Page #1
--------------------------------------------------------------------------
________________
અનર્થદંડ વિરમણ
જૈન ધર્મનું અનર્થદંડ – વિરમણ જેવું વ્રત દુનિયાના અન્ય કોઈ ધર્મમાં નહીં હોય !
શ્રાવકનાં બાર વ્રતમાં આ વ્રતને સ્થાન આપીને જૈન ધર્મે આચારનો કેટલો સૂક્ષ્મ અને ઊંડો વિચાર કર્યો છે તે જોઈ શકાશે.
વિરમણ એટલે અટકવું. અનર્થદંડ વિરમણ એટલે અનર્થ દંડથી અટકવું. અનર્થદંડ એટલે અર્થ ન સરે અને દંડ મળે. દંડ એટલે શિક્ષા, પાપ રૂપી શિક્ષા, કર્મબંધરૂપી શિક્ષા, અનર્થદંડ એટલે વગર લેવેદેવે બંધાતાં અશુભ કર્મ. અનર્થદંડ-વિરમણ એટલે બાહ્ય કે આત્યંતર, દ્રવ્ય કે ભાવથી, સાક્ષાત્ કે પરંપરાએ, ઇહલૌકિક કે પારલૌકિક, સ્વને કે પ૨ને થતા નુકસાનથી અટકવું, સાચા પ્રયોજન વગરની મન, વચન અને કાયાની અમર્યાદિત પ્રવૃત્તિઓથી અટકવું. એટલા માટે અનર્થદંડ વિરમણને વ્રતનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ક્ષુદ્ર, નિરર્થક વાતોમાં વેડફાઈ જતી શક્તિને ઉચ્ચતર ધ્યેય માટે પ્રયોજવાની ભલામણ આ વ્રતમાં રહેલી છે.
અર્થ દંડ એટલે કોઈ પ્રયોજન અથવા હેતુને કારણે સ્વેચ્છાએ ભોગવવી પડતી શિક્ષા, અનર્થ દંડ એટલે અર્થ અથવા પ્રયોજન વગર, અજ્ઞાન કે પ્રમાદને કારણે ભોગવવી પડતી શિક્ષા.
અનર્થ દંડ એ ગૃહસ્થ શ્રાવકના વ્રત માટે પ્રયોજાયેલો પારિભાષિક શબ્દ છે. એ વિશે ધર્મ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરીશું.
સંસારનું સ્વરૂપ એવું નથી કે બધું વ્યવસ્થિત રીતે, ક્રમાનુસાર, માપસર ભોગવાય અને કંઈ વધઘટ ન રહે. સંસારમાં અસમાનતા છે અને અસમાન ઘટનાઓ બને છે. કોઈ ગરીબનું બાપદાદાના વખતનું સો વર્ષ જૂનું ખોરડું
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૮૩
જિનતત્ત્વ દિવાલોનાં ગાબડાં પૂરીને, ટેકા આપીને ચલાવાય છે. અને એક શ્રીમંતનો નવા જેવો આલીશાન બંગલો તોડી નાખીને ત્યાં બીજી નવી ઈમારત બનાવાય છે, કારણ કે હવે તે બંગલો નવી ડિઝાઈન પ્રમાણે બનાવવો છે. એક ગરીબ મહિલા કાચની બંગડીઓ સાચવી સાચવીને વર્ષો સુધી ચલાવે છે અને એક શ્રીમંત મહિલા છબાર મહિને સોનાનાં ઘરેણાં ભંગાવીને નવા ઘાટ કરાવે છે. આમાં અર્થદંડ અને અનર્થદંડ બંનેને સૂક્ષ્મ દૃષ્ટિથી ઘટાવી શકાય.
એથી વધારે સ્પષ્ટ ઉદાહરણ લઈએ. દરેક પ્રજા જો સુખમય શાન્તિથી જીવન જીવતી હોય તો કોઈ દેશને લકરની જરૂર ન પડે. દરેક દેશને સ્વરક્ષણ માટે લશ્કર રાખવું પડે છે. સેનાનું એ ખર્ચ અંતે તો પ્રજાને જ ભોગવવાનું રહે છે. સેનાની આવશ્યકતાને કારણે થતું ખર્ચ એ અર્થદંડ છે. હવે આમાં કોઈ રાજ્ય પોતાની સરહદો વધારવા માટે વારંવાર યુદ્ધ કરતું હોય તો એ ખર્ચ પણ પ્રજાને જ ભોગવવાનું આવે છે. આ રીતે આવતું ખર્ચ તે અનર્થદંડ છે. એક શહેરમાં એક લાંબા મોટા રસ્તા પર આખી રાત બત્તીઓ સળગતી રહે છે. કોઈ વખત તો આખી રાત એક પણ ગાડી પસાર થતી નથી. પરંતુ નગરપાલિકાને આ જરૂરી ખર્ચ ઉઠાવવું પડે છે, જે છેવટે તો નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અર્થદંડ કહી શકાય. હવે કોઈ વખત નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઊતરે અને રસ્તાની બત્તીઓ ત્રણ-ચાર દિવસ સુધી ચોવીસે કલાક ચાલુ રહે, એ ખર્ચ પણ નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અનર્થદંડ કહેવાય. એવી જ રીતે વિમાનના અપહરણના કેટલાક કિસ્સા બન્યા એટલે એને લીધે દુનિયાભરનાં એરપોર્ટ પર રોજ લાખો માણસોને સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે અને એ માટે એટલો બધો વધારાનો સ્ટાફ રાખવો પડે છે. આ પણ સામાજિક અનર્થદંડનું ઉદાહરણ છે. અલબત્ત, આમાં બીજી કેટલીક અપેક્ષાઓ પણ રહેલી છે.
વર્તમાન સમયમાં મોટાં ઘર, ભાતભાતનું રાચરચીલું, ટી. વી., ટેલિફોન, કોમ્યુટર, ઘરની બહાર જમવા માટેનાં રેસ્ટોરાં, હોટેલો, મહેફિલો, ભોજન માટે અનેકવિધ વાનગીઓ ઇત્યાદિને કારણે અનર્થદંડ માટે નિમિત્તો અને પ્રસંગોનો ઘણો અવકાશ વધ્યો છે.
અનર્થદંડની જૂની કેટલીક વાતો કાલગ્રસ્ત બની છે, તો બીજી બાજુ ઘણી બધી વાતો ઉમેરાઈ છે. એમાં જાગૃત અને સમજદાર માણસે સાવધાનીપૂર્વક
Page #3
--------------------------------------------------------------------------
________________
અનર્થદંડ વિરમણ
૨૮૭ ગૃહસ્થજીવન જીવવાનું છે, કારણ કે વર્તમાનકાળમાં શ્રદ્ધાની કસોટી કરે એવાં નિમિત્તો વધ્યાં છે.
