Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 251
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः २३ किंतु पिशाचादिरित्यादेरपि कल्पयितुं शक्यत्वात्, अपिच-अर्थक्रियार्थी प्रेक्षावान् प्रमाणमन्वेषते, अन्यथा प्रेक्षावत्ताक्षितिप्रसङ्गात्, न चाभिप्रायो विवक्षितार्थक्रियासमर्थः, किंतु बाह्यमेव वस्तु, तत्कि तेनानुमितेनापि ?, न च वाच्यमभिप्रायं ज्ञात्वा बाह्ये वस्तुनि प्रवर्त्तिष्यते प्रमाता ततो न कश्चिद्दोष इति, अन्यस्मिन् ज्ञाते अन्यत्र प्रवृत्त्ययोगात्, (१४) दृश्यविकल्प्यावर्थावेकीकृत्य बाह्येऽर्थे प्रवर्त्तते तेनायमदोष इति चेत्, न तयोरेकीकरणासंभवात्, अत्यन्तवैलक्षण्येन साधायोगात्, साधर्म्य चैकीकरणनिमित्तम्, अन्यथाऽतिप्रसङ्गात्, अन्यच्च क एतावेकीकरोतीति તો તેના વાચ્યાર્થ-બાહ્યવસ્તુનું જ જ્ઞાન થાય છે. જ્યારે વાચ્યાર્થ સાથે શબ્દનો મેળ ખાતો ન દેખાય. ત્યારે જ તે વક્તાના અભિપ્રાયને સમજવા પ્રયત્ન કરે છે.) આમ, સ્પષ્ટ પ્રતીત થતું હોવા છતાં, જો વક્તાના અભિપ્રાયના અનુમાનાદિરૂપ અન્યથા જ અભ્યપગમ કરશો, તો પછી વસ્તુની વ્યવસ્થા જ અનુપપન્ન બનશે. કેમકે અગ્નિમાંથી ધૂમાડાની ઉત્પત્તિ સ્પષ્ટ હોવા છતાં, “ધૂમાડાનો જનક અગ્નિ નથી, પણ પિશાચ વગેરે કોઈ અન્ય જ છે.” ઇત્યાદિ કલ્પના પણ થઈ શકે. વળી, અર્થક્રિયાઈચ્છુક પ્રેક્ષવાન પુરુષ હમેશાં પ્રમાણની જ અન્વેષણા કરે છે. જે વસ્તુ પ્રમાણસિદ્ધ અર્થક્રિયાસમર્થ હોય તેમાં જ પ્રવૃત્તિ કરે તે ડાહ્યો. જે વ્યક્તિ “આ અર્થક્રિયા સમર્થ છે કે નહીં તેવો વિચાર કર્યા વિના તે વસ્તુમાં પ્રવૃત્ત થાય, તે પ્રેક્ષાવાન રહેતો નથી અને વક્તાનો અભિપ્રાય કંઈ “ઘટાદિ' વિવક્ષિત અર્થની જળધારણ'આદિ ક્રિયા કરવા સમર્થ નથી, પરંતુ “ઘટ'આદિ બાહ્ય વસ્તુ જ તે ક્રિયામાં સમર્થ છે. તેની વક્તાના અભિપ્રાયના અનુમાનથી પણ પ્રયોજન શું સર્યું? અને તેવા નિપ્રયોજન અર્થ માટે અનુમાનપ્રમાણને પણ શા માટે શોધે છે? જે વસ્તુ કંઈ કરવા સમર્થ હોય, તે વસ્તુના યથાર્થ અર્થક્રિયાના જ્ઞાન માટે પ્રમાણનો વિચાર વ્યાજબી ગણાય. બૌદ્ધ:- તમે સમજતા નથી. શબ્દથી વક્તાનો અભિપ્રાય જાણીને પ્રમાતા બાહ્યાર્થમાં પ્રવૃત્તિ કરે છે. તેથી અભિપ્રાય અર્થક્રિયા સમર્થ ન હોય તો પણ તેનું અનુમાન કરવામાં ‘પ્રેક્ષાવત્તામાં ક્ષતિ વગેરે દોષો નથી. જૈન - આ દલીલ પાણી વિનાની છે. કેમકે જ્ઞાન એક વિષયનું થાય અને પ્રવૃત્તિ અન્યત્ર થાય તેમ બની ન શકે. અહીં જ્ઞાન અભિપ્રાયનું કરવાનું કહો છો, અને પ્રવૃત્તિ બાહ્યાર્થમાં બતાવો છો, તે શી રીતે સંગત બને? - દશ્યાર્થ વિધ્યાર્થ એકીકરણ ચર્ચા - (૧૪) બૌદ્ધ:- આંખ સામે દેખાતો અર્થ, અને વિકષ્ણઅર્થ = બુદ્ધિમાં વિકલ્પેલો અર્થ – આ બંનેનું એકીકરણ કરી - આ બંનેમાં સમાનતા ઉભી કરી પ્રમાતા બાહ્ય અર્થમાં પ્રવૃત્તિ કરશે તેથી દોષ નથી. જૈનઃ- આ તર્ક પણ કસ વિનાનો છે. બાહ્યાર્થી અને વિકસ્બાર્થ વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. બંને અત્યંત વિલક્ષણ છે (એક અર્થક્રિયા સમર્થ છે. બીજો નહીં. ઇત્યાદિ વિલક્ષણતા છે.) તેથી બંનેમાં સાધર્મ નથી અને સાધર્મના અભાવમાં એકીકરણ સંભવી ન શકે, કેમકે સાધર્મ્સ જ એકીકરણનું નિમિત્ત છે. જો તેવા સાધર્મ વિના જ એકીકરણ થઈ શકતું હોય, તો આખા જગતનું એકીકરણ થવાની શક્યતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258