Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 243
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः तत्स्वभावाभ्युपगमे च सिद्धं नः समीहितं, तत्समानपरिणामस्य प्रवाहतोऽनादिकत्वात्, तत्रैव च तत्स्वभावतया संबन्धाभ्युपगमात्, इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथाऽनाद्यनन्तत्वात् संसारस्य कदाचिदन्यतोऽपि धूमादीनां भावो भविष्यतीति व्यभिचारचोदनं धूमधूमध्वजादिष्वपि समानमित्यलं प्रसङ्गेन । (७) ननु यदि वास्तवसंबन्धोपेतत्वादेते शब्दास्तात्त्विकार्थाभिधायिनस्तर्हि दर्शनान्तरभिन्नेष्वर्थेषु तेषां प्रवृत्तिन घटेत परस्परविरोधित्वेन तथाभूतानामर्थानामसंभवात्, तथातीतेऽनुत्पन्ने चार्थे प्रवृत्तिर्न स्यात्, तयोरसंभवात्, न च स्यात् कस्याश्चिदपि वाचो मिथ्या દોષો સંભવે છે.) અને જો, શબ્દનો તથાવાચકસ્વભાવ અને અર્થનો તથાવાચ્યસ્વભાવ સ્વીકારશો, તો તમે અમારા પંથમાં ભળી જશો. કેમકે અમારા સમીહિતની જ સિદ્ધિ કરશો. તે આ પ્રમાણે - જેમ વર્તમાનમાં સુમેરુઅર્થનો સુમેરુ શબ્દવાટ્યસ્વભાવ છે=પરિણામ છે. તેમ ભૂતકાળમાં પણ હતો. તે જ પ્રમાણે સુમેરુશબ્દનો જેમ વર્તમાનમાં સુમેરુઅર્થવાચક સ્વભાવ છે તેમ ભૂતકાળમાં પણ હતો. આમ, આ સમાન સ્વભાવ=પરિણામ પ્રવાહથી અનાદિકાળથી સિદ્ધ થાય છે. આમ, અર્થ અને શબ્દમાં પરસ્પર વાચ્યવાચકસ્વભાવ હોવાથી જ તે બે વચ્ચે તેવો સંબંધ સ્વીકાર્યો છે. તેથી “સુમેરુવગેરે અર્થ અને સુમેરુવગેરે શબ્દ વચ્ચે અનાદિસિદ્ધ વાસ્તવ સંબંધ માનવામાં પ્રમાણ નથી' તેમ ન કહેવું અને વર્તમાનકાલના સ્વભાવ અને સંબંધને કારણે અનાદિકાલથી તેમ જ છે એમ અંગીકાર કરવું, નહીંતર તો, અનાદિઅનન્ત સંસારમાં ક્યારેક અગ્નિ વિના પણ અન્યતઃ ધૂમાડાની હાજરી સંભવી શકતી હોવાથી ધૂમ અને અગ્નિ વચ્ચેના સંબંધમાં પણ સમાનતયા વ્યભિચાર આપી શકાશે અને આમ અનુમાન પ્રમાણને પણ અપ્રમાણ તરીકે જાહેર કરવું પડશે. માટે વર્તમાનમાં શબ્દ અને અર્થ વચ્ચે રહેલા તેવા અવ્યભિચારી સંબંધને અનાદિસિદ્ધ વાસ્તવિક માનો અને તેના દ્વારા શાબ્દપ્રમાણથી પણ નિશ્ચિત બોધ થાય છે તેમ સ્વીકારો. અસ્તુ... પ્રસંગથી સર્યું. - મૃષાભાષાશદની અર્થવિકલતા (૭) બૌદ્ધ - જો, આમ વાસ્તવસંબંધથી યુક્ત હોવાના કારણે શબ્દો તાત્ત્વિક અર્થના વાચક હોય, તો (૧) આ શબ્દો તમારા દર્શનથી ભિન્ન એવા બૌદ્ધાદિદર્શનોને માન્ય અર્થોમાં પ્રવૃત્ત થવા ન જોઈએ, કેમકે તમારે મન એ અર્થો તાત્ત્વિક નથી પણ મિથ્યા છે. કારણ કે પરદર્શનના તે અર્થો તમારા અર્થ સાથે વિરોધ ધરાવતા હોવાથી, તે અર્થો સંભવતા નથી. (એક શબ્દ બે ભિન્નદર્શનના બે વિરુદ્ધ અર્થનો વાચક હોય, અને બંને અર્થ તાત્ત્વિક હોય, તેમ તો સંભવે જ નહીં. અન્યથા પરદર્શનને મિથ્યાદર્શન કહી જ ન શકાય, અને બંને દર્શન અધુરા સિદ્ધ થાય અને જો એક અર્થ મિથ્યા હોય, તો પરદર્શનસંમત અર્થ જ મિથ્યા હોવો જોઈએ, અન્યથા સ્વદર્શન મિથ્યાદર્શન અને પરદર્શન સમ્યગ્દર્શન એવી વિપરીત માન્યતા ઉભી થાય.) વળી, (૨) ભૂતકાલીન અને અનાગત અર્થો અંગે શબ્દોની પ્રવૃત્તિ થવી ન જોઈએ. કેમકે એ અર્થો નષ્ટ અને અનુત્પન્ન હોવાથી અસત્ છે. જ્યારે શબ્દથી અભિધેય અર્થ સત્ = તાત્ત્વિક જ ઈષ્ટ છે. તથા (૩) કોઈની પણ વાણી ક્યારેય મિથ્યારૂપ નહીં બને, કેમકે વાણીમાત્ર સદ્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258