Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 31
________________ ને કોઈ પણ સાધના જ્યારે અનાયાસસાધ્ય 'બને છે, ત્યારે તે સહજ બને છે. સહજ ‘સાધના પૂર્ણપણે પ્રાકૃતિક હોય છે. વિભાવો અને વિકૃતિઓથી મુક્ત હોય છે. જાપ તો એક 'ઉપલક્ષણ છે. સમગ્ર સાધના અનાયાસસાધ્ય બને 'એવો અભ્યાસ કરવો જોઈએ. એવું શક્ય બને છે (સમ્યક સાતત્યથી. આ જ સાતત્યનું ચરમ અને પરમ પરિણામ છે પરમપદની પ્રાપ્તિ. आनंदघन चेतनमय मूरति नाथ निरंजन पावे જેમાં આનંદમાત્રની અસ્મિતા છે, અને દુઃખમાત્રની નાસ્તિતા છે, એનું નામ આનંદઘન. એ જ ચૈતન્યમય મૂર્તિ છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપ 'છે. તથા એ જ નિરંજન નાથ છે, અર્થાત્ સર્વ 'વિભાવોથી નિર્લેપ છે. આ નાથની પ્રાપ્તિ એટલે જ સ્વસ્વરૂપનું પ્રાગટ્ય. આત્મજાગૃતિથીમાંડીને આત્મસ્વરૂપ પ્રાકટ્ય સુધીની આ આત્માનુભૂતિ-યાત્રા છે. આના પ્રત્યેક પાસાઓને આંતરપ્રેક્ષાથી પિછાણીએ, એના પ્રત્યેક 'સોપાનો પર અધ્યારોહણ કરીએ... પરમપદ આપણું ઉમળકાસભર અભિવાદન કરવા માટે ક્યારનું ય ઉત્સુક છે. જેઠ સુદ ૬ વિ.સં.૨૦૬૭ 'જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32