Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ માતાના એક જ વાક્યથી ગોપીચંદને આ સત્ય સમજાઇ ગયું. એ જ ક્ષણે રાજપાટને છોડીને એણે આત્મસાધનાનો માર્ગ પકડી લીધો. પેલી સજ્ઝાયના શબ્દો વારંવાર યાદ કરવા જેવા છે. કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. અજ્ઞાની જીવને શરીર પર આસ્થા છે.. આશ્વાસ છે... ભરોસો છે... મદાર છે... એને ખબર નથી કે આ શરીર તો પત્તાના મહેલ જેવું તકલાદી છે. ક્ષણભંગુર છે. ‘શરીર’ શબ્દ જ એની આ વાસ્તવિકતાનો સાક્ષી છે - शीर्यत इति शरीरम्। જે શીર્ણ-વિશીર્ણ થઈ જાય... વેર-વિખેર થઇ જાય... નષ્ટ-પ્રણષ્ટ થઇ જાય... એનું નામ શરીર. આવા શરીરનો શો ભરોસો? એ તો ક્ષણવારમાં ‘હતું – ન હતું’ થઇ જાય. तन मठ की परतीत न कीजें, ढहि परे एक पल में સાર એ જ છે કે શરીર પરથી સર્વ ધ્યાનનો ઉપસંહાર કરીને આત્મા ઉપર સર્વ ધ્યાન કેન્દ્રિત કરી દેવાય. ‘અનિત્ય’ની ચાહે ગમે તેટલી સાર-સંભાળ કરો, એક ક્ષણે એ એની અનિત્યતાનો પરચો આપી જ દેવાનું છે, તો પછી એને ભૂલીને ‘નિત્ય’ની જ સરભરા કેમ ન કરવી? हलचल मेटि खबर ले घट की Jain Education international શરીર ખાતર કરાતી બધી જ હલચલ... બધી ય ઉથલપાથલ છોડીને તું તારા આત્માની ખબર લે. આત્માનું કલ્યાણ કરવા પ્રયત્ન કર. આત્માની ખબર શી રીતે લઇ શકાય? એનો ઉપાય પણ આગળની પંક્તિમાં દેખાડ્યો છે • વિજ્ઞે’ જે વસ્તુને ચર્મચક્ષુથી ન જોઈ શકાય, તેને તેના ચિહ્નથી = લક્ષણથી જાણી શકાય છે. જેમ કે પર્વત પર રહેલો અગ્નિ ન દેખાય. પણ ધુમાડાના ગોટે ગોટા જોઇને અગ્નિનું અનુમાન થઈ શકે છે. તેમ આત્મા પણ લક્ષણ દ્વારા જણાઇ શકે છે. આત્મા પ્રશમરસમાં રમી રહ્યો છે, કે કષાયરસમાં? એ તો આપણે પણ જાણી શકીએ છીએ. અને તેના જ પરથી આત્માની સ્થિતિનું પણ ભાન થઇ જાય છે. चिने रमता जल में ‘ઘટ’ છે, તો એ જલક્રીડા તો કરતો રહેવાનો. જાગૃત સાધક ઇમાનદાર ચોકીદારની જેમ સતત ચાંપતી નજર રાખે છે. એ દિવસ રાત આત્મનિરીક્ષણ કરે છે. આત્મા સદા ય પ્રશમરસમાં જ ઝીલતો રહે. કષાયજળનો એક છાંટો ય તેને ન સ્પર્શે, તે માટે સાધક હંમેશા સાવધાન રહે છે. આ સાવધાની એનું જ નામ આત્મજાગૃતિ. ય જ્યાં સુધી દેહ પરથી મમત્વ ભાવ ઉતરી ન જાય, ત્યાં સુધી આત્મજાગૃતિ આવે નહી, માટે હવે તન-મઠની વિષમ વાસ્તવિકતાઓ રજુ થઇ રહી છે. For Private & Personal Use Only www.janelibrary.dng

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32