Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૮૩ જિનતત્ત્વ દિવાલોનાં ગાબડાં પૂરીને, ટેકા આપીને ચલાવાય છે. અને એક શ્રીમંતનો નવા જેવો આલીશાન બંગલો તોડી નાખીને ત્યાં બીજી નવી ઈમારત બનાવાય છે, કારણ કે હવે તે બંગલો નવી ડિઝાઈન પ્રમાણે બનાવવો છે. એક ગરીબ મહિલા કાચની બંગડીઓ સાચવી સાચવીને વર્ષો સુધી ચલાવે છે અને એક શ્રીમંત મહિલા છબાર મહિને સોનાનાં ઘરેણાં ભંગાવીને નવા ઘાટ કરાવે છે. આમાં અર્થદંડ અને અનર્થદંડ બંનેને સૂક્ષ્મ દૃષ્ટિથી ઘટાવી શકાય. એથી વધારે સ્પષ્ટ ઉદાહરણ લઈએ. દરેક પ્રજા જો સુખમય શાન્તિથી જીવન જીવતી હોય તો કોઈ દેશને લકરની જરૂર ન પડે. દરેક દેશને સ્વરક્ષણ માટે લશ્કર રાખવું પડે છે. સેનાનું એ ખર્ચ અંતે તો પ્રજાને જ ભોગવવાનું રહે છે. સેનાની આવશ્યકતાને કારણે થતું ખર્ચ એ અર્થદંડ છે. હવે આમાં કોઈ રાજ્ય પોતાની સરહદો વધારવા માટે વારંવાર યુદ્ધ કરતું હોય તો એ ખર્ચ પણ પ્રજાને જ ભોગવવાનું આવે છે. આ રીતે આવતું ખર્ચ તે અનર્થદંડ છે. એક શહેરમાં એક લાંબા મોટા રસ્તા પર આખી રાત બત્તીઓ સળગતી રહે છે. કોઈ વખત તો આખી રાત એક પણ ગાડી પસાર થતી નથી. પરંતુ નગરપાલિકાને આ જરૂરી ખર્ચ ઉઠાવવું પડે છે, જે છેવટે તો નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અર્થદંડ કહી શકાય. હવે કોઈ વખત નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઊતરે અને રસ્તાની બત્તીઓ ત્રણ-ચાર દિવસ સુધી ચોવીસે કલાક ચાલુ રહે, એ ખર્ચ પણ નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અનર્થદંડ કહેવાય. એવી જ રીતે વિમાનના અપહરણના કેટલાક કિસ્સા બન્યા એટલે એને લીધે દુનિયાભરનાં એરપોર્ટ પર રોજ લાખો માણસોને સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે અને એ માટે એટલો બધો વધારાનો સ્ટાફ રાખવો પડે છે. આ પણ સામાજિક અનર્થદંડનું ઉદાહરણ છે. અલબત્ત, આમાં બીજી કેટલીક અપેક્ષાઓ પણ રહેલી છે. વર્તમાન સમયમાં મોટાં ઘર, ભાતભાતનું રાચરચીલું, ટી. વી., ટેલિફોન, કોમ્યુટર, ઘરની બહાર જમવા માટેનાં રેસ્ટોરાં, હોટેલો, મહેફિલો, ભોજન માટે અનેકવિધ વાનગીઓ ઇત્યાદિને કારણે અનર્થદંડ માટે નિમિત્તો અને પ્રસંગોનો ઘણો અવકાશ વધ્યો છે. અનર્થદંડની જૂની કેટલીક વાતો કાલગ્રસ્ત બની છે, તો બીજી બાજુ ઘણી બધી વાતો ઉમેરાઈ છે. એમાં જાગૃત અને સમજદાર માણસે સાવધાનીપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16