Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અનર્થદંડ વિરમણ ૨૮૭ ગૃહસ્થજીવન જીવવાનું છે, કારણ કે વર્તમાનકાળમાં શ્રદ્ધાની કસોટી કરે એવાં નિમિત્તો વધ્યાં છે. જે આદિવાસી લોકો દૂર પછાત વિસ્તારનાં ગામડાંઓમાં, જંગલોમાં વસે છે અને પ્રાકૃતિક જીવન જીવે છે તેઓને સામાજિક દષ્ટિએ કોઈ સરકારી કરવેરો – દંડ ભરવાનો હોતો નથી. એટલે સામાજિક દૃષ્ટિએ તેઓને અર્થદંડ પણ હોતો નથી. જેઓ શહેરોમાં વસે છે અને પાણી, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર ઇત્યાદિ સગવડો ભોગવે છે તેઓને સીધી કે આડકતરી રીતે કરવેરો – દંડ ભરવાનો રહે છે. આવી જ રીતે જે સંયમી માણસો પાંચ મહાવ્રત ધારણ કરી સાધુજીવન જીવે છે અને જેઓને જીવન જીવવા માટે પોતાનું ઘર, માલમિલકત, કટુંબપરિવાર કે આરંભ-સમારંભની કોઈ આવશ્યકતા હોતી નથી તેઓને અનર્થદંડ જેવું કશું હોતું નથી. ગૃહસ્થ શ્રાવકોને અર્થદંડ અને અનર્થદંડ બંને હોય છે. એમને માટે અર્થદંડ અનિવાર્ય છે, કારણ કે એ વિના જીવન નિર્વાહ શક્ય નથી, પરંતુ તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં અનર્થદંડને નિવારી શકે છે, એનું વિરમણ કરી શકે છે. એટલે એને વ્રતનું સ્વરૂપ અપાયું છે. - સાધુ મહાત્માઓનાં પાંચ મહાવ્રત હોય છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ, આ પાંચ વ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તેઓએ કરવાનું હોય છે. સાધુ મહાત્માનાં જે પાંચ મહાવ્રત છે તે વ્રત શ્રાવકે અમુક અંશે પાળવાનાં હોય છે. એટલે એને પાંચ “અણુવ્રત' કહે છે. તદુપરાંત શ્રાવકે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. ત્રણ ગુણવ્રતમાં દિક્પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ-વિરમણ વ્રત છે. ગુણવ્રત એટલે જીવનમાં ગુણનો ઉમેરો કરે એવું વ્રત, અણુવ્રતોના પાલનમાં ગુણની વૃદ્ધિ થાય છે માટે એ ગુણવ્રત કહેવાય છે. અનર્થદંડ વિરમણથી અન્ય વ્રતોના પાલનમાં પણ ગુણની બુદ્ધિ થાય છે. સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષા વ્રતો છે. શિક્ષા શબ્દ અહીં તાલીમના, શિક્ષણના અર્થમાં છે. માણસના પોતાના શરીરના નિર્વાહ માટે, સ્વજનોના કુટુંબ પરિવારના નિર્વાહ અર્થે ઘર, દુકાન, ઑફિસ, જમીન, મકાન, ધન, ધાન્ય, નોકર-ચાકર, રક્ષક, ગાય, ભેંસ, બળદ વગેરે અથવા મોટરગાડી વગેરે આધુનિક વાહનવ્યવહાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16