Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 250
________________ २२ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ तरत् शाब्दं ज्ञानं तत् भ्रान्तत्वादप्रमाणमप्रमाणत्वाच्च व्यभिचारास्पदमिति यत्किञ्चिदेतत् । यदपि चानन्तरमुपन्यस्तं प्रमाणं न तदपि हेतोरसिद्धत्वात्साध्यसाधनायालम्, असिद्धता च हेतोर्यथोक्ताप्तपुरुषप्रणीतस्य शब्दस्य वस्तुव्यतिरेकेण प्रवृत्त्यसंभवात् इति । (१३) यत्पुनरिदमुच्यतेशब्दः श्रूयमाणो वक्तुरभिप्रायं विकल्पप्रतिबिम्बात्मकं तत्कार्यतया धूम इव वह्निमनुमापयति, तत्र स एव वक्ता विवक्षितार्थाभिप्रायशब्दयोराश्रयत्वाद्धर्मी अभिप्रायविशेषः साध्यः, शब्दः साधनमिति, आह च - "वक्तुरभिप्रेतं तु सूचयेयुरिति स एव तथा प्रतिपद्यमान आश्रयोऽस्त्विति" (प्र० वा० ३/२१२) तत्पापात्पापीयः, तथाप्रतीतेरभावात्, न खलु कश्चिदिह धूमादिव वह्नि तत्कार्यतया शब्दादभिप्रायमनुमिमीते, अपि तु वाचकत्वेन बाह्यमर्थं प्रत्येति, तथाप्रवृत्त्यादिदर्शनात्, तथाप्यन्यथाऽभ्युपगमेऽतिप्रसङ्गो, वस्तुव्यवस्थाऽनुपपत्तिप्रसङ्गात्, नाग्निधूमं जनयति તાત્પર્ય - આપ્તપુરુષના વચનો યથાર્થવસ્તુવિષયક જ હોય છે. તેથી તે વચનોથી થતું જ્ઞાન પણ યથાર્થવસ્તુ વિષયક જ હોય છે અને આ શાબ્દબોધ વસ્તુના ભાવાભાવને યથાર્થ અનુસરે પણ છે. તેથી આપ્તપુરુષના વચનથી થયેલો શાબ્દબોધ પ્રમાણભૂત જ છે. તે સિવાયની જે તે વ્યક્તિના વચનથી થયેલું શાબ્દજ્ઞાન બ્રાન્ત સંભવે છે. તેથી અપ્રમાણભૂત છે અને અપ્રમાણભૂત હોવાથી વ્યભિચારનું સ્થાન બને જ છે. વળી, શાબ્દની અપ્રમાણતા સિદ્ધ કરવા જે પ્રમાણ તમે બતાવ્યું તે પણ સાધ્ય સિદ્ધ કરવા સમર્થ નથી, કેમકે તેનો હેતુ જ અસિદ્ધ છે. કેમકે યથોક્ત આપ્ત પુરુષથી પ્રણીત શબ્દોની પ્રવૃત્તિ વસ્તુ વિના થતી જ નથી. (“શાબ્દજ્ઞાન ઇન્દ્રિયના અન્વયવ્યતિરેકને અનુવિધાયી નથી' આ હેતુ પૂર્વપક્ષે દર્શાવ્યો તે અસિદ્ધ એટલા માટે છે કે, આપ્તપુરુષના શબ્દથી થયેલું શાબ્દજ્ઞાન ઇન્દ્રિયાર્થ અન્વયવ્યતિરેક અનુવિધાયી છે.) - શબદથી વક્તાના અભિપ્રાયના અનુમાનની અસિદ્ધિ (૧૩) બૌદ્ધઃ- વાસ્તવમાં શાબ્દજ્ઞાન અનુમાનરૂપ જ છે. જેમ ધૂમાડો અગ્નિનું કાર્ય છે તો દેખાતો ધૂમાડો પોતાના કારણભૂત અગ્નિનું અનુમાન કરાવે છે. તેમ શબ્દ એ વક્તાના અભિપ્રાયના કાર્યરૂપ છે અને અભિપ્રાય વિકલ્પપ્રતિબિમ્બ રૂપ છે. (બુદ્ધિમાં ભાસતા અર્થના આકારરૂપ છે.) તેથી સંભળાતો શબ્દ પોતાના કારણભૂત વક્તાના અભિપ્રાયનું જ અનુમાન કરાવે છે અને આ કલ્પના ઉચિત પણ છે. કેમકે અહીં સાધ્ય અને સાધન હેતુ સમાનાધિકરણ ઉપલબ્ધ થાય છે. કેમકે તે જ વક્તા વિવક્ષિતવસ્તુના સ્વગતઅભિપ્રાય અને તદનુરૂપ શબ્દનો આશ્રયભૂત ધર્મી=પક્ષ છે. એ વક્તારૂપ ધર્મામાં રહેલો અભિપ્રાયવિશેષ સાધ્ય છે અને શબ્દ સાધન છે. કહ્યું જ છે- “શબ્દો વક્તાના અભિપ્રેતને = અભિપ્રાયને સૂચવે છે. તેથી તે જ તે પ્રમાણે પ્રતિપન્ન કરતો વક્તા આશ્રય હો.” જૈન - તમારી આ વાત તો અત્યંત મિથ્યા છે. કેમકે તેવી પ્રતીતિ થતી જ નથી. બધા ધૂમાડાથી અગ્નિનું અનુમાન કરે છે, પણ એવી કોઈ વ્યક્તિ નથી કે જે શબ્દથી તેના કારણ તરીકે અભિપ્રાયનું અનુમાન કરતી હોય. પરંતુ દરેક વ્યક્તિ તે શબ્દને તે તે બાહ્યર્થના વાચક તરીકે જ સમજી બાહ્યર્થનો જ પ્રત્યય કરે છે. કેમકે તે જ પ્રમાણે પ્રવૃત્તિ વગેરે થતું દેખાય છે. (શબ્દના શ્રવણથી શ્રોતાને સૌ પ્રથમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258