Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૨૯૭ कंदप्पे कुक्कुइए मोहरि अहिगरण भोग अइरिते । दंडम्मि अणट्ठाए तइयंमि गुणव्वए निंदे || [ કંદર્પ, કૌકુચ્ય, મુખરતા, અધિકરણ (સંયુક્તાધિકરણ) અને ભોગાતિરિક્ત – અનર્થના સંબંધમાં આ પાંચ અતિચા૨ને ત્રીજા ગુણવ્રતમાં (અનર્થદંડ વિરમણ વ્રતમાં) હું નિંદું છું. ] કંદર્પ એટલે કામદેવ. પોતાને કે બીજાને કામવિકાર ઉત્પન્ન થાય એવાં સ્પષ્ટ માર્મિક કે દ્વિઅર્થી વચનો બોલવાં, કામરસની કથાઓ વાંચવી, બીજાને કહેવી, વિજાતીય વ્યક્તિના હાવભાવ, વિલાસ, શૃંગાર, ભોગોપભોગ, અંગાંગોનું વર્ણન કરવામાં આવે કે જેથી ચિત્તમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય અને એની માઠી અસર થાય, કુકર્મ કરવા પ્રેરાય. આથી આ વ્રતમાં પ્રમાદ આચરણનો અતિચાર લાગે છે. જિનતત્ત્વ કૌકુચ્ચ એટલે કુચેષ્ટા. પ્રમાદ આચરણનો એ અતિચાર છે. ભ્રમર ચડાવવી, નાક મરોડવું, આંખ મીંચકારવી વગેરે કુચેષ્ટાઓ વિવિધ આશયથી થાય છે. માણસ પોતાનાં અંગાંગોને એવી રીતે મરોડે જેથી એની ખરાબ પ્રતિક્રિયા થાય. એકલા મસ્તકનાં જ મોં, હોઠ, નાક, આંખ વગેરેના લટકાં મટકાં દ્વારા વિવિધ વિચિત્ર હાવભાવ વ્યક્ત થઈ શકે છે. તથા ડોક, હાથ, પગ, કમર વગેરેને વિચિત્ર વળાંક આપીને અમુક ચેષ્ટાઓ-સંકેતો વ્યક્ત થઈ શકે છે. આવા હાવભાવથી, ઇશારાઓથી આપણે પોતે ખરાબ દેખાઈએ છીએ. એનો ઉપહાસ થાય છે. ક્યારેક પોતાની કામુકતા વ્યક્ત કરવા કુચેષ્ટાઓ થાય છે. એથી પોતાનામાં અને ક્યારેક બીજામાં કામવિકાર ઉત્પન્ન થાય છે. અથવા વિનાકારણ ધૃણા કે લજ્જા ઉત્પન્ન થાય છે. આવી કુચેષ્ટાઓ અનર્થદંડમાં પરિણમે છે. મૌખર્ય અથવા મુખરતા એટલે મુખનો વધુપડતો ઉપયોગ બોલવામાં ક૨વો, વધુપડતું બોલવાથી, અતિશય વાચાળ બનવાથી બિનજરૂરી બોલાય છે, અસંબદ્ધ બોલાય છે, બડબડાટ, બકવાસ થાય છે અને એથી અનર્થ થવાની, ઝઘડા થવાની શક્યતા રહે છે. એથી પાપ બંધાય છે. પાપોપદેશની સંભાવના રહે છે. પાપોપદેશનો અતિચાર લાગે છે. ઉપહાસ, મજાક, હાસ્યકટાક્ષ, ચીડવવું ઇત્યાદિ પણ અનર્થનાં નિમિત્ત બની શકે છે. હસવામાંથી ખસવું થાય છે એ તો ખરું, પણ સામાન્ય મજાકમશ્કરીમાં બોલાતાં હાસ્યવચનોમાં પણ અનર્થદંડનો દોષ રહેલો હોય છે. રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16