Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ થાય છે, ત્યારે પર પરિણતિનો ઉદય થાય છે. परः प्रविष्टः कुरुते विनाशम्। પરનો પ્રવેશ વિનાશ નોતરે છે. આત્મસ્વભાવનું સોંદર્ય, આત્મસમૃદ્ધિની રમણીયતા, આત્મરમણતાનો આનંદ... આ બધાનો એક ઝાટકે વિનાશ કરે છે પર પરિણતિ. પર-પરિણતિનો ત્યાગ એ ભાવધર્મ છે. આત્મઅભ્યાસ દ્વારા જ આ ધર્મની આરાધના શક્ય બને છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કહ્યું છે – એમ જાણીને જ્ઞાનદશા ભજી રહીએ આપ સ્વરૂપ, પરપરિણતિથી રે ધર્મ ન છાંડીએ નવિ પડીએ ભવ કૂપ. (સવા સો ગાથાનું સ્તવન //ર-૨૧૫) પરપરિણતિ = ભવકૂપપતન. સંસાર એક કૂવા જેવો છે. એમાં પતન થાય છે પરપરિણતિથી. એમાંથી બહાર નીકળવા માટે દોરડા જેવો છે આત્મ-અભ્યાસ. જે વિષયનો અભ્યાસ કરાય તે વિષયમાં કલ્પનાતીત કુશળતા પ્રાપ્ત થાય છે. કોઇ કુશળ ટાઈપિસ્ટને ટાઇપ કરતા જોયો છે? કી બોર્ડ પર નજર પણ કર્યા વિના એ અત્યંત ઝડપથી ટાઈપ કરતો જાય, એની સાથે સાથે જ કાગળમાંથી મેટર વાંચતો જાય... એ કેટલું અદ્ભુત હોય છે... પણ આ તો એક દુન્યવી સિદ્ધિ છે, જે અભ્યાસથી સાધ્ય બને છે. અભ્યાસના આવા પ્રભાવનો લાભ આત્મિકવિકાસમાં પણ લઈ શકાય છે. ઈષ્ટોપદેશમાં કહ્યું છે - ધ્રુવન્ન , છિન્નપિ ન છતા स्थिरीकृतात्मतत्त्वस्तु, पश्यन्नपि न पश्यति।। આત્મ-અભ્યાસના પ્રભાવે જેણે સ્થિરતા મેળવી છે, તે બોલતો હોવા છતાં પણ વાસ્તવમાં બોલતો નથી. ચાલતો હોવા છતાં ય હકીકતમાં ચાલતો નથી. અને જોતો હોવા છતાં પણ જોતો નથી. | હા, આ વસ્તુ પણ શક્ય છે. જેમ કે આંખો ખુલ્લી હોવા છતાં પણ પ્રેમીને સામેનું દૃશ્ય દેખાતું નથી. કારણ કે એ પ્રેમિકાના વિચારોમાં ખોવાઇ ગયો છે. જેનું મન આત્મામાં જ સ્થિર બની ગયું છે, એ બાહ્યદૃષ્ટિએ સક્રિય હોવા છતાં ય પરમાર્થદષ્ટિએ નિષ્ક્રિય રહે છે. आप अभ्यासे लखे कोई विरला निरखे 'धू' की तारी આત્મ-અભ્યાસ એવી વિશિષ્ટ કક્ષાને આંબી જાય, ત્યારે ધ્રુવના તારા = પરમાત્મતત્ત્વના દર્શન થાય છે. આ દર્શન જ આત્માને અમરત્વનું અર્પણ કરે છે. ઉપનિષદોમાં કહ્યું છે – दृष्ट्वा तं मृत्युमत्येति। જે આ પરમ તત્ત્વનું અવલોકન કરે છે, તે મૃત્યુને ઓળંગી જાય છે. પ્રસ્તુત પંક્તિઓમાં સાધનાના ચાર સોપાન દર્શાવ્યા (૧) અંતર્વિરાજિત પરમેષ્ઠી-પરિચય (૨) ક્ષાયોપથમિક ભાવોનું સંપાદન (૩) આત્મ-અભ્યાસ (૪) પરમતત્ત્વ-પ્રેક્ષણ al Edu c ation e & Pers ww.anellbranco

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32