Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ અનર્થદંડ વિરમણ ૨૮૯ છે તે નિષ્કારણ હોવાથી “અનર્થ દંડ' કહેવાય છે અને એનો ત્યાગ એ ત્રીજું ગુણવ્રત છે. ] વળી કહ્યું છે : जं इंदियसयणाई पड्च्च पावं करेज्ज सो होई । अत्थे दंडो त्ति अन्ने उ अणत्थदंडो त्ति ।। [ ઇન્દ્રિયો અને સ્વજનાદિને અંગે જે પાપ કરવામાં આવે તે અર્થ દંડ (સપ્રયોજનદંડ) છે અને તે સિવાયનાં અનર્થદંડ છે. શ્રી સમન્તભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર”માં કહ્યું છે : आभ्यन्तरं दिगवधेरपाधिकेभ्य: सपापयोगेभ्यः ।। विरमणमनर्थदण्डव्रतं विदुर्वतधराग्रण्यः । [ દિશાઓની અવધિ – દિપરિમાણ વ્રતની અંદર રહીને પ્રયોજનરહિત પાપોનાં કારણોથી વિરક્ત રહેવાના વ્રતને, વ્રત ધારણ કરનાર પુરુષોમાં અગ્રગણ્ય એવા પુરુષો, અનર્થદંડ વ્રત કહે છે. ] સવાર્થસિદ્ધિ'માં કહ્યું છે : અસત્યુપવારે પવનદેતુરનg : ! અર્થાત્ જેમાં ઉપકાર ન થવાનો હોય અને પાપની પ્રાપ્તિ થવાની હોય એવી પ્રવૃત્તિ તે અનર્થદંડ છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં “ઉપદેશ પ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે : शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः । योऽनर्थदण्डस्तत्त्यागः तृतीयं तु गुणव्रतम् ।। (શરીર આદિ માટે થતું પાપ તે અર્થદંડ કહેવાય. તેનાથી પ્રતિપક્ષતાવાળું (એટલે વિપરીતતાવાળું) તે અનર્થદંડ છે. તેનો ત્યાગ એ તૃતીય ગુણવ્રત છે. ] अद्वेण तं न बंधइ, जमणद्वेणं तु थेवबहुभावा । अढे कालाईआ, नियामगा न तु अणट्ठाए ।। [ અનર્થદંડથી જેટલું પાપ બંધાય છે તેટલું અર્થદંડથી બંધાતું નથી. અર્થદંડમાં કાલાદિ (દ્રવ્ય, ક્ષેત્રાદિ નિયમિત છે અને અનર્થદંડમાં નથી. ] અર્થદંડ કરતાં અનર્થદંડમાં પાપ વધારે બંધાય છે, કારણ કે એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની કોઈ મર્યાદા હોતી નથી. અનર્થદંડના પ્રકાર માટે કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16