Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 16
________________ 300 જિનતત્વ જેઓ પાંચ મહાવ્રત ધારણ કરી સાધુ થઈ શકતા નથી તેમને માટે બાર વ્રત અને અગિયાર પ્રતિમા છે. સાચા શ્રાવકનું લક્ષ્ય ગૃહસ્થજીવનમાં રહીને પણ સાધુજીવન સુધી પહોંચવાનું છે. જેઓ શ્રદ્ધાપૂર્વક આ દિશામાં પ્રગતિ કરે છે તેઓ બાર વ્રતનું ચુસ્ત પાલન કરે છે. પાંચ મહાવ્રતોમાં પણ સર્વશ્રેષ્ઠ તે અહિંસા વ્રત છે. ધર્માચરણનો બધો નિષ્કર્ષ આ મુખ્ય વ્રતમાં આવીને સમાય છે. એટલે અનર્થદંડ વિરમણ વ્રત પણ અહિંસાદિ વ્રતના પોષણ માટે છે. વર્તમાન સમયમાં જીવનશૈલીમાં જબરજસ્ત મોટું પરિવર્તન આવી થાયું છે. અનર્થદંડની કેટલીયે જૂની વાતો મોટા ભાગના સમાજ માટે કાલગ્રસ્ત બની ગઈ છે. ટી. વી., ટેલિફોન, કૉપ્યુટર, ફિલ્મ, મોટરકાર, વિમાન, મિક્સર, ગ્રાઈન્ડર, વોશર, ક્લિનર, ફિલ્ટર, ગેસ તથા વિવિધ ઉપકરણો આવતાં શેમાં અર્થદંડ છે અને શેમાં અનર્થદંડ છે એની સમજણ રહેતી નથી, વ્યવહારુ દૃષ્ટિએ ખોટી વાતનો પણ બચાવ થાય છે. આવા સંજોગોમાં શ્રદ્ધાળુ શ્રાવકે તો પોતાની જાતને જ પૂછવાનું રહે છે કે પોતે જે કંઈ આચરે છે તે અનિવાર્ય છે કે અનાવશ્યક છે ? સપ્રયોજન છે કે નિસ્પ્રયોજન ? જે નિસ્પ્રયોજન, અનાવશ્યક હોય તેમાંથી અટકવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મતત્ત્વનું સાચું હાર્દ સમજીને પોતાના અંતરાત્માની સાક્ષીએ પ્રામાણિકપણે નિર્ણય કરી જીવનમાં તેને ઉતારવાનો સાચો ઉદ્યમ કરવાની આવશ્યકતા છે ! મુક્તિનું અંતિમ લક્ષ્ય નજર સામે રહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16