જે આદિવાસી લોકો દૂર પછાત વિસ્તારનાં ગામડાંઓમાં, જંગલોમાં વસે છે અને પ્રાકૃતિક જીવન જીવે છે તેઓને સામાજિક દષ્ટિએ કોઈ સરકારી કરવેરો – દંડ ભરવાનો હોતો નથી. એટલે સામાજિક દૃષ્ટિએ તેઓને અર્થદંડ પણ હોતો નથી. જેઓ શહેરોમાં વસે છે અને પાણી, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર ઇત્યાદિ સગવડો ભોગવે છે તેઓને સીધી કે આડકતરી રીતે કરવેરો – દંડ ભરવાનો રહે છે.
આવી જ રીતે જે સંયમી માણસો પાંચ મહાવ્રત ધારણ કરી સાધુજીવન જીવે છે અને જેઓને જીવન જીવવા માટે પોતાનું ઘર, માલમિલકત, કટુંબપરિવાર કે આરંભ-સમારંભની કોઈ આવશ્યકતા હોતી નથી તેઓને અનર્થદંડ જેવું કશું હોતું નથી. ગૃહસ્થ શ્રાવકોને અર્થદંડ અને અનર્થદંડ બંને હોય છે. એમને માટે અર્થદંડ અનિવાર્ય છે, કારણ કે એ વિના જીવન નિર્વાહ શક્ય નથી, પરંતુ તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં અનર્થદંડને નિવારી શકે છે, એનું વિરમણ કરી શકે છે. એટલે એને વ્રતનું સ્વરૂપ અપાયું છે.
- સાધુ મહાત્માઓનાં પાંચ મહાવ્રત હોય છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ, આ પાંચ વ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તેઓએ કરવાનું હોય છે.
સાધુ મહાત્માનાં જે પાંચ મહાવ્રત છે તે વ્રત શ્રાવકે અમુક અંશે પાળવાનાં હોય છે. એટલે એને પાંચ “અણુવ્રત' કહે છે. તદુપરાંત શ્રાવકે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. ત્રણ ગુણવ્રતમાં દિક્પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ-વિરમણ વ્રત છે. ગુણવ્રત એટલે જીવનમાં ગુણનો ઉમેરો કરે એવું વ્રત, અણુવ્રતોના પાલનમાં ગુણની વૃદ્ધિ થાય છે માટે એ ગુણવ્રત કહેવાય છે. અનર્થદંડ વિરમણથી અન્ય વ્રતોના પાલનમાં પણ ગુણની બુદ્ધિ થાય છે. સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષા વ્રતો છે. શિક્ષા શબ્દ અહીં તાલીમના, શિક્ષણના અર્થમાં છે.
માણસના પોતાના શરીરના નિર્વાહ માટે, સ્વજનોના કુટુંબ પરિવારના નિર્વાહ અર્થે ઘર, દુકાન, ઑફિસ, જમીન, મકાન, ધન, ધાન્ય, નોકર-ચાકર, રક્ષક, ગાય, ભેંસ, બળદ વગેરે અથવા મોટરગાડી વગેરે આધુનિક વાહનવ્યવહાર,
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જિનતત્ત્વ ટેલિફોન ઇત્યાદિ માટે તથા આજીવિકા માટે કે જીવનનિર્વાહ માટે યોગ્ય મર્યાદામાં જે પાપકર્મ બાંધે તે અર્થદંડ કહેવાય અને નિષ્પયોજન પાપ કરે તે અનર્થદંડ કહેવાય. આવાં પાપકર્મોથી પોતાનો આત્મા દંડાય અને બીજા જીવો પણ દંડાય, દુ:ખી થાય. આવાં નિપ્રયોજન પાપકર્મોનો ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત છે. શ્રાવકનાં બાર વ્રતના ક્રમમાં તે આઠમું વ્રત છે.
અનર્થદંડ એટલે અર્થ વગર, પ્રયોજન કે હેતુ વગર દડાવું. અનર્થદંડ એટલે લેવાદેવા વગરનાં, મફતનાં લાગતાં પાપો, જેમ કે માણસ ચાલતાં ચાલતાં વૃક્ષ-છોડનાં પાંદડાં તોડે, પાણીમાં પથરો નાખે, હાથમાં સોટી હોય તો ગાય, ભેંસ, કૂતરાને વગર કારણે મારે, જરૂર વગર મોટરનું હોર્ન વગાડ્યા કરે અથવા પોતાના મિત્રાદિને અડધી રાતે હોર્ન વગાડી બોલાવે કે જેથી બધાંની ઊંઘમાં ખલેલ પડે, સારો રસ્તો હોય છતાં લીલા ઘાસમાં ચાલે, ઘાસ કપાવે, અડધો પ્યાલો પાણી પી બાકીનું ઢોળી નાખે, ભાણાં વધારે લઈ પછી એઠું મૂકે, ઘી-દૂધ વગેરેનાં વાસણો ઉધાડાં રાખે, નળ ખુલ્લો રાખીને કામ કરે, પંખો કે એ. સી. કોઈ ન હોય તો પણ ચાલ્યા કરે, ટી. વી. જોવામાં કલાકો વેડફી નાખે.
ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં આ અનર્થદંડ વિરમણ વ્રતનું પાલન કઠિન ગણાય છે અને તે સૂક્ષ્મ સમજ માગી લે છે, કારણ કે અર્થદંડ અને અનર્થદંડ વચ્ચેની ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. એટલે જ કેટલાક આ વ્રત લેતાં અચકાય છે. અલબત્ત, વ્રત ન લેવાય તો પણ સમજ અને જાગૃતિપૂર્વક અનર્થદંડ નિવારવાનો યથાશક્ય પુરુષાર્થ કરવો જોઈએ.
