Book Title: Anarthdanda Virman Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ ૨૯૦ જિનતત્ત્વ सोऽपध्यानं पापकर्मोपदेशो हिंसकार्पणम् । प्रमादाचरणं चेति प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ।। અનર્થદંડના મુખ્ય ચાર પેટા પ્રકાર જિનેશ્વરદેવોએ કહ્યા છે : (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિંસપ્રદાન અને (૪) પ્રમાદાચરણ. આવશ્યકસૂત્રમાં કહ્યું છે : સત્ય માટે ઘરે પાછા – वज्झाणाचरिए, पमायाचरिए, हिंसप्पदाणे, पापकम्मोपवएसे अ ति ।। અનર્થદંડનો પહેલો મુખ્ય પ્રકાર છે : અપધ્યાન – આચરિત (અવજઝાણાચરિય). અપધ્યાન અથવા દુર્બાન એટલે અશુભ ચિંતન. અપધ્યાનના મુખ્ય બે પ્રકાર છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આર્તધ્યાનના ચાર પેટા પ્રકાર છે : (૧) અનિષ્ટ વિયોગ (૨) ઇષ્ટ સંયોગ (૩) રોગચિન્તા અને (૪) અગ્રશૌચ અથવા નિદાન. અનિષ્ટ વિયોગ રૂપી આર્તધ્યાન એટલે જે શબ્દાદિ વિષયો, પદાર્થો કે વ્યક્તિઓ પોતાને પ્રિય નથી તેનો પોતાને વિયોગ રહે તો સારું એવું મનમાં ચિતવવું. એવી જ રીતે ઇષ્ટ સંયોગ વિશે ચિંતવવું. રોગચિંતા આર્તધ્યાન અથવા વેદનાજન્ય આર્તધ્યાનમાં શરીરમાં વ્યાધિ થયો હોય તો તેનો વિયોગ થાય તે માટેની ચિંતા, રોગ, વેદના, શારીરિક પ્રતિકૂળતા કે અસ્વસ્થતા ઇત્યાદિ વખતે તે જલદી જાય અને જલ્દી સાજા થઈ જવાય, ફરીથી એવી વેદના ન થાય તે માટે ચિત્તા તે આ પ્રકારનું આર્તધ્યાન છે. વસ્તુત: એવે વખતે સુજ્ઞ જીવે એમ વિચારવું જોઈએ કે પોતાનાં પૂર્વબદ્ધ અશાતા વેદનીય કર્મના ઉદયને કારણે આમ થયું છે કે જેથી અસ્વસ્થતા ઓછી થઈ જાય. વળી એ વખતે ચિત્ત શાન્ત રાખી એને સ્વાધ્યાયાદિમાં પરોવી દેવાથી પણ આર્તધ્યાન ઘટે છે. અગ્રશૌચ એટલે હવે પછીની ચિત્તા. આ પ્રકારના આર્તધ્યાનને નિદાન આર્તધ્યાન પણ કહે છે. પોતાની તપશ્ચર્યાના પ્રભાવે આવતા ભવમાં પોતાને ચક્રવર્તીપણું, રાજ્યઋદ્ધિ અથવા દેવગતિ ઇત્યાદિ મળે એવો સંકલ્પ તે નિદાન (નિયાણુ) કહેવાય છે. નિદાન એ પણ આર્તધ્યાનનો એક પ્રકાર છે. અશુભ નિયાણું પણ બંધાય છે. આવાં બધાં આર્તધ્યાન તે અનર્થદંડ છે. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધારે ભયંકર છે. ક્રોધાદિ કષાયથી બીજાને મારવાની, મારી નાખવાની, કોઈકની સંપત્તિને નુકસાન પહોંચાડવાની, આગ લગાડવાની ઇચ્છા કે એવા અવનવા ભયંકર વિચારો મનમાં ઊઠે તે રૌદ્રધ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16