Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૨૯૫ અનર્થદંડ વિરમણ વિકથા એ પ્રમાદનો એક પ્રકાર છે. વિકથા એટલે વિકાર કરનારી ખોટી કથા. જે કથાઓમાં રસ લેતાં અશુભ કર્મબંધ થાય છે એવી આ પ્રકારની કથાઓમાં રાજ કથા, સ્ત્રીકથા, દેશકથા (અથવા વિકલ્પ ચોરકથા) અને ભક્તકથા (ભત્તકથા -- ભોજનકથા) એવા ચાર પ્રકાર બતાવવામાં આવે છે. વળી એ પ્રત્યેકના ચાર ચાર પેટા પ્રકાર એ રીતે સોળ પ્રકારની વિકથા બતાવવામાં આવી છે. રાજ કથા એટલે રાજકારણની કથા. રાજ્યોની કથાઓમાં યુદ્ધની, હારજીતની, રાજાઓના વૈભવવિલાસની, રાજકુટુંબોમાં ચાલતી ખટપટોની, રાજાઓના હિંસાયુક્ત શૌર્યની કે યજ્ઞની કથાઓ હોય છે. એ બધાંમાં ચિત્તના અધ્યવસાયો બગડે છે. વર્તમાનમાં લોકશાહીમાં રાજદ્વારી પક્ષો, નેતાઓ અને તેમનાં જૂઠાણાં, ખટપટો, ભ્રષ્ટાચાર એ બધાંની વાતો તે રાજ કથામાં આવી જાય છે. એ કથાઓ હોય છે રસિક, માણસને પ્રવાહમાં ખેંચી જાય એવી, પરંતુ તે વિકથા છે. સ્ત્રીઓના શૃંગારી ભોગવિલાસની કથાઓ કરવી તે સ્ત્રીકથા છે. દેશકથામાં ભિન્ન ભિન્ન દેશોમાં ભોગવિલાસની મળતી સામગ્રીઓની રસપૂર્વક વાત કરવી કે સાંભળવીનો સમાવેશ થાય છે. ભક્તકથામાં ભોજન માટેની વિવિધ પ્રકારની રસોઈ વાનગી અને તેના સ્વાદની ચર્ચા કરવી તે અનર્થદંડ છે. રાજ કથા, સ્ત્રીકથા વગેરે વિકથા માટે “દુઃશ્રુતિ' શબ્દ પણ પ્રયોજાય છે. અનર્થદંડ વિરમણ વ્રત ધારણ કરનારથી પછી તલવાર, બંદૂક, કુહાડી, છરી વગેરે હિંસક શસ્ત્રો કે સાધનોનો વેપાર પણ ન કરી શકાય. વળી ખોટાં તોલમાપ રાખવા, ઘરમાં પોપટ, કૂતરું, બિલાડી પાળવા વગેરે પણ અનર્થદંડ વિરમણવ્રતનો ભંગ કરવા બરાબર છે. અનર્થદંડના પાંચ અતિચાર આ પ્રમાણે ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મી સૂરિએ કહ્યા છે : • સંયુધરપત્ર - મુમતા | मौर्यमथ कौकुच्यं कंदर्पोऽनर्थदंड्गाः ।। { સાધનોને સતત જોડેલાં રાખવાં, પોતાના ઉપભોગ માટે જરૂરી હોય તેનાથી વધુ વસ્તુઓ રાખવી, અતિવાચાળપણું, કુચેષ્ટાઓ કરવી, કામોત્તેજક વચનો બોલવાં એ અનર્થદંડના અતિચાર છે. ] વંદિત્તસૂત્રની ગાથામાં અનર્થદંડ – વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે કહ્યા છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16