અર્થદડમાં એકંદરે પાપ ઓછું લાગે છે. ગૃહસ્થ જીવનમાં એવાં પાપ કરવાનું અનિવાર્ય બને છે, પરંતુ સાચો શ્રાવક તો તેમાં પણ તલ્લીન બનતો નથી. એને માટે સભાન હોય છે અને એ પાપમાંથી પણ છૂટવાની ભાવનાવાળો હોય છે. અર્થદંડ રૂપી કાર્યો કરવા છતાં તે પોતાનાં તેવાં કાર્યો અનુકંપાપૂર્વક, વિવેકપૂર્વક, જયણાપૂર્વક કરે છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં કહેવાયું છે :
शरीराद्यर्थविकलो यो दण्ड क्रियते जनैः ।
सोऽनर्थदण्डस्तत्त्यागस्तार्तीथीकं गुणव्रतम् ।। [ શરીર સેવાદિ પ્રયોજન વિના મનુષ્યો દ્વારા જે દંડ (પાપ કાર્યો) કરાય
Page #5
--------------------------------------------------------------------------
________________
અનર્થદંડ વિરમણ
૨૮૯ છે તે નિષ્કારણ હોવાથી “અનર્થ દંડ' કહેવાય છે અને એનો ત્યાગ એ ત્રીજું ગુણવ્રત છે. ] વળી કહ્યું છે :
जं इंदियसयणाई पड्च्च पावं करेज्ज सो होई ।
अत्थे दंडो त्ति अन्ने उ अणत्थदंडो त्ति ।। [ ઇન્દ્રિયો અને સ્વજનાદિને અંગે જે પાપ કરવામાં આવે તે અર્થ દંડ (સપ્રયોજનદંડ) છે અને તે સિવાયનાં અનર્થદંડ છે. શ્રી સમન્તભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર”માં કહ્યું છે :
आभ्यन्तरं दिगवधेरपाधिकेभ्य: सपापयोगेभ्यः ।।
विरमणमनर्थदण्डव्रतं विदुर्वतधराग्रण्यः । [ દિશાઓની અવધિ – દિપરિમાણ વ્રતની અંદર રહીને પ્રયોજનરહિત પાપોનાં કારણોથી વિરક્ત રહેવાના વ્રતને, વ્રત ધારણ કરનાર પુરુષોમાં અગ્રગણ્ય એવા પુરુષો, અનર્થદંડ વ્રત કહે છે. ]
સવાર્થસિદ્ધિ'માં કહ્યું છે : અસત્યુપવારે પવનદેતુરનg : ! અર્થાત્ જેમાં ઉપકાર ન થવાનો હોય અને પાપની પ્રાપ્તિ થવાની હોય એવી પ્રવૃત્તિ તે અનર્થદંડ છે.
અનર્થદંડની વ્યાખ્યા આપતાં “ઉપદેશ પ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે :
शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः ।
योऽनर्थदण्डस्तत्त्यागः तृतीयं तु गुणव्रतम् ।। (શરીર આદિ માટે થતું પાપ તે અર્થદંડ કહેવાય. તેનાથી પ્રતિપક્ષતાવાળું (એટલે વિપરીતતાવાળું) તે અનર્થદંડ છે. તેનો ત્યાગ એ તૃતીય ગુણવ્રત છે. ]
अद्वेण तं न बंधइ, जमणद्वेणं तु थेवबहुभावा ।
अढे कालाईआ, नियामगा न तु अणट्ठाए ।। [ અનર્થદંડથી જેટલું પાપ બંધાય છે તેટલું અર્થદંડથી બંધાતું નથી. અર્થદંડમાં કાલાદિ (દ્રવ્ય, ક્ષેત્રાદિ નિયમિત છે અને અનર્થદંડમાં નથી. ]
અર્થદંડ કરતાં અનર્થદંડમાં પાપ વધારે બંધાય છે, કારણ કે એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની કોઈ મર્યાદા હોતી નથી.
અનર્થદંડના પ્રકાર માટે કહ્યું છે :
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૯૦
જિનતત્ત્વ सोऽपध्यानं पापकर्मोपदेशो हिंसकार्पणम् ।
प्रमादाचरणं चेति प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ।। અનર્થદંડના મુખ્ય ચાર પેટા પ્રકાર જિનેશ્વરદેવોએ કહ્યા છે : (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિંસપ્રદાન અને (૪) પ્રમાદાચરણ.
આવશ્યકસૂત્રમાં કહ્યું છે : સત્ય માટે ઘરે પાછા – वज्झाणाचरिए, पमायाचरिए, हिंसप्पदाणे, पापकम्मोपवएसे अ ति ।।
અનર્થદંડનો પહેલો મુખ્ય પ્રકાર છે : અપધ્યાન – આચરિત (અવજઝાણાચરિય). અપધ્યાન અથવા દુર્બાન એટલે અશુભ ચિંતન. અપધ્યાનના મુખ્ય બે પ્રકાર છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન.
આર્તધ્યાનના ચાર પેટા પ્રકાર છે : (૧) અનિષ્ટ વિયોગ (૨) ઇષ્ટ સંયોગ (૩) રોગચિન્તા અને (૪) અગ્રશૌચ અથવા નિદાન. અનિષ્ટ વિયોગ રૂપી આર્તધ્યાન એટલે જે શબ્દાદિ વિષયો, પદાર્થો કે વ્યક્તિઓ પોતાને પ્રિય નથી તેનો પોતાને વિયોગ રહે તો સારું એવું મનમાં ચિતવવું. એવી જ રીતે ઇષ્ટ સંયોગ વિશે ચિંતવવું.
રોગચિંતા આર્તધ્યાન અથવા વેદનાજન્ય આર્તધ્યાનમાં શરીરમાં વ્યાધિ થયો હોય તો તેનો વિયોગ થાય તે માટેની ચિંતા, રોગ, વેદના, શારીરિક પ્રતિકૂળતા કે અસ્વસ્થતા ઇત્યાદિ વખતે તે જલદી જાય અને જલ્દી સાજા થઈ જવાય, ફરીથી એવી વેદના ન થાય તે માટે ચિત્તા તે આ પ્રકારનું આર્તધ્યાન છે. વસ્તુત: એવે વખતે સુજ્ઞ જીવે એમ વિચારવું જોઈએ કે પોતાનાં પૂર્વબદ્ધ અશાતા વેદનીય કર્મના ઉદયને કારણે આમ થયું છે કે જેથી અસ્વસ્થતા ઓછી થઈ જાય. વળી એ વખતે ચિત્ત શાન્ત રાખી એને સ્વાધ્યાયાદિમાં પરોવી દેવાથી પણ આર્તધ્યાન ઘટે છે.
અગ્રશૌચ એટલે હવે પછીની ચિત્તા. આ પ્રકારના આર્તધ્યાનને નિદાન આર્તધ્યાન પણ કહે છે. પોતાની તપશ્ચર્યાના પ્રભાવે આવતા ભવમાં પોતાને ચક્રવર્તીપણું, રાજ્યઋદ્ધિ અથવા દેવગતિ ઇત્યાદિ મળે એવો સંકલ્પ તે નિદાન (નિયાણુ) કહેવાય છે. નિદાન એ પણ આર્તધ્યાનનો એક પ્રકાર છે. અશુભ નિયાણું પણ બંધાય છે. આવાં બધાં આર્તધ્યાન તે અનર્થદંડ છે.
આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધારે ભયંકર છે. ક્રોધાદિ કષાયથી બીજાને મારવાની, મારી નાખવાની, કોઈકની સંપત્તિને નુકસાન પહોંચાડવાની, આગ લગાડવાની ઇચ્છા કે એવા અવનવા ભયંકર વિચારો મનમાં ઊઠે તે રૌદ્રધ્યાન
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૯૧
અનર્થદંડ વિરમણ કહેવાય. એના પણ ચાર પ્રકાર છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) તેયાનુબંધી અને (૪) રક્ષાનુબંધી.
