Book Title: Anarthdanda Virman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૨૮૮ જિનતત્ત્વ ટેલિફોન ઇત્યાદિ માટે તથા આજીવિકા માટે કે જીવનનિર્વાહ માટે યોગ્ય મર્યાદામાં જે પાપકર્મ બાંધે તે અર્થદંડ કહેવાય અને નિષ્પયોજન પાપ કરે તે અનર્થદંડ કહેવાય. આવાં પાપકર્મોથી પોતાનો આત્મા દંડાય અને બીજા જીવો પણ દંડાય, દુ:ખી થાય. આવાં નિપ્રયોજન પાપકર્મોનો ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત છે. શ્રાવકનાં બાર વ્રતના ક્રમમાં તે આઠમું વ્રત છે. અનર્થદંડ એટલે અર્થ વગર, પ્રયોજન કે હેતુ વગર દડાવું. અનર્થદંડ એટલે લેવાદેવા વગરનાં, મફતનાં લાગતાં પાપો, જેમ કે માણસ ચાલતાં ચાલતાં વૃક્ષ-છોડનાં પાંદડાં તોડે, પાણીમાં પથરો નાખે, હાથમાં સોટી હોય તો ગાય, ભેંસ, કૂતરાને વગર કારણે મારે, જરૂર વગર મોટરનું હોર્ન વગાડ્યા કરે અથવા પોતાના મિત્રાદિને અડધી રાતે હોર્ન વગાડી બોલાવે કે જેથી બધાંની ઊંઘમાં ખલેલ પડે, સારો રસ્તો હોય છતાં લીલા ઘાસમાં ચાલે, ઘાસ કપાવે, અડધો પ્યાલો પાણી પી બાકીનું ઢોળી નાખે, ભાણાં વધારે લઈ પછી એઠું મૂકે, ઘી-દૂધ વગેરેનાં વાસણો ઉધાડાં રાખે, નળ ખુલ્લો રાખીને કામ કરે, પંખો કે એ. સી. કોઈ ન હોય તો પણ ચાલ્યા કરે, ટી. વી. જોવામાં કલાકો વેડફી નાખે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં આ અનર્થદંડ વિરમણ વ્રતનું પાલન કઠિન ગણાય છે અને તે સૂક્ષ્મ સમજ માગી લે છે, કારણ કે અર્થદંડ અને અનર્થદંડ વચ્ચેની ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. એટલે જ કેટલાક આ વ્રત લેતાં અચકાય છે. અલબત્ત, વ્રત ન લેવાય તો પણ સમજ અને જાગૃતિપૂર્વક અનર્થદંડ નિવારવાનો યથાશક્ય પુરુષાર્થ કરવો જોઈએ. અર્થદડમાં એકંદરે પાપ ઓછું લાગે છે. ગૃહસ્થ જીવનમાં એવાં પાપ કરવાનું અનિવાર્ય બને છે, પરંતુ સાચો શ્રાવક તો તેમાં પણ તલ્લીન બનતો નથી. એને માટે સભાન હોય છે અને એ પાપમાંથી પણ છૂટવાની ભાવનાવાળો હોય છે. અર્થદંડ રૂપી કાર્યો કરવા છતાં તે પોતાનાં તેવાં કાર્યો અનુકંપાપૂર્વક, વિવેકપૂર્વક, જયણાપૂર્વક કરે છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : शरीराद्यर्थविकलो यो दण्ड क्रियते जनैः । सोऽनर्थदण्डस्तत्त्यागस्तार्तीथीकं गुणव्रतम् ।। [ શરીર સેવાદિ પ્રયોજન વિના મનુષ્યો દ્વારા જે દંડ (પાપ કાર્યો) કરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16