Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ (પોતાની) ગેરસમજ છે. આ એક માત્ર ગેરસમજ પર આખા સંસારનું સર્જન થયું છે. જે ક્ષણે આ ગેરસમજ વિદાય લઇ લે, તે ક્ષણે સંસારનો અંતિમ તબક્કો આવી જાય. જ્યારે બાહ્ય જગત પર દષ્ટિપાત કરું, ત્યારે એ વિચાર આવે છે, કે જેનો આધાર ભ્રાંતિ છે, એ સત્ય હોય, તો ય શું? કદાચ સ્વપ્નમાં આવેલા સ્વપ્નની તોલે આ વિશ્વ છે. જે અસત્યનું ય અસત્ય છે, એને સત્ય માનીને હર્ષ-શોક રાગ-દ્વેષ કરવા... હાય વોય અને ઉકળાટ કરવા... એ કેટલી વિચિત્ર બીના ! આ જ તો ભૂતોએ કરેલી છલના છે. પણ અજ્ઞ જીવો અનંતકાળ સુધી એને સમજી શકતા નથી. छिन छिन तोही छलन कुं चाहे समजे न बौरा सीसा... મૂર્ખ શિષ્ય સમજતો નથી, કે પ્રતિક્ષણ પાંચ ભૂતો અને છઠ્ઠો ખવીસ છળવા ઇચ્છે છે, અને પોતાની મૂર્ખતાને કારણે એમની ઇચ્છા સફળ પણ થાય છે. સાર એ જ છે, કે આ ભૂતિયા મઠ પરનો મમકાર પણ છોડી દઇએ, અને અહંકાર પણ છોડી દઇએ. અર્થાત્ દેહ-મઠ Jain Education International મારો છે, એવી ગેરસમજ પણ છોડી દઇએ, અને આ દેહ મઠ એ જ હું છું, એવી ગેરસમજથી પણ મુક્ત થઇ જઇએ, તો જ એ છલનાથી બચી શકાય. પાંચ ભૂતોનો બીજો અર્થ છે પાંચ ઇન્દ્રિયો. તેઓ પણ સતત જીવને છળવા ઈચ્છે છે. જો આત્મજાગૃતિ ન હોય, તો તેઓ જીવનું ઘનોતપનોત કાઢી નાખે છે. ઇન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે - इंदियधुत्ताणमहो !, तिलतुसमित्तं पि देसु मा पसरं । जइ दिन्नो तो नीओ, जत्थ खणो वरसकोडिसमो ।।३।। ઇન્દ્રિયો તો અત્યંત ધૂર્ત-ઠગ છે. તેમને તલના ફોતરા જેટલો પણ પ્રસાર–અવકાશ ન આપશો. જો આપશો, તો ત્યાં જશો, કે જ્યાં એક ક્ષણ પણ કરોડ વર્ષ જેવી લાગે છે. અર્થાત્ જે ઇન્દ્રિયોથી છળાય છે, તેમને નરકનું ભયાનક દુઃખ ભોગવવું પડે છે. આ ભૂતો અને ખવીસની છલનાથી બચીને આત્માને જે સ્થાને દોરી જવાનો છે, તે જ અગોચર સ્થાનની હવે રજુઆત થઈ રહી છે... For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32