Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ તન મઠમાં પાંચ ભૂતનો વાસ છે. શ્વાસ એ ક્ષણે જીવને છળવા માટે ઇચ્છે છે. પણ આ મૂર્ખ શિષ્ય સમજતો નથી. III ‘ભૂતિયો મહેલ’ એ માત્ર કાલ્પનિક કથાની વસ્તુ નથી. દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકોએ પણ એ વસ્તુને સ્વીકારી છે. આજે પણ દુનિયામાં અનેક મકાનો અને ઘરો ‘ભૂતિયા ઘર' તરીકે પ્રસિદ્ધ છે. જેમાં રહેવા જનાર પર હોનારતો તૂટી પડે છે. છેવટે સરકારે એ મકાનોને ‘સીલ’ કરી દેવા પડ્યા છે. ભૂત એ અમુક જાતિના દેવ છે. જિનસિદ્ધાન્તોની આવી અનેક પ્રરૂપણાઓની સત્યતા આજે ય સાક્ષાત્ જોઈ શકાય છે. એનું સંકલન ‘જેન જયતિ શાસનમ્” પુસ્તકમાં કરેલું છે. | અસ્તુ. આપણી વાત એ છે કે માણસને ખબર પડે કે ‘એ ઘર ભૂતિયું છે', પછી ગમે તેટલા સસ્તા ભાવે મળે, કે મફતમાં મળે, તો ય એ ઘર લેવા એ તૈયાર નહીં થાય. ન છૂટકે એવા ઘરમાં એને રહેવું પડે, તો ય એ ઘર પર એને જરા ય મમત્વ ન થાય... જરા ય આસ્થા ન થાય. તો પછી આ તનમઠમાં તો પાંચ ભૂતોનો વાસ છે. આટલું ઓછું હોય એમ છઠું તો ભૂતોનું ય ભૂત ‘ખવીસ’ છે. मठ में पंच भूत का वासा. सासा धूत खवीसा. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચભૂતનો શરીરમાં વાસ છે. તેમાં પણ સ્વાસ અને ઉચ્છવાસ નામનો ધૂર્ત આવ-જા કર્યા કરે છે. એ દેખાતો ય નથી, માટે એ માથા વગરનો ભૂત = ખવીસ છે. ભૂતને છળવામાં રસ હોય છે. બાળપણમાં એવી એક કથા સાંભળી હતી. એક માણસ વગડાના રસ્તે પોતાને ગામ જઇ રહ્યો હતો. અચાનક તેણે નાનકડા છોકરાનો રડવાનો અવાજ સાંભળ્યો. તપાસ કરતાં નજીકમાં જ સાવ નાનકડો બાળક મળી આવ્યો. સાવ એકલો. ભૂક્કો તાણીને રડતો હતો. પેલો તો ચકિત થઇ ગયો. આવા વગડામાં બાળક ??? ગામમાં તપાસ કરી લઈશું, એમ વિચારી એણે બાળકને ખભે તેડી લીધું. ચાલવાનું શરૂ કર્યું, પણ આ શું? જેમ જેમ ચાલે છે, તેમ તેમ બાળકનું વજન વધતું જ જાય છે. થોડી વાર પછી એણે જોયું તો બાળકના પગ ત્યાં સુધી આંબતા હતા, કે જ્યાંથી એને ઉપાડ્યો હતો. બિચારો... ત્યાં જ એને મુકીને એવો ભાગ્યો, કે પાછળ વળીને જોવાની ય હિંમત ન રહી. આને કહેવાય છલના. અમુક | ભૂતોને ખૂબ રસ હોય છે મનુષ્યોને છળવામાં. છળી છળીને તેઓ રાજી થાય છે. આપણા શરીરમાં જે ભૂતોનો વાસ છે, તેઓ પણ સતત આપણને છળવા ઈચ્છે છે. છિન છિન તોથી છલન છે વાદે ક્ષણ ક્ષણ આ ભૂતોની એ જ ચાહના છે કે છલના કરીએ. દુનિયા આખીને ઠગનારા છે આ ભૂતો. બુદ્ધઓને તો તેઓ ઠગે જ છે, ભલભલા બુદ્ધિશાળીઓને ય ઠગે છે. ‘શરીર એ જ હું છું.’ આવી જે ગેરસમજ છે એ જ આ ભૂતોએ કરેલી 'છલના છે. હમણા ‘બાળક’ના પ