Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ હતાં.એને જોતાની સાથે ટુરિસ્ટો બરાબરના થીજી ગયા. બસ ઉભી રખાવી. હિમાલયમાં આનાથી મોટું ‘જોવાલાયક સ્થળ’ બીજું કયું હોઈ શકે? બધા એની પાસે પહોંચ્યા. એ તો એની મસ્તીમાં મસ્ત હતો. દુભાષિયા દ્વારા એને પૂછવામાં આવ્યું, ‘“તુમ ઝૌન હો?’’ ખૂબ નિખાલસતા અને ઠંડકથી એ વ્યક્તિએ જવાબ આપ્યો - ‘દમ વાદ્દશાહ હૈ।’’ બધાને હવે બીજો આંચકો લાગ્યો... આમ તો વિદ્વાન હોય એવું લાગે છે, પણ એની વાત અને એના દેદાર વચ્ચે મેળ ખાતો નથી. ખુલાસો પૂછવો તો છે, પણ શી રીતે પૂછવો? છેવટે તેમણે એની લંગોટ તરફ ઇશારો કર્યો. બીજી જ પળે એ બોલી ઉઠ્યો, ‘“તની હી તો વાશાહત મેં મી હૈ... નહી તો સમ્રાટ વન ખાતે....’ ‘આશા’ને વિશ્વના સામ્રાજ્યથી પણ સંતોષ નથી. જ્યારે આશામુક્ત વ્યક્તિ સર્વશૂન્યતામાં પણ સમ્રાટપણાનો આનંદ માણે છે. આશા કરવી જ હોય, તો એક જ વસ્તુની કરજો, જેનું નામ છે આશામુક્તપણું. Desire to be desireless પ્રભુ વીરે વિશ્વને આ વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું છે. કે આશાનો ખાડો કદી પણ પૂરાતો નથી. એ ખાડાને જેમ જેમ પૂરો, તેમ તેમ એ વધુ ને વધુ ખોદાતો જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે इच्छा हु आगाससमा अणंतिया ।।९-४८।। જો આકાશનો અંત મળે, તો આશાનો અંત મળે... પણ એ શક્ય નથી, કારણ કે આકાશ અને આશા બંને અનંત છે. આત્માનુભૂતિની અવર્ણનીય કક્ષામાં આત્માનુભૂતિની pan tate & P પણ આશા હોતી નથી. પૂર્ણપણે ‘નિરાશીપદ’ની પરિણતિ જ આત્માનુભૂતિનું અર્પણ કરે છે. સાધકે કમ સે કમ કક્ષામાં તો આવી જ જવું જોઇએ, કે જેમાં આત્માનુભૂતિ સિવાય બીજી કોઈ પણ ચીજની આશા ન હોય. આ જ કક્ષાને જ્ઞાનસારમાં સ્પષ્ટ કરી છે – स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते। ફત્યાભૈશ્વર્યસમ્પન્નો, નિઃસ્પૃહો નાયતે મુનિઃ।।૧૨-૧।। મુનિ આત્મિક-ઐશ્વર્યસંપન્ન હોય છે, નિઃસ્પૃહ હોય છે. કારણ કે એક વાત તેના મનમાં બરાબર બેસી ગઇ હોય છે કે આત્મસ્વભાવ સિવાય બીજી કોઇ પણ વસ્તુ મેળવવા જેવી નથી. શુદ્ધ આત્માનુભૂતિ સિવાય બીજી કોઈ પણ ચીજની સ્પૃહા કરવા જેવી નથી. આવી નિરાશ-નિઃસ્પૃહ દશાની પ્રાપ્તિ થાય, ત્યારે સાધક કંચન અને કામિનીના કુંડાળાથી તો મુક્ત બની જ જાય છે, શાસ્ત્ર અને ઉપદેશની સીમાને ય પાર કરી જાય છે. આત્માનુભૂતિની એ અવર્ણનીય ભૂમિકાને સાધી આપે છે નિઃસ્પૃહત્વ. અષ્ટાવક્રગીતામાં કહ્યું છે - क्व धनानि ? क्व मित्राणि ? क्व मे विषयदस्यवः । क्व शास्त्रं क्व च विज्ञानं ? यदा मे गलिता स्पृहा ।। જ્યારે મારી સ્પૃહા ઓગળી ગઈ છે, ત્યારે ધન ક્યાં... મિત્રો ક્યાં... વિષય-ચોરો ક્યાં.. શાસ્ત્ર ક્યાં અને વિજ્ઞાન પણ ક્યાં... હવે આમાંથી મારું કશું જ નથી.. હવે મારે કશું ય મેળવવાની જરૂર નથી... હવે ક્યાં ય દોડવાની આવશ્યકતા નથી. रहे छूटो इक ठोर હવે તો મારે માત્ર એક જ સ્થાનમાં રહેવાનું છે. જેનું નામ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32