હિંસક વિચારો આવવા, અસત્ય બોલવું, આળ ચડાવવું, નિંદા કરવી, વિશ્વાસઘાતી વચનો બોલવાં, ચોરી કે લૂંટના વિચારો કરવા, પોતાનાં માલમિલકતના રક્ષણ માટે બીજાને નુકસાન પહોંચાડવાના વિચારો કરવા એ તમામ રૌદ્રધ્યાન છે, અનર્થદંડ છે.
અનર્થદંડનો બીજો પ્રકાર છે પાપોપદેશ એટલે કે પાપ કરવા માટે કહેવું અથવા તે માટે પ્રેરણા કરવી. “રાજવાર્તિકમાં પાપોદેશના (૧) લેશવાણિજ્યા, (૨) તિર્યંગે વાણિજ્ય, (૩) વધક ઉપદેશ અને (૪) આરંભક ઉપદેશ એમ ચાર પ્રકાર બતાવ્યા છે. અમુક પ્રદેશમાં દાસ-દાસીના, નોકર-ચાકરના ભાવ વધારે છે. ત્યાં એને મોકલો. એવા પાપોપદેશને કલેશવાણિયા કહે છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાંના અમુક જગ્યાએ ભાવ વધારે છે માટે ત્યાં વેચવા સારાં એ તિર્યંગ વાણિજ્ય પાપોપદેશ. વધક એટલે શિકારી. એને સારા શિકાર માટે જગ્યા બતાવવી, માખી, મચ્છર, જીવાત વગેરે મારવાના ઉપાયો બનાવવા, પેસ્ટ કંટ્રોલ માટે ભલામણ કરવી વગેરે તે વધકોપદેશ. ખેડૂતને ખેતી માટે જમીન, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે અંગે ઉપદેશ આપવો તે આરંભક ઉપદેશ. વર્તમાન સમયમાં કોઈક અમુક વ્યવસાય માટે પ્રેરણા કે ભલામણ કરવી તે પણ આરંભક ઉપદેશ છે.
કોઈને પ્રશ્ન થાય કે તો પછી શું કોઈને સાચી સલાહ આપવી ન જોઈએ ? એનો ઉત્તર એ છે કે વ્યક્તિ ધર્મતત્ત્વમાં કેટલી શ્રદ્ધા અને સમજણ ધરાવે છે અને એનું લક્ષ્ય શું છે એના ઉપર સલાહ આપવાનો આધાર રહે છે. વ્રત કે નિયમ લેવાથી માણસ આવા અનર્થદંડથી બચી જાય છે. વ્યવહારમાં અવ્રતી માણસોમાં વિવિધ પ્રકારની વાત થાય છે. અને માગેલી કે વણમાગી સલાહ પણ અપાય છે. તો પણ તેઓને અનર્થદંડનો દોષ તો લાગે જ છે.
એ વખતે સંભવ છે કે વ્યક્તિનો આશય પાપોપદેશનો ન હોય. વળી પાપની આવી સૂક્ષ્મ વાત એની સમજમાં પણ ન આવી હોય. પરંતુ જેઓ વ્રતધારી શ્રાવકો છે અથવા વ્રતધારી થવા ઇચ્છે છે અને લક્ષ્યપૂર્વક સમ્યફ શ્રદ્ધા ધરાવે છે એવી વ્યક્તિ જો સમજતી હોય કે અમુક કાર્ય કરવામાં કે સલાહ આપવામાં અકારણ પોતાને હિંસાની અનુમોદનાનો દોષ લાગશે તો તેવી વ્યક્તિએ વગર લેવેદેવે આવાં મફતનાં પાપ ન બાંધવાં જોઈએ. આમાં
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જિનતત્ત્વ મહત્ત્વની વાત તે સંયમની અને જયણાની છે. જેઓ પોતાની જાતને સંયમમાં રાખવા ઇચ્છે છે તેઓએ જયણાપૂર્વકનું ગૃહસ્થ જીવન જીવવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે આવું વ્રત ધારણ કરનારને સમાજમાં વેદિયા ગણવામાં આવે અને એમનો ઉપહાર કરવામાં આવે. પરંતુ તેની ફિકર ન કરતાં પોતાની જાતને સંયમમાં રાખવી હિતાવહ છે.
અનર્થદંડનો ત્રીજો પ્રકાર છે હિંચપ્રદાન. હિંસક શસ્ત્રો કે સાધનો, છરી, ચપ્પ, કારતર, તલવાર, ભાલો, દાંડો, હથોડી, કુહાડી, ચાબુક, બાંધવા માટેની દોરી, ઝેર, માંકડ – મચ્છર મારવાની ઝેરી દવા, વગેરે બીજાને આપવાં તે હિંસાદાન અનર્થદંડ છે. વંદિત્તસૂત્ર'ની ગાથામાં કહ્યું છે :
सत्थगिमुसलजंतगतणकंठे मंतमूलभेसज्जे ।
दिन्ने दवाविए एवा पडिक्कमे देसि सव्वं ।। [ શસ્ત્ર, અગ્નિ, મૂશળ, યંત્ર, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ (જડીબુટ્ટી) અને ભેષજ (ઔષધ) એ પાપારંભવાળી વસ્તુઓ મેં આપી હોય અથવા બીજા પાસે અપાવી હોય તો તે દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) પાપને હું પ્રતિક્રમું . ]
કોઈપણ સારું કાર્ય માણસ કરે તો તેને જોઈ બીજા તેમ કરવા પ્રેરાય છે. તેવી રીતે કોઈ માણસ અશુભ કાર્યનો આરંભ કરે તો તેને જોઈ બીજા પણ તેમ કરવા પ્રેરાય છે. એટલે બીજાઓ જે અશુભ કાર્યો કરે તેનો દોષ પોતાને પણ લાગે છે. માટે વ્યક્તિએ પોતે કોઈ અશુભ કાર્યનો આરંભ ન કરવો જોઈએ અથવા અશુભ કાર્યનો ચીલો ન પાડવો જોઈએ.
પ્રમાદાચરણ એ અનર્થદંડનો ચોથો પ્રકાર છે. પ્રમાદાચરણ એટલે પ્રમાદવશ બનીને આચરણ કરવું. શાસ્ત્રોમાં પ્રસાદ મુખ્યત્વે પાંચ પ્રકારના બતાવ્યા છે. કહ્યું છે :
मज्जं विसयकसाया निद्दा विकहा च पंचमी भणिया ।
एए पंच पमाया जीवं पाडंति संसारे ।। [મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારનાં પ્રમાદ જીવને સંસારમાં પાડે છે અર્થાત્ સંસારમાં ભાડે છે. ]
આ પાંચ પ્રકારના અથવા બીજી રીતે આઠ પ્રકારના પ્રમાદના દરેકના
Page #9
--------------------------------------------------------------------------
________________
અનર્થદંડ વિરમણ
૨૯૩ પેટા પ્રકારો છે. એમાં જુગાર, ચોરી, શિકાર, પરસ્ત્રીગમન વગેરે સાતે વ્યસનો આવી જાય છે. પ્રમાદનું ક્ષેત્ર ઘણું મોટું છે.
