Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 244
________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ < र्थता, सद्भूतार्थमन्तरेण तस्याः प्रवृत्तेरेवानुपपद्यमानत्वादिति । अत्रोच्यते, द्विविधा हि शब्दा: मृषाभाषावर्गणोपादानाः सत्यभाषावर्गणोपादानाश्च, तत्र ये मृषावर्गणोपादानाः स्वस्वनिमित्तवैचित्र्यवशात् प्रधानपरिणामरूपं जगत्, ईश्वरेण कृतं जगत् इत्येवं नानारूपास्तेऽनर्थका एवाभ्युपगम्यन्ते, ते हि वन्ध्याऽबला इव तदर्थप्राप्त्यादिप्रसवविकलाः केवलं तथाविधसंवेदनभोगमात्रफला इति न तैर्व्यभिचारः, यथा प्रमाणादितरस्य स्वरूपविषयादिपर्यालोचनया स्वतत्त्वावसायस्तथा सत्यभाषावर्गणोपादानेभ्यो ऽपि जीवादिवस्तुवाचकेभ्यः शब्देभ्यस्तेषां मृषाभाषावर्गणोपादानानां शब्दानां स्वरूपविशेषावसायो भवति, तथाहि - दृश्यन्त एव केचिद्विमलमतयः श्रवणमात्रादपि मिथ्यार्थत्वादिलक्षणं याथात्म्यमवधारयन्तः शब्दानामिति । ( ८ ) अतीताजातयोश्च वर्तमानरूपतयाभिधायकः शब्दोऽनर्थक एवेष्यते इति न किञ्चिन्नः क्षुण्णं, १६ ભૂતાર્થમાં જ પ્રવૃત્ત થતી હોવાથી મિથ્યા અર્થમાં તેની પ્રવૃત્તિ જ અસંગત છે. જૈન :- આ ત્રણે આપત્તિઓનું સમાધાન અમારી પાસે મૌજુદ છે. (૧) શબ્દો બે પ્રકારના છે. (૧) મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનમાંથી બનેલા અને (૨) સત્યભાષાવર્ગણારૂપ ઉપાદાનમાંથી સર્જાયેલા. તેમાં મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દો પોતપોતાના નિમિત્તોની વિચિત્રતાના કારણે ‘પ્રધાન= પ્રકૃતિના પરિણામરૂપ આ જગત છે’ (સાંખ્ય), ‘ઈશ્વરે સર્જેલું આ જગત છે’ (= વૈશેષિક વગેરે.) ઇત્યાદિ અનેક સ્વરૂપવાળા છે અને અનર્થક તરીકે જ અમારે સ્વીકૃત છે. આ શબ્દો વન્યાની જેમ પોતાના અર્થની પ્રાપ્તિઆદિરૂપ પ્રસવથી = ફળથી રહિત છે અને તેવા પ્રકારના સંવેદનરૂપ ભોગમાત્ર ફળવાળા છે. અર્થાત્ તે શબ્દોથી જ્ઞાન થાય છે, પણ બાહ્યાર્થ પ્રાપ્ત થવા અંગે અસમર્થ છે. આમ, આ શબ્દોનો અર્થ સાથે વાચ્યવાચકભાવસમ્બન્ધ જ નથી. તેથી એ શબ્દોથી નિશ્ચિત અર્થની પ્રાપ્તિ ન થાય તો પણ, દોષ નથી. વ્યભિચાર નથી. કેમકે અમે વાચ્યવાચકભાવસંબંધથી યુક્ત શબ્દોને જ તાત્ત્વિકઅર્થના અભિધાયક કહ્યા છે. શંકા :- ‘આ શબ્દો મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા હોવાથી નિરર્થક છે.’ તેવો બોધ શી રીતે થાય? સમાધાન :- જેમ પ્રમાણથી જ અપ્રમાણના સ્વરૂપ, વિષય વગેરેની વિચારણા થાય છે અને તેના દ્વારા અપ્રમાણના સ્વરૂપનો બોધ થાય છે. (અપ્રમાણ જેમ વસ્તુના જ્ઞાનમાં સમર્થ નથી તેમ પોતાની અપ્રમાણતાના જ્ઞાનમાં પણ સમર્થ નથી. અપ્રમાણની અપ્રમાણતાનો નિર્ણય પણ પ્રમાણ દ્વારા જ થાય છે.) તેમ, સત્યભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા જીવ વગેરે વસ્તુવાચક શબ્દોથી જ મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દોના સ્વરૂપવિશેષનો બોધ થાય છે. દેખાય છે કે, કેટલાક વિમલબુદ્ધિવાળાઓ સાંભળવામાત્રથી શબ્દોનું મિથ્યાર્થવાચકપણું ઇત્યાદિ યથાર્થસ્વરૂપ સમજી લે છે. * અતીતાદિ અર્થક શબ્દોની પ્રમાણતા (૮) (૨) જે શબ્દો અતીત અને અનુત્પન્ન અર્થોને વર્તમાન અર્થ તરીકે નિર્દેશે છે, તે શબ્દો પણ મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા હોવાથી, અનર્થક છે અને ‘આ શબ્દોનો અર્થ સાથે વાચ્યવાચકભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258