Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ એક યુવાન, પરિવાર સાથે વર્લ્ડ ટુર કરી આવ્યો. એ જ દિવસે તેનો એક મિત્ર મળ્યો. અલકમલકની વાતો ચાલતી હતી, તેમાં મિત્રે પ્રશ્ન કર્યો, “બહાર ફરવાથી ઘણી વસ્તુઓ જાણવા-શીખવા મળે છે, તું શું શીખ્યો?'' ઠાવકે મોઢે યુવાને જવાબ આપ્યો, “એ જ, કે ઘર જેવું ઉત્તમ સ્થાન બીજું એકે ય નથી.’’ જ્ઞાની ભગવંતો કહે છે, બીજે બધે ભટકી ભટકીને માત્ર બળવાનું છે. ઠરવું હોય, તો સ્વસ્વરૂપમાં લીન થઇ જાઓ, આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ જાઓ. आसन घरी घट में ખુરશીની ખેંચતાણ અહંકારની નિપજ હોય છે. અહંકારને છોડવો કઠિન લાગે, તો અહંકારને બરાબર પકડી રાખો. અહંકાર ઉંચામાં ઉંચો રાખો. અને નક્કી કરો કે જે ખુરશી પરથી ક્યારે પણ નીચે ઉતરી જવું પડે તેમ હોય, તે ખુરશી પર કદી બેસવું નહીં. જે ખુરશી પોતે જ ઉથલો મારે તેમ હોય, આપણને ગબડી પાડે તેમ હોય, તેની સ્વપ્નમાં ય ઝંખના કરવી નહીં. સિંહાસન તો શાશ્વત જોઇએ. બેઠા નથી ને ગબડી પડ્યા નથી, એવા આસનને પનારે પડવામાં સ્વમાન ક્યાં રહે? ગૌરવ શે સચવાય? ખરો અહંકાર હોય, તો પસંદગી કરજો શાશ્વત સિંહાસનની. જે પદવી છે દુનિયાના બેતાજ બાદશાહની. જે સિંહાસન પરથી વિશ્વની કોઇ શક્તિ ઉતારી શકતી નથી. જ્યાંથી પદભ્રષ્ટ થવું તદ્દન અસંભવિત છે. आसन घरी घट में અજ્ઞાની દેશ, ગામ, ઘર કે શરીરમાં વસે છે. જ્ઞાની પોતાના આત્મામાં વસે છે. ‘ઘટમાં આસન ધરવું' એટલે Jain Education International આત્મનિવાસ કરવો... સ્વસ્વરૂપમાં રમણ કરવું... એક ગુર્જર હિતશિક્ષા છે 1 બેસવું એવું જોઈ, ઉઠાડે નહીં કોઈ. બેસતા પહેલા જ વિચાર કરી લેવો જોઇએ, કે હું અહીં બેસીશ, પછી અહીંથી મને કોઇ ઊભો તો નહીં કરે ને? કોઇ મને અહીંથી ઊભો કરે, એના કરતા બહેતર છે, કે હું ત્યાં જ બેસું, કે જ્યાંથી મને કોઇ ઉઠાડે નહીં... જ્યાંથી કોઇ ન ઉઠાડે... જ્યાં કોઇની આધીનતા નથી... જ્યાં શાશ્વત સ્થિતિ છે. એવું એક માત્ર સ્થાન છે અંતરાત્મા. आसन घरी घट में આશાવિનાશ અને સ્વરૂપપ્રતિષ્ઠા આ બે અનુષ્ઠાનો સિદ્ધ થાય એટલે ત્રીજા કર્તવ્યનો અવસર આવે છે, જેનું નામ છે, અજપાજાપજાગૃતિ. अजपाजाप जगावे વાલિયા લૂંટારાને જ્યારે ‘રામ'નો જપ આપવામાં આવ્યો, ત્યારે એ પદનો જાપ કરતા એને નવ નેજે પાણી ઉતરી ગયું. છેવટે કોઈની સલાહથી એણે મરા... મરા... જાપ ચાલું કર્યો... જે જાપ ટૂંક જ સમયમાં ‘રામ... રામ’ માં પરિણમન પામ્યો. વ્યુત્થાનદશામાં જાપ આયાસસાધ્ય બને છે. ત્યાર બાદ જ્યારે ઉત્તરોત્તર વિશુદ્ધ કક્ષાઓ સિદ્ધ થાય, ત્યારે આયાસની આવશ્યકતા ઘટતી જાય છે. આની ચરમ સીમા ત્યારે આવે છે જ્યારે સંપૂર્ણતયા નિરાયાસપણે ભીતરમાંથી જપમંત્રનો નાદ ગુંજાયમાન થાય છે, આનું જ નામ અજપાજાપ. अजपाजाप जगावे For Private & Personal Use Only: ACHARTA 6869 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32