પ્રમાદાચરણને બીજી રીતે પણ બતાવવામાં આવે છે. જ્યાં ઘણાં જંતુઓ હોય તે જીવાકુલ ભૂમિમાં સ્નાન વગેરે કરવું, રસનાં ભાજન, એટલે કે પ્રવાહી પદાર્થવાળા વાસણ ઢાંકે નહીં, દીવો ઢાંકવો નહીં, રસોડા વગેરેમાં ઉલ્લોચ એટલે કે ચંદરવો ન બાંધવો એ બધાં પ્રમાદનાં આચરણ ગણાય છે.
પોતાના ઘરમાં મર્યાદિત પાણીથી સ્નાન કરવું એ ગૃહસ્થો માટે ઉત્તમ નાન કહેવાય છે. (સાધુઓ માટે સ્નાન વર્જિત છે.) “વંદિત્તસૂત્ર'ની ગાથામાં કહ્યું છે :
ण्हाणुवट्ठण वन्नगविलेवणे सदरूवरसगंधे ।
वत्थासण आभरणे पडिक्कमे देसि सव्वं ।। [ સ્નાન, ઉદ્વર્તન (શરીરે ચૂર્ણ (પાવડર) વગેરે ચોળવા), વર્ણક (ચહેરા ઉપર કસ્તુરી વગેરેનું શોભા વધારવા મંડન કરવું), વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર અને આભરણ વગેરે સર્વ વિશે જે કંઈ પાપ દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) સેવ્યું હોય તેને હું પ્રતિક્રમું છું. } એકાદશી પુરાણમાં કહ્યું છે :
पीडयन्ते जन्तवो यत्र जल मध्ये व्यवस्थिताः ।
स्नान कृते तत: पार्थ ! पुण्यं पापं समं भवेत् ।। [જ્યાં જળમાં રહેતાં જંતુઓને આપણા સ્નાનથી પીડા થાય છે એવી જગ્યામાં, તીર્થ વગેરેમાં નદી, તળાવમાં પુણ્ય સમજીને કરેલું સ્નાન પાપ સરખું થાય છે. ]
જિનમંદિરમાં હસવું, ઘૂંકવું, ઊંઘવું, ઝઘડા કરવા, ગાળાગાળી કરવી, અકારણ મોટેથી બોલવું, આહાર કરવો, સાંસારિક વાતો કરવી, કલેશ -- કલ્પાંત કરવું, કામક્રીડા કરવી ઇત્યાદિ પણ પ્રમાદ આચરણ છે. ટૂંકમાં જિન મંદિરની ૮૪ પ્રકારની આશાતના કહી તે સર્વ પ્રમાદ આચરણ છે.
પ્રયોજન વગર વૃક્ષોનું છેદન કરવું, ફળફૂલ તોડવાં, પાંદડાં-ડાળખી તોડવાં, ઘાસ ઉખાડવું, જમીન ખોદવી, ખાડા કરવા, પાણી ઢોળવું, બારીબારણાં ઉઘાડવાસ કરવા ઇત્યાદિ પણ પ્રમાદ – આચરણ છે.
માણસ પ્રમાદને કારણે પોતાનાં ઘૂંક, ગળફો, લીંટ વગેરે જમીન પર ગમે
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૯૪
જિનતત્ત્વ
ત્યાં નાખે (નાખવાં પડે તો ધૂળ વગેરેથી ઢાંકવા જોઈએ) તો તેમાં અન્તર્મુહૂર્તમાં કે તે પછી અસંખ્યાત સંમૂર્ચ્છિમ જીવોની ઉત્પત્તિ થાય છે અને તેનો દોષ પોતાને લાગે છે. આવાં ૧૪ પ્રકારનાં અશુચિ સ્થાનોમાં સંમૂમિ જીવો ઉત્પન્ન થાય છે.
માણસ પોતાનાં કામ માટે ફૂલો, અગ્નિ, દીવો વગેરે સળગતાં રાખે, પરંતુ કામ પતી ગયા પછી જો તે ઓલવી ન નાખે તો તે પ્રમાદયુક્ત આચરણ કહેવાય છે. અગ્નિ બુઝાવવામાં દોષ છે, પણ તે પ્રયોજન વગર સળગતો રાખવામાં વધુ દોષ છે; કારણ કે અગ્નિ જ્યાં સુધી સળગતો રાખવામાં આવે ત્યાં સુધી સૂક્ષ્મ જીવોની હિંસા થયા કરે છે. એટલે ભગવતીસૂત્રમાં ભગવાને કહ્યું છે : ને સે રિતે અશિાયં નિાવેડ઼ સે ખં વિસે અખમ્મ તતરા જેવ 1 એટલે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પ કર્મબંધ કરે છે.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો પણ પ્રમાદ આચરણમાં આવી જાય છે. એની વાત સુસ્પષ્ટ છે.
નિદ્રાની ગણના શાસ્ત્રકારોએ પ્રમાદમાં કરી છે. ઊંઘ શરીર માટે, સારા આરોગ્ય માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય મનાય છે. એમ છતાં સ્વસ્થ રહીને નિદ્રા ઘટાડી શકાય છે. સ્વરૂપમાં લીન રહેનાર મહાત્માઓ કેટલી ઓછી નિદ્રા લે છે ! ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની તપશ્ચર્યાના કાળમાં કેટલી ઓછી નિદ્રા લીધી હતી !
નિદ્રા પાંચ પ્રકારની છે. જે નિદ્રામાંથી આનંદપૂર્વક જાગ્રત થઈ શકાય, સુખે ઊઠાય તે સાચી નિદ્રા. જે નિદ્રામાંથી ઊઠતાં કષ્ટ પડે, ગમે નહીં તે ‘નિદ્રા નિદ્રા’. ઊભા ઊભા ઊંઘનું ઝોકું આવે તે પ્રચલા નિદ્રા. ચાલતાં ચાલતાં જે નિદ્રા આવે તે ‘પ્રચલા પ્રચલા’. ઘોડો આવી રીતે ચાલતાં ચાલતાં ઊંધ લઈ લેતો હોય છે. દિવસે વિચારેલું શુભાશુભ કાર્ય રાતના ઊંઘમાંથી ઊઠીને કરી નાખીને પાછો સૂઈ જાય અને છતાં પોતાને ખબર પણ ન હોય, સવારે પૂછો તે કંઈ યાદ ન હોય એવી પ્રગાઢ નિદ્રા તે સ્થાનર્જિં નિદ્રા કહેવાય. આવી સ્યાદ્ર નિદ્રાવાળા માણસમાં નિદ્રામાંથી ઊઠતી વખતે ઘણું જ બળ હોય છે. દિવસે જાગૃતિમાં પણ એવી વ્યક્તિમાં સરેરાશ કરતાં ત્રણ-ચાર ગણું બળ હોય છે અને રાતના જાગરણ દરમ્યાન આઠગણું બળ અથવા વાસુદેવ કરતાં અડધું બળ હોય છે. સ્થાનદ્ધિવાળો લાખોમાં એક હોય તો હોય, પણ એ અવશ્ય નરકે જનાર જીવ હોય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૯૫
અનર્થદંડ વિરમણ
વિકથા એ પ્રમાદનો એક પ્રકાર છે. વિકથા એટલે વિકાર કરનારી ખોટી કથા. જે કથાઓમાં રસ લેતાં અશુભ કર્મબંધ થાય છે એવી આ પ્રકારની કથાઓમાં રાજ કથા, સ્ત્રીકથા, દેશકથા (અથવા વિકલ્પ ચોરકથા) અને ભક્તકથા (ભત્તકથા -- ભોજનકથા) એવા ચાર પ્રકાર બતાવવામાં આવે છે. વળી એ પ્રત્યેકના ચાર ચાર પેટા પ્રકાર એ રીતે સોળ પ્રકારની વિકથા બતાવવામાં આવી છે.
