Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 249
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः तदन्वयव्यतिरेकानुविधानेन व्याप्यत इति प्रतिबन्धसिद्धिरिति । (१२) तदेतदसमीचीनं, प्रत्यक्षज्ञानेऽप्येवमविषयत्वप्रसक्तेः तथाहि-यथा जलवस्तुनि पुरतो विद्यमाने जलोल्लेखि प्रत्यक्षमुदयते, तथा जलवस्त्वभावेऽपि मरीचिकास्वक्षुण्णजलप्रतिभासं तदुदीयमानमुपलभ्यत एव, ततो जलाभावेऽपि जलप्रतिभासाविशेषात् सत्यपि जले जलप्रतिभासं प्रादुर्भवन्न तद्याथात्म्यसंस्पर्शि, तद्भावाभावयोरननुकारादित्यादि सर्वं समानमेव, अथ देशकालस्वरूपादिपर्यालोचनया प्रवृत्तौ तत्प्राप्त्यभावेन मरीचिकासु जलोल्लेखिनः प्रत्यक्षस्य भ्रान्तत्वमवसीयते, भ्रान्तं चाप्रमाणं, प्रमाणभूतस्य च वस्त्वन्वयव्यतिरेकानुविधायित्वाव्यभिचार इष्यते, ततो न कश्चिद्दोष इति, तदेतदन्यत्रापि समानं, तथाहि- प्रतिपाद्यमर्थं यथास्वरूपं यः पश्यति यथादर्शनं चोपदिशति तेन तथाभूतेनाऽऽप्तेन प्रणीयमानात् शब्दादुपजायमानं ज्ञानं प्रमाणत्वेनास्माभिरिष्यते, नेतरत्, न च तस्य स्वप्रतिभासमानवस्त्वन्वयव्यतिरेकानुविधायित्वव्यभिचारसंभवो, यत्पुनरि વસ્તુની વિષયતા નિમિત્તને વ્યાપીને રહેલી છે. શાબ્દજ્ઞાનમાં નિમિત્તવત્તારૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોવાથી એ નિમિત્તને વ્યાપીને રહેલી ઇન્દ્રિયાર્થવિષયતા પણ અનુપલબ્ધ છે. આમ, શાબ્દજ્ઞાન ઇન્દ્રિયાર્થવિષયક નથી. * પ્રત્યક્ષની પ્રતિબદિથી શાદજ્ઞાનની પ્રમાણતાની સિદ્ધિ-જૈન - (૧૨) જૈન:- આ પ્રમાણે તો પ્રત્યક્ષજ્ઞાનમાં પણ, ઇન્દ્રિયાર્થની અવિષયતાનો પ્રસંગ છે. તથાપ્તિ જેમ પાણી નજર સામે હાજર હોય ત્યારે “પાણી’ એવા ઉલ્લેખવાળું પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ મૃગજળ વગેરે સ્થળે પાણીના અભાવમાં પણ સ્પષ્ટ પાણીનો પ્રતિભાસ ઉત્પન્ન થતો દેખાય જ છે. આમ, પાણીની જેમ પાણીના અભાવમાં પણ સમાનતયા પાણીનો પ્રતિભાસ થાય છે. તેથી પાણીની હાજરીમાં થતો પાણીનો પ્રત્યક્ષ પ્રતિભાસ પણ યથાર્થ સ્વરૂપસ્પર્શી ન થાય. કેમકે પાણીના ભાવાભાવનો અનુવિધાયક નથી ઇત્યાદિ બધી વાત ઉપર મુજબ અહીં પણ સમાનતયા લાગુ પડે છે. બૌદ્ધ:- દેશ, કાલ વગેરે સ્વરૂપનો વિચાર કરી જો પ્રવૃત્તિ કરવામાં આવે, તો સ્પષ્ટ દેખાય છે કે, ત્યાં પાણી ઉપલબ્ધ થતું નથી. તેથી નિશ્ચય થાય છે કે મૃગજળમાં થતું પાણીનું પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણભૂત નથી, પરંતુ ભ્રાન્ત છે અને અમે ‘પ્રમાણભૂત જ્ઞાન વસ્તુના અન્વયવ્યતિરેકનું અનુવિધાન કરવામાં આવ્યભિચારી હોવું જોઈએ તેમ કહીએ છીએ. તેથી બ્રાન્તપ્રત્યક્ષમાં તમે બતાવેલો અન્વયવ્યતિરેકનો અભાવ બાધક નથી. જૈન - ખૂબ સરસ ! બસ આજ ઉત્તર શાબ્દજ્ઞાન અંગે પણ સમજી લો. જુઓ-જે વ્યક્તિ પ્રતિપાદ્ય વસ્તુને યથાસ્વરૂપ જુએ છે અને દર્શનને અનુરૂપ જ પ્રરૂપે છે તે વ્યક્તિ જ આપ્તપુરુષછે. આ આપ્તપુરુષે કહેલા શબ્દોથી થતું જ્ઞાન જ પ્રમાણભૂત છે એમ અમને સંમત છે. બીજા ત્રીજાના શબ્દોથી થતું જ્ઞાન નહીં અને આવા આપ્તપુરુષના વચનથી થયેલા શાબ્દબોધમાં પોતાનામાં પ્રતિભાસતી વસ્તુના અન્વયવ્યતિરેકના અનુવિધાનમાં વ્યભિચાર સંભવતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258