Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 9
________________ અનર્થદંડ વિરમણ ૨૯૩ પેટા પ્રકારો છે. એમાં જુગાર, ચોરી, શિકાર, પરસ્ત્રીગમન વગેરે સાતે વ્યસનો આવી જાય છે. પ્રમાદનું ક્ષેત્ર ઘણું મોટું છે. પ્રમાદાચરણને બીજી રીતે પણ બતાવવામાં આવે છે. જ્યાં ઘણાં જંતુઓ હોય તે જીવાકુલ ભૂમિમાં સ્નાન વગેરે કરવું, રસનાં ભાજન, એટલે કે પ્રવાહી પદાર્થવાળા વાસણ ઢાંકે નહીં, દીવો ઢાંકવો નહીં, રસોડા વગેરેમાં ઉલ્લોચ એટલે કે ચંદરવો ન બાંધવો એ બધાં પ્રમાદનાં આચરણ ગણાય છે. પોતાના ઘરમાં મર્યાદિત પાણીથી સ્નાન કરવું એ ગૃહસ્થો માટે ઉત્તમ નાન કહેવાય છે. (સાધુઓ માટે સ્નાન વર્જિત છે.) “વંદિત્તસૂત્ર'ની ગાથામાં કહ્યું છે : ण्हाणुवट्ठण वन्नगविलेवणे सदरूवरसगंधे । वत्थासण आभरणे पडिक्कमे देसि सव्वं ।। [ સ્નાન, ઉદ્વર્તન (શરીરે ચૂર્ણ (પાવડર) વગેરે ચોળવા), વર્ણક (ચહેરા ઉપર કસ્તુરી વગેરેનું શોભા વધારવા મંડન કરવું), વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર અને આભરણ વગેરે સર્વ વિશે જે કંઈ પાપ દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) સેવ્યું હોય તેને હું પ્રતિક્રમું છું. } એકાદશી પુરાણમાં કહ્યું છે : पीडयन्ते जन्तवो यत्र जल मध्ये व्यवस्थिताः । स्नान कृते तत: पार्थ ! पुण्यं पापं समं भवेत् ।। [જ્યાં જળમાં રહેતાં જંતુઓને આપણા સ્નાનથી પીડા થાય છે એવી જગ્યામાં, તીર્થ વગેરેમાં નદી, તળાવમાં પુણ્ય સમજીને કરેલું સ્નાન પાપ સરખું થાય છે. ] જિનમંદિરમાં હસવું, ઘૂંકવું, ઊંઘવું, ઝઘડા કરવા, ગાળાગાળી કરવી, અકારણ મોટેથી બોલવું, આહાર કરવો, સાંસારિક વાતો કરવી, કલેશ -- કલ્પાંત કરવું, કામક્રીડા કરવી ઇત્યાદિ પણ પ્રમાદ આચરણ છે. ટૂંકમાં જિન મંદિરની ૮૪ પ્રકારની આશાતના કહી તે સર્વ પ્રમાદ આચરણ છે. પ્રયોજન વગર વૃક્ષોનું છેદન કરવું, ફળફૂલ તોડવાં, પાંદડાં-ડાળખી તોડવાં, ઘાસ ઉખાડવું, જમીન ખોદવી, ખાડા કરવા, પાણી ઢોળવું, બારીબારણાં ઉઘાડવાસ કરવા ઇત્યાદિ પણ પ્રમાદ – આચરણ છે. માણસ પ્રમાદને કારણે પોતાનાં ઘૂંક, ગળફો, લીંટ વગેરે જમીન પર ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16