રાજ કથા એટલે રાજકારણની કથા. રાજ્યોની કથાઓમાં યુદ્ધની, હારજીતની, રાજાઓના વૈભવવિલાસની, રાજકુટુંબોમાં ચાલતી ખટપટોની, રાજાઓના હિંસાયુક્ત શૌર્યની કે યજ્ઞની કથાઓ હોય છે. એ બધાંમાં ચિત્તના અધ્યવસાયો બગડે છે. વર્તમાનમાં લોકશાહીમાં રાજદ્વારી પક્ષો, નેતાઓ અને તેમનાં જૂઠાણાં, ખટપટો, ભ્રષ્ટાચાર એ બધાંની વાતો તે રાજ કથામાં આવી જાય છે. એ કથાઓ હોય છે રસિક, માણસને પ્રવાહમાં ખેંચી જાય એવી, પરંતુ તે વિકથા છે. સ્ત્રીઓના શૃંગારી ભોગવિલાસની કથાઓ કરવી તે સ્ત્રીકથા છે. દેશકથામાં ભિન્ન ભિન્ન દેશોમાં ભોગવિલાસની મળતી સામગ્રીઓની રસપૂર્વક વાત કરવી કે સાંભળવીનો સમાવેશ થાય છે. ભક્તકથામાં ભોજન માટેની વિવિધ પ્રકારની રસોઈ વાનગી અને તેના સ્વાદની ચર્ચા કરવી તે અનર્થદંડ છે. રાજ કથા, સ્ત્રીકથા વગેરે વિકથા માટે “દુઃશ્રુતિ' શબ્દ પણ પ્રયોજાય છે.
અનર્થદંડ વિરમણ વ્રત ધારણ કરનારથી પછી તલવાર, બંદૂક, કુહાડી, છરી વગેરે હિંસક શસ્ત્રો કે સાધનોનો વેપાર પણ ન કરી શકાય. વળી ખોટાં તોલમાપ રાખવા, ઘરમાં પોપટ, કૂતરું, બિલાડી પાળવા વગેરે પણ અનર્થદંડ વિરમણવ્રતનો ભંગ કરવા બરાબર છે.
અનર્થદંડના પાંચ અતિચાર આ પ્રમાણે ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મી સૂરિએ કહ્યા છે : • સંયુધરપત્ર - મુમતા |
मौर्यमथ कौकुच्यं कंदर्पोऽनर्थदंड्गाः ।। { સાધનોને સતત જોડેલાં રાખવાં, પોતાના ઉપભોગ માટે જરૂરી હોય તેનાથી વધુ વસ્તુઓ રાખવી, અતિવાચાળપણું, કુચેષ્ટાઓ કરવી, કામોત્તેજક વચનો બોલવાં એ અનર્થદંડના અતિચાર છે. ]
વંદિત્તસૂત્રની ગાથામાં અનર્થદંડ – વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે કહ્યા છે :
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૯૭
कंदप्पे कुक्कुइए मोहरि अहिगरण भोग अइरिते । दंडम्मि अणट्ठाए तइयंमि गुणव्वए निंदे ||
[ કંદર્પ, કૌકુચ્ય, મુખરતા, અધિકરણ (સંયુક્તાધિકરણ) અને ભોગાતિરિક્ત – અનર્થના સંબંધમાં આ પાંચ અતિચા૨ને ત્રીજા ગુણવ્રતમાં (અનર્થદંડ વિરમણ વ્રતમાં) હું નિંદું છું. ]
કંદર્પ એટલે કામદેવ. પોતાને કે બીજાને કામવિકાર ઉત્પન્ન થાય એવાં સ્પષ્ટ માર્મિક કે દ્વિઅર્થી વચનો બોલવાં, કામરસની કથાઓ વાંચવી, બીજાને કહેવી, વિજાતીય વ્યક્તિના હાવભાવ, વિલાસ, શૃંગાર, ભોગોપભોગ, અંગાંગોનું વર્ણન કરવામાં આવે કે જેથી ચિત્તમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય અને એની માઠી અસર થાય, કુકર્મ કરવા પ્રેરાય. આથી આ વ્રતમાં પ્રમાદ આચરણનો અતિચાર લાગે છે.
જિનતત્ત્વ
કૌકુચ્ચ એટલે કુચેષ્ટા. પ્રમાદ આચરણનો એ અતિચાર છે. ભ્રમર ચડાવવી, નાક મરોડવું, આંખ મીંચકારવી વગેરે કુચેષ્ટાઓ વિવિધ આશયથી થાય છે. માણસ પોતાનાં અંગાંગોને એવી રીતે મરોડે જેથી એની ખરાબ પ્રતિક્રિયા થાય. એકલા મસ્તકનાં જ મોં, હોઠ, નાક, આંખ વગેરેના લટકાં મટકાં દ્વારા વિવિધ વિચિત્ર હાવભાવ વ્યક્ત થઈ શકે છે. તથા ડોક, હાથ, પગ, કમર વગેરેને વિચિત્ર વળાંક આપીને અમુક ચેષ્ટાઓ-સંકેતો વ્યક્ત થઈ શકે છે. આવા હાવભાવથી, ઇશારાઓથી આપણે પોતે ખરાબ દેખાઈએ છીએ. એનો ઉપહાસ થાય છે. ક્યારેક પોતાની કામુકતા વ્યક્ત કરવા કુચેષ્ટાઓ થાય છે. એથી પોતાનામાં અને ક્યારેક બીજામાં કામવિકાર ઉત્પન્ન થાય છે. અથવા વિનાકારણ ધૃણા કે લજ્જા ઉત્પન્ન થાય છે. આવી કુચેષ્ટાઓ અનર્થદંડમાં પરિણમે છે.
મૌખર્ય અથવા મુખરતા એટલે મુખનો વધુપડતો ઉપયોગ બોલવામાં ક૨વો, વધુપડતું બોલવાથી, અતિશય વાચાળ બનવાથી બિનજરૂરી બોલાય છે, અસંબદ્ધ બોલાય છે, બડબડાટ, બકવાસ થાય છે અને એથી અનર્થ થવાની, ઝઘડા થવાની શક્યતા રહે છે. એથી પાપ બંધાય છે. પાપોપદેશની સંભાવના રહે છે. પાપોપદેશનો અતિચાર લાગે છે.
ઉપહાસ, મજાક, હાસ્યકટાક્ષ, ચીડવવું ઇત્યાદિ પણ અનર્થનાં નિમિત્ત બની શકે છે. હસવામાંથી ખસવું થાય છે એ તો ખરું, પણ સામાન્ય મજાકમશ્કરીમાં બોલાતાં હાસ્યવચનોમાં પણ અનર્થદંડનો દોષ રહેલો હોય છે. રાજા
Page #13
--------------------------------------------------------------------------
________________
અનર્થદંડ વિરમણ
૨૯૭ કુમારપાલના બનેવી, શાકંભરીના રાજા આનાક પોતાની રાણી સાથે ચોપાટ રમતાં, અમુક સોગઠીને મારતી વખતે “માર મુંડિયાને' (જૈન સાધુને) એવું વચન બોલતાં. રાણી સાથે ઝઘડો થતાં સમગ્ર વાત ઠેઠ કુમારપાલ સાથેના યુદ્ધમાં પરિણમે છે અને રાજા આનાકને પરાજિત થઈ કુમારપાળની અને પોતાની રાણીની માફી માગવી પડી હતી અને એની જીભ ખેંચી કાઢવાના પ્રતીકરૂપે એના પોતાના રાજ્યમાં પાઘડીનો એક છેડો જીભની જેમ લટકતો રાખવાની રાજા કુમારપાળની આજ્ઞા માનવી પડી હતી.
સંયુક્તાધિકરણ એટલે અધિકરણોને સંયુક્ત રાખવાં અર્થાતુ સાધનોને જોડેલાં રાખવાં. જૂના વખતમાં અને હજુ પણ ગામડાંઓમાં આદિવાસી પ્રદેશોમાં ખાંડણીમાં પરાળ મૂકી રાખવી, ખાયણાંમાં સાંબેલું મૂકવું, હળ સાથે તેનું ફળું જોતરી રાખવું, ધનુષ્ય સાથે બાણ ચડાવી રાખવું, ઘંટીના પડ સાથે બીજું પડ પણ ચડાવી રાખવું, કુહાડી સાથે હાથો જોડી રાખવો, ગાડાં સાથે બળદ જોડી રાખવા વગેરે સંયુક્તાધિકારણ જોવા મળે છે. તરત જડે અને વાર ન લાગે એટલા માટે તૈયાર જોડેલાં સાધનો અનર્થ પણ કરાવી શકે. સાધનો જોડેલાં હોય તો બીજા માગવા આવે ત્યારે સરળતાથી આપી દેવાય છે, એટલું જ નહીં, પોતાને પણ એ કારણ વગર, પ્રયોજન વિના તરત વાપરવાનું મન થાય છે. એથી અજાણતાં અનર્થદંડનો દોષ લાગવાનો સંભવ છે. આ જૂના વખતની ગામડાંઓની વાત છે. વર્તમાન જીવનમાં એ રીતે અનર્થ થાય એવાં ઉપકરણોમાં સાવધ રહેવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે, “હે ભગવંત! જે મનુષ્ય ધનુષ ગ્રહણ કરે અને એમાં બાણ ચડાવીને ફેંકે તો એમાં એને કેટલી ક્રિયા લાગે ?' ભગવાને કહ્યું, “હે ગૌતમ ! એ મનુષ્યને પાંચ ક્રિયા લાગે છે. એટલું જ નહીં પણ તે ધનુષ- બાણ જે જીવોનાં મૃતકલેવરોનું બન્યું છે તે (ઍવી ગયેલા) જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. આ પાંચ ક્રિયા તે કાયિકી, અધિકરણી, પ્રાàષિક, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી છે.”
ભોગોપભોગમાં અતિરિક્ત રહેવું એટલે ભોગોપભોગમાં વધુ પડતા આસક્ત બનવું. ભોગપભોગનાં અનેક સાધનો છે અને વિવિધ પ્રકારો છે. પાંચે ઇન્દ્રિયોના સ્વાદ અનુભવવા જીવ લલચાય છે. નાટક, ચેટક, ખેલ-તમાશા, સંગીતના જલસો, ખાણીપીણીની મહેફિલો, ભાતભાતનાં પકવાન અને વિવિધ વાનગીઓ આરોગવામાં તલ્લીન બનવું, તેલ, અત્તર, પાવડર, લિપસ્ટિક,
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૯૮
જિનતત્વ શેમ્પ વગેરેનો છૂટથી ઉપયોગ કરવો, વખાણવાં, વસ્ત્રાલંકાર વધુ પડતાં રાખવાં, ફેશનને અનુસરવું, ઇચ્છાઓ અનુસાર લુબ્ધ બનીને બધે દોડતાં રહેવું એ ભોગોપભોગનો અતિરેક છે. ગૃહસ્થ જીવનમાં કેટલુંક કરવું પડે તો પણ એમાં વધુ પડતો રસ લઈને ચીકણાં કર્મ ન બાંધવાં જોઈએ.
પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક વગેરે મોટાં પ્રતિક્રમણમાં આપણે જે અતિચાર બોલીએ છીએ તેમાં આ વ્રત વિશે આ પ્રમાણે બોલીએ છીએ : “આઠમે - અનર્થદંડ, વિરમણવ્રત પાંચ અતિચાર, કંદખે કુકઈએ, કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ રૂપ શૃંગાર વિષયરસ વખાણ્યા, રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું, આરૌદ્ર ધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલ દાક્ષિણ્ય લગે માગ્યાં, આપ્યાં. પાપોપદેશ દીધો, અષ્ટમી, ચતુર્દર્શીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા, પ્રમાદાચરણ સેવ્યાં, અંધોલે, નહાહણે, દાતણે, પગધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કિીધા, અબોલા લીધા, કરડા મોડ્યા, શાપ દીધા, ભેંસ, સાંઢ, હુડ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા, ખાદિ લગે અદેખાઈ ચિંતવી, માટી મીઠું, કણ, કપાસીયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યા, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર પાંછી, એકને મૃત્યુહાનિ વાંછી.”
