Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૨૯૮ જિનતત્વ શેમ્પ વગેરેનો છૂટથી ઉપયોગ કરવો, વખાણવાં, વસ્ત્રાલંકાર વધુ પડતાં રાખવાં, ફેશનને અનુસરવું, ઇચ્છાઓ અનુસાર લુબ્ધ બનીને બધે દોડતાં રહેવું એ ભોગોપભોગનો અતિરેક છે. ગૃહસ્થ જીવનમાં કેટલુંક કરવું પડે તો પણ એમાં વધુ પડતો રસ લઈને ચીકણાં કર્મ ન બાંધવાં જોઈએ. પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક વગેરે મોટાં પ્રતિક્રમણમાં આપણે જે અતિચાર બોલીએ છીએ તેમાં આ વ્રત વિશે આ પ્રમાણે બોલીએ છીએ : “આઠમે - અનર્થદંડ, વિરમણવ્રત પાંચ અતિચાર, કંદખે કુકઈએ, કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ રૂપ શૃંગાર વિષયરસ વખાણ્યા, રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું, આરૌદ્ર ધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલ દાક્ષિણ્ય લગે માગ્યાં, આપ્યાં. પાપોપદેશ દીધો, અષ્ટમી, ચતુર્દર્શીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા, પ્રમાદાચરણ સેવ્યાં, અંધોલે, નહાહણે, દાતણે, પગધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કિીધા, અબોલા લીધા, કરડા મોડ્યા, શાપ દીધા, ભેંસ, સાંઢ, હુડ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા, ખાદિ લગે અદેખાઈ ચિંતવી, માટી મીઠું, કણ, કપાસીયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યા, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર પાંછી, એકને મૃત્યુહાનિ વાંછી.” આઠમે અનર્થદંડ-વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (બસો વર્ષ પહેલાં લખાયેલા આ અતિચારને હવે આધુનિક રૂપ આપવાની આવશ્યકતા છે. કોઈ સમર્થ આચાર્ય ભગવંત આ કાર્ય કરે તો તે સર્વમાન્ય થાય.) પ્રકાશસિહ મહારાજે અનર્થદંડ ઉપર છપ્પો લખ્યો છે. તેમાં કહ્યું છે : વશ રાખજે તારી જીભડી, અનર્થ દંડે, કામ ન સિજે આપણું, તું શીદને મંડે, જેથી લાગે પાપ, તેથી તું અળગો રહેજે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16