Book Title: Anarthdanda Virman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ ૨૯૧ અનર્થદંડ વિરમણ કહેવાય. એના પણ ચાર પ્રકાર છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) તેયાનુબંધી અને (૪) રક્ષાનુબંધી. હિંસક વિચારો આવવા, અસત્ય બોલવું, આળ ચડાવવું, નિંદા કરવી, વિશ્વાસઘાતી વચનો બોલવાં, ચોરી કે લૂંટના વિચારો કરવા, પોતાનાં માલમિલકતના રક્ષણ માટે બીજાને નુકસાન પહોંચાડવાના વિચારો કરવા એ તમામ રૌદ્રધ્યાન છે, અનર્થદંડ છે. અનર્થદંડનો બીજો પ્રકાર છે પાપોપદેશ એટલે કે પાપ કરવા માટે કહેવું અથવા તે માટે પ્રેરણા કરવી. “રાજવાર્તિકમાં પાપોદેશના (૧) લેશવાણિજ્યા, (૨) તિર્યંગે વાણિજ્ય, (૩) વધક ઉપદેશ અને (૪) આરંભક ઉપદેશ એમ ચાર પ્રકાર બતાવ્યા છે. અમુક પ્રદેશમાં દાસ-દાસીના, નોકર-ચાકરના ભાવ વધારે છે. ત્યાં એને મોકલો. એવા પાપોપદેશને કલેશવાણિયા કહે છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાંના અમુક જગ્યાએ ભાવ વધારે છે માટે ત્યાં વેચવા સારાં એ તિર્યંગ વાણિજ્ય પાપોપદેશ. વધક એટલે શિકારી. એને સારા શિકાર માટે જગ્યા બતાવવી, માખી, મચ્છર, જીવાત વગેરે મારવાના ઉપાયો બનાવવા, પેસ્ટ કંટ્રોલ માટે ભલામણ કરવી વગેરે તે વધકોપદેશ. ખેડૂતને ખેતી માટે જમીન, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે અંગે ઉપદેશ આપવો તે આરંભક ઉપદેશ. વર્તમાન સમયમાં કોઈક અમુક વ્યવસાય માટે પ્રેરણા કે ભલામણ કરવી તે પણ આરંભક ઉપદેશ છે. કોઈને પ્રશ્ન થાય કે તો પછી શું કોઈને સાચી સલાહ આપવી ન જોઈએ ? એનો ઉત્તર એ છે કે વ્યક્તિ ધર્મતત્ત્વમાં કેટલી શ્રદ્ધા અને સમજણ ધરાવે છે અને એનું લક્ષ્ય શું છે એના ઉપર સલાહ આપવાનો આધાર રહે છે. વ્રત કે નિયમ લેવાથી માણસ આવા અનર્થદંડથી બચી જાય છે. વ્યવહારમાં અવ્રતી માણસોમાં વિવિધ પ્રકારની વાત થાય છે. અને માગેલી કે વણમાગી સલાહ પણ અપાય છે. તો પણ તેઓને અનર્થદંડનો દોષ તો લાગે જ છે. એ વખતે સંભવ છે કે વ્યક્તિનો આશય પાપોપદેશનો ન હોય. વળી પાપની આવી સૂક્ષ્મ વાત એની સમજમાં પણ ન આવી હોય. પરંતુ જેઓ વ્રતધારી શ્રાવકો છે અથવા વ્રતધારી થવા ઇચ્છે છે અને લક્ષ્યપૂર્વક સમ્યફ શ્રદ્ધા ધરાવે છે એવી વ્યક્તિ જો સમજતી હોય કે અમુક કાર્ય કરવામાં કે સલાહ આપવામાં અકારણ પોતાને હિંસાની અનુમોદનાનો દોષ લાગશે તો તેવી વ્યક્તિએ વગર લેવેદેવે આવાં મફતનાં પાપ ન બાંધવાં જોઈએ. આમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16