નથી. આમ, રૂપજ્ઞાન રસના અન્વયવ્યતિરેકને અનુસરતું નથી.) શાબ્દજ્ઞાન ઇન્દ્રિયાર્થના અન્વય અને વ્યતિરેકને અનુસરતું નથી. તેથી અહીં વ્યાપકાનુપલબ્ધિ છે. જયાં અભાવાત્મક હેતુથી અભાવાત્મક સાધ્ય સિદ્ધ કરવાનું હોય, ત્યાં હેતુભૂત અભાવ વ્યાપકાનુપલબ્ધિરૂપ હોય છે. એક નિયમ છે કે “વ્યાપકનો અભાવ વ્યાપ્યના અભાવનો વ્યાપ્ય હોય અને વ્યાપ્યના અભાવનો સાધક હોય. સામાન્યથી વ્યાપ્યથી વ્યાપકની સિદ્ધિ કરવાની હોય છે, પરંતુ જ્યારે પક્ષમાં વ્યાપકનો અભાવ સિદ્ધ હોય, અને “વ્યાપ્ય હાજર છે કે નહિ તે અંગે નિર્ણય ન થયો હોય, ત્યાં વ્યાપકના અભાવ દ્વારા વ્યાપ્યના અભાવની સિદ્ધિ કરાય છે, પરંતુ તેમ કરતાં પહેલાં, વ્યાપ્ય અને વ્યાપક વચ્ચે અન્વયતિરિક દ્વારા વ્યાપ્યવ્યાપકભાવ સિદ્ધ કરવો જોઈએ. પછી પક્ષમાં વ્યાપકના અભાવને દર્શાવી વ્યાપ્યના અભાવનું અનુમાન કરવું જોઈએ.) જ્ઞાનની નિયતવસ્તુવિષયતા નિમિત્તવત્તાથી વ્યાપ્ત છે. અર્થાત્ જ્ઞાનમાં નિમિત્તવત્તાને અનુરૂપ જ નિયતવસ્તુવિષયતા હોય છે. (તાત્પર્ય :- જ્ઞાનનો વિષય નિમિત્તને આધીન હોવાથી નિમિત્તને આધારે જ જ્ઞાનનો વિષય નિયત થાય છે.) અને નિમિત્તનું કામ કરે છે અન્વયવ્યતિરેકનું અનુવિધાન'. જ્ઞાન જે વિષયના અન્વય-વ્યતિરેકને અનુસરવારૂપ નિમિત્તવાળું હોય તે જ વિષયવાળું હોય અને તેવા અન્વયવ્યતિરેકના અનુવિધાન વિનાનું હોય, તો જ્ઞાન નિમિત્તના અભાવવાળું થાય છે. તેથી વિવક્ષિતવસ્તુની વિષયતા નિમિત્તવના વિપક્ષમાંથી વ્યાપકાનુપલબ્ધિથી વ્યાવૃત્ત થઈને તેના અન્વયેવ્યતિરેકના અનુવિધાન દ્વારા વ્યાપ્ત થાય છે. તાત્પર્ય - “વસ્તુના ભાવાભાવને અન્વયવ્યતિરેક દ્વારા અનુસરવા રૂપ નિમિત્તથી યુક્ત જ્ઞાનનો વિષય તે વસ્તુ બને. અને જે જ્ઞાન એવા નિમિત્તથી રહિતનું હોય છે ત્યાં નિમિત્તરૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોય છે. તેથી તે જ્ઞાનમાં તે વસ્તુની વિષયતા પણ આવતી નથી. આમ વ્યાપ્તિ સિદ્ધ થાય છે. આમ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258