Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 241
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः -> तत्स्वात्मज्ञानं हि तदाऽऽवरणक्षयक्षयोपशमाभ्यां, तौ च क्षयक्षयोपशमौ संकेततपश्चरणभावनादिजन्यौ, अत एव कदाचित्संकेताभावेऽपि केषाञ्चित् तपश्चरणभावनादिभ्यः समुत्पन्नतज्ज्ञानाऽऽवरणकर्मक्षयक्षयोपशमभावानां शब्दादर्थाच्च केवलादप्यवैपरीत्येन वाच्यवाचकभावसंबन्धावगमो भवति । (६) तथा सर्व एव सर्वज्ञाः सुमेरुजम्बूद्वीपादीनान् प्रतिपद्यमानास्तच्छब्दवाच्यानेव प्रतिपद्यन्ते, तैरेव तथाप्ररूपणात्, अन्यैरेवं प्ररूपिता इति तैरपि तथाप्ररूपिता इति चेत् ? तेषामपि तथाप्ररूपणे को हेतुरिति वाच्यं ? तदन्यैरेवं प्ररूपणादिति चेत्, नन्वत्रापि શબ્દથી અર્થની નિશ્ચિત પ્રતિપત્તિમાં વાચ્યવાચકભાવસંબંધ નિયામક છે. વાચ્યવાચકસંબંધની આ નિયામક્તા એ સંબંધના સ્વરૂપના જ્ઞાનની અપેક્ષા રાખે છે અને એ સંબંધના સ્વરૂપનું જ્ઞાન સંકેત વગેરેથી થાય છે. શંકા - ઘણીવાર સંકેત વિના પણ શબ્દથી અવિપરીતપણે અર્થની પ્રતીતિ થતી દેખાય છે. માટે સંકેતની આવશ્યકતા નથી. સમાધાન - અહીં વસ્તુતત્ત્વ આ છે – વાચ્યવાચકભાવસંબંધના સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાનાવરણકર્મના ક્ષયથી કે ક્ષયોપશમથી થાય છે. આ ક્ષય કે ક્ષયોપશમ કાં તો (૧) સંકેતથી થાય અથવા (૨) તપથી થાય કે પછી (૩) ચારિત્રથી થાય અથવા (૪) ભાવના વગેરેથી થાય. કેટલાકને તપ, સંયમ અને ભાવના વગેરેથી તે જ્ઞાનવરણકર્મનો ક્ષય કે ક્ષયોપશમ થાય છે. તેથી સંકેતના અભાવમાં પણ માત્ર શબ્દ કે માત્ર અર્થથી જ શબ્દ અને અર્થ વચ્ચેના વાચ્યાવચકભાવ સંબંધનું જ્ઞાન અવિપરીતપણે થાય છે. (શંકા - જો આમ સંકેત વિના પણ અન્ય સાધનથી સંબંધના સ્વરૂપનો બોધ થતો હોય, તો સંકેતથી સર્યું. સમાધાન :- એમ સંકેતને તગેડી મૂકાય તેમ નથી, કેમકે બધા જીવોને કંઈ તપ વગેરે અન્ય સાધનો પ્રાપ્ત થયા નથી. વળી, અન્ય સાધનોની પ્રાપ્તિ માટે પણ સંકેતની જરૂર તો છે જ. વળી, કારણભેદે કાર્યભેદ માન્ય છે. દા.ત. કાષ્ઠરૂપ કારણથી ઉત્પન્ન થતો અગ્નિ જુદો, ચકમક પથ્થરથી ઉત્પન્ન થતો અગ્નિ જુદો. તેથી અગ્નિ પ્રત્યે કઇ, ચકમક વગેરે કારણો માન્ય છે, તેમ સંકેત વગેરેથી ઉત્પન્ન થતા ક્ષયોપશમ આદિરૂપ અને તેથી સંબંધના બોધરૂપ કાર્યમાં ભેદ માનવો જોઈએ અને સંકેત વગેરે સ્વસ્વજ કાર્યના અવ્યભિચારી કારણો છે જ. તેથી સંકેત વગેરે બધાને જ સંબંધના બોધમાં સ્વતંત્ર કારણ માનવા રહ્યા. તેથી સંકેત પણ આવશ્યક જ છે.) * વાચ્યવાચકભાવની અનાદિસિદ્ધતા - (૬) વળી બધા જ સર્વજ્ઞો સુમેરુ, જમ્બુદ્વીપ વગેરે અર્થોનો બોધ કરે છે ત્યારે તે બધાને “સુમેરુ’ જબૂદીપ’ વગેરે શબ્દોથી વાચ્ય તરીકે જ સ્વીકારે છે. કેમકે તે સર્વજ્ઞો તે તે અર્થોની પ્રરૂપણા “સુમેરુ વગેરે તે તે શબ્દોથી જ કરે છે. બૌદ્ધઃ- અન્યોએ આ પ્રમાણે પ્રરૂપણા કરી હોવાથી જ સર્વજ્ઞોએ પણ આ પ્રમાણે પ્રરૂપણા કરી છે, નહીં કે સુમેરુ વગેરે અર્થે સુમેરુ વગેરે શબ્દોથી વાચ્ય તરીકે જ જ્ઞાત થયા હોવાથી એવી પ્રરૂપણા કરી છે. સમાધાનઃ- બીજાઓએ “સુમેરુ' વગેરેને “સુમેરુ’ વગેરે શબ્દોથી જ કેમ દર્શાવ્યા? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258