Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ પગથિયા ચઢતા જાઓ અને ઉપલો માળ આવે જ છૂટકો છે, એ ન આવે એવું બને જ નહીં. સાધનાના ઉપરોક્ત સોપાનો સર કરતા જાઓ, તમને મળવા સિવાય સિદ્ધિ પાસે બીજો કોઇ જ વિકલ્પ નથી. ઠોકીને કહ્યું છે - પૂ. દેવચંદ્રજી મહારાજે જાણે છાતી છે - પરમતત્ત્વના દર્શન કર્યા એટલે એનાથી મારી ભવભીતિ દૂર થવાની જ. પરમતત્ત્વના દર્શન એ કારણ છે અને સિદ્ધિ એ કાર્ય છે. કારણની હાજરીમાં કાર્ય અવશ્ય થાય જ. એવી મને દૃઢ શ્રદ્ધા છે. માટે જ પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું કારણે કાર્ય-નિષ્પત્તિ શ્રદ્ધાન છે. Jain Education અભિનંદન જિન ! દરિશણ તરસીએ ઝંખના કરવી જ હોય તો ‘પરમ’ના દર્શનની ઝંખના કરી લેજો, કારણ કે ‘પરમ’ના દર્શન થશે, એટલે સિદ્ધિની ઝંખના આપોઆપ સાકાર થઇ જવાની છે. निरखे 'धू' की तारी આ ‘ધ્રુવ તારા’નું તારક દર્શન થઇ શકે, એનો રામબાણ ઉપાય અંતિમ કડીમાં રજુ થઇ રહ્યો છે... 3) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32