Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ છે મારો ‘આત્મા’. જીવ ગામમાં રહે કે જંગલમાં રહે, એ બાલપરિભાષા છે. વિબુદ્ધ-પરિભાષા તો એ તમામ સરનામાઓને ઓળંગી જાય છે. रहे छूटो इकठोर સમાધિ તંત્રમાં આ જ પરિભાષાને સ્પષ્ટ કરી છે – ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ।। ગામ અને વન. આ રીતે બે પ્રકારના નિવાસ હોય છે, આ તેમની માન્યતા છે કે જેમણે આત્માને જોયો નથી. આત્મદૃષ્ટાઓને મન તો એક જ નિવાસ હોય છે - શુદ્ધ નિશ્ચલ આત્મા. તેઓ આત્મામાં જ વસે છે, અને આત્મામાં જ રમણ કરે છે. रहे छूटो इक ठोर જે આશાએ આપણને અનાદિકાળથી દોડાવ્યા છે... હંફાવ્યા છે... હત પ્રહત કરી દીધા છે... એ જ આશાને પુષ્ટ કરવાની મૂર્ખતા આપણે કરશું? આ અવસર તો એક સ્થાને ઠરવા માટે છે, કે જ્યાં કર્યા પછી બીજે ક્યાંય ફરવાની - ભટકવાની કોઇ જ આવશ્યકતા નથી. એક વાર આ પરિસ્થિતિની પ્રતીતિ થઇ જાય, અજ્ઞાનનિદ્રાનો અંત આવે, આત્માનુભૂતિનું સુવર્ણપ્રભાત થાય, એટલે આત્મા કૃતાર્થ બને, આ જ લક્ષ્ય સાથે પદકાર પદનો પ્રારંભ કરી રહ્યા છે... U BA se Only www.jalnelllbrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32