આઠમે અનર્થદંડ-વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (બસો વર્ષ પહેલાં લખાયેલા આ અતિચારને હવે આધુનિક રૂપ આપવાની આવશ્યકતા છે. કોઈ સમર્થ આચાર્ય ભગવંત આ કાર્ય કરે તો તે સર્વમાન્ય થાય.) પ્રકાશસિહ મહારાજે અનર્થદંડ ઉપર છપ્પો લખ્યો છે. તેમાં કહ્યું છે :
વશ રાખજે તારી જીભડી, અનર્થ દંડે, કામ ન સિજે આપણું, તું શીદને મંડે, જેથી લાગે પાપ, તેથી તું અળગો રહેજે,
Page #15
--------------------------------------------------------------------------
________________
અનર્થદંડ વિરમણ
ધર્મધ્યાનની વાતમાં, તું વળગ્યો રહેજે. પોતાની પળાતું નથી ને પારકું ત્યાં ક્યાં લહે,
પ્રકાશસિંહ વાણી વદે, તારાં કર્યાં તું સહે. એક બાજુ દિમ્પરિણામ વ્રત અને દેશાવગાસિક વ્રત હોય અને બીજી બાજુ ભોગોપભોગ પરિમાણ વ્રત હોય તો પછી વચ્ચે આ અનર્થ દંડવિરમણ વ્રતની જરૂર શી એમ પ્રશ્ન કોઈને થાય. એનો ઉત્તર શાસ્ત્રકારો એમ આપે છે. કે ભોગપભોગ પરિમાણમાં પોતાની ઇચ્છાનુસાર ભોગોપભોગનું પ્રમાણ કરવામાં આવે છે અને સાવઘ પ્રવૃતિઓનો પરિહાર કરવામાં આવે છે. પરંતુ અનર્થદંડમાં આવશ્યક – અનાવશ્યકનો વિચાર થાય છે અને જે અનાવશ્યક હોય તેનો સમાવેશ અનર્થદંડમાં કરવામાં આવ્યો છે. વળી શાસ્ત્રકારો કહે છે કે એ બે વ્રતો સ્વેચ્છાએ લેવાય છે, પરંતુ એ વ્રતની અંદર રહીને પણ ઘણી નિરર્થક પ્રવૃત્તિઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે દિક્પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રાવકે એવું વ્રત લીધું હોય કે ભારત બહાર પ્રવાસ કરવો નહીં અને એ વ્રતનું બરાબર ચુસ્ત કડક પાલન તેઓ કરતા હોવા છતાં ભારતમાં કામ હોય કે ન હોય તો પણ તેઓ અતિશય ફરાફર કરતા હોય તો તેમને સંયમમાં રાખવા માટે બીજા એક વ્રતની જરૂર પડે. એવી જ રીતે ભોગપભોગ પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રીમંત શ્રાવકે અમુક સ્થળે બંગલો બાંધવાની મર્યાદા બાંધી હોય અથવા કોઈપણ એક જ ચીજવસ્તુનો વેપાર કરવાની મર્યાદા બાંધી હોય તો પણ એમાં તે અતિશયતા કરી શકે છે કે જે એની પાસે નિરર્થક પાપાચરણ કરાવી શકે. માટે એવા વ્રતધારી શ્રાવકો માટે એક વધારાના વ્રતની આવશ્યકતા રહે છે. એટલે જ અનર્થદંડ વિરમણ વ્રતની અનિવાર્યતા સ્વીકારાઈ છે.
અજ્ઞાન, પ્રમાદ, ક્રોધ, દંભ વગેરેથી અનર્થદંડ થાય છે. એ અનર્થદંડનો શ્રાવકોએ વ્રતરૂપી વજ વડે ધ્વંસ કરવો જોઈએ. ‘પુરુષાર્થ સિદ્ધિ ઉપાય'માં આ વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે :
एवंविधमपरमपि ज्ञात्वा मुच्यत्यनर्थदण्डं यः ।
तस्यानिशमनवा विजयमहिंसा व्रतं लभते ।। (જેઓ આ રીતે આ ઉપરાંત બીજા પણ અનર્થદંડ જાણીને એનો ત્યાગ કરે છે તેઓ નિરંતર નિર્દોષ અહિંસાવ્રતનું પાલન કરે છે.)
ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તે પાંચ અણુવ્રતના પોષણ અર્થે છે.
Page #16
--------------------------------------------------------------------------
________________ 300 જિનતત્વ જેઓ પાંચ મહાવ્રત ધારણ કરી સાધુ થઈ શકતા નથી તેમને માટે બાર વ્રત અને અગિયાર પ્રતિમા છે. સાચા શ્રાવકનું લક્ષ્ય ગૃહસ્થજીવનમાં રહીને પણ સાધુજીવન સુધી પહોંચવાનું છે. જેઓ શ્રદ્ધાપૂર્વક આ દિશામાં પ્રગતિ કરે છે તેઓ બાર વ્રતનું ચુસ્ત પાલન કરે છે. પાંચ મહાવ્રતોમાં પણ સર્વશ્રેષ્ઠ તે અહિંસા વ્રત છે. ધર્માચરણનો બધો નિષ્કર્ષ આ મુખ્ય વ્રતમાં આવીને સમાય છે. એટલે અનર્થદંડ વિરમણ વ્રત પણ અહિંસાદિ વ્રતના પોષણ માટે છે. વર્તમાન સમયમાં જીવનશૈલીમાં જબરજસ્ત મોટું પરિવર્તન આવી થાયું છે. અનર્થદંડની કેટલીયે જૂની વાતો મોટા ભાગના સમાજ માટે કાલગ્રસ્ત બની ગઈ છે. ટી. વી., ટેલિફોન, કૉપ્યુટર, ફિલ્મ, મોટરકાર, વિમાન, મિક્સર, ગ્રાઈન્ડર, વોશર, ક્લિનર, ફિલ્ટર, ગેસ તથા વિવિધ ઉપકરણો આવતાં શેમાં અર્થદંડ છે અને શેમાં અનર્થદંડ છે એની સમજણ રહેતી નથી, વ્યવહારુ દૃષ્ટિએ ખોટી વાતનો પણ બચાવ થાય છે. આવા સંજોગોમાં શ્રદ્ધાળુ શ્રાવકે તો પોતાની જાતને જ પૂછવાનું રહે છે કે પોતે જે કંઈ આચરે છે તે અનિવાર્ય છે કે અનાવશ્યક છે ? સપ્રયોજન છે કે નિસ્પ્રયોજન ? જે નિસ્પ્રયોજન, અનાવશ્યક હોય તેમાંથી અટકવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મતત્ત્વનું સાચું હાર્દ સમજીને પોતાના અંતરાત્માની સાક્ષીએ પ્રામાણિકપણે નિર્ણય કરી જીવનમાં તેને ઉતારવાનો સાચો ઉદ્યમ કરવાની આવશ્યકતા છે ! મુક્તિનું અંતિમ લક્ષ્ય નજર સામે રહેવું જોઈએ.