________________
૨૯૪
જિનતત્ત્વ
ત્યાં નાખે (નાખવાં પડે તો ધૂળ વગેરેથી ઢાંકવા જોઈએ) તો તેમાં અન્તર્મુહૂર્તમાં કે તે પછી અસંખ્યાત સંમૂર્ચ્છિમ જીવોની ઉત્પત્તિ થાય છે અને તેનો દોષ પોતાને લાગે છે. આવાં ૧૪ પ્રકારનાં અશુચિ સ્થાનોમાં સંમૂમિ જીવો ઉત્પન્ન થાય છે.
માણસ પોતાનાં કામ માટે ફૂલો, અગ્નિ, દીવો વગેરે સળગતાં રાખે, પરંતુ કામ પતી ગયા પછી જો તે ઓલવી ન નાખે તો તે પ્રમાદયુક્ત આચરણ કહેવાય છે. અગ્નિ બુઝાવવામાં દોષ છે, પણ તે પ્રયોજન વગર સળગતો રાખવામાં વધુ દોષ છે; કારણ કે અગ્નિ જ્યાં સુધી સળગતો રાખવામાં આવે ત્યાં સુધી સૂક્ષ્મ જીવોની હિંસા થયા કરે છે. એટલે ભગવતીસૂત્રમાં ભગવાને કહ્યું છે : ને સે રિતે અશિાયં નિાવેડ઼ સે ખં વિસે અખમ્મ તતરા જેવ 1 એટલે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પ કર્મબંધ કરે છે.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો પણ પ્રમાદ આચરણમાં આવી જાય છે. એની વાત સુસ્પષ્ટ છે.
નિદ્રાની ગણના શાસ્ત્રકારોએ પ્રમાદમાં કરી છે. ઊંઘ શરીર માટે, સારા આરોગ્ય માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય મનાય છે. એમ છતાં સ્વસ્થ રહીને નિદ્રા ઘટાડી શકાય છે. સ્વરૂપમાં લીન રહેનાર મહાત્માઓ કેટલી ઓછી નિદ્રા લે છે ! ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની તપશ્ચર્યાના કાળમાં કેટલી ઓછી નિદ્રા લીધી હતી !
નિદ્રા પાંચ પ્રકારની છે. જે નિદ્રામાંથી આનંદપૂર્વક જાગ્રત થઈ શકાય, સુખે ઊઠાય તે સાચી નિદ્રા. જે નિદ્રામાંથી ઊઠતાં કષ્ટ પડે, ગમે નહીં તે ‘નિદ્રા નિદ્રા’. ઊભા ઊભા ઊંઘનું ઝોકું આવે તે પ્રચલા નિદ્રા. ચાલતાં ચાલતાં જે નિદ્રા આવે તે ‘પ્રચલા પ્રચલા’. ઘોડો આવી રીતે ચાલતાં ચાલતાં ઊંધ લઈ લેતો હોય છે. દિવસે વિચારેલું શુભાશુભ કાર્ય રાતના ઊંઘમાંથી ઊઠીને કરી નાખીને પાછો સૂઈ જાય અને છતાં પોતાને ખબર પણ ન હોય, સવારે પૂછો તે કંઈ યાદ ન હોય એવી પ્રગાઢ નિદ્રા તે સ્થાનર્જિં નિદ્રા કહેવાય. આવી સ્યાદ્ર નિદ્રાવાળા માણસમાં નિદ્રામાંથી ઊઠતી વખતે ઘણું જ બળ હોય છે. દિવસે જાગૃતિમાં પણ એવી વ્યક્તિમાં સરેરાશ કરતાં ત્રણ-ચાર ગણું બળ હોય છે અને રાતના જાગરણ દરમ્યાન આઠગણું બળ અથવા વાસુદેવ કરતાં અડધું બળ હોય છે. સ્થાનદ્ધિવાળો લાખોમાં એક હોય તો હોય, પણ એ અવશ્ય નરકે જનાર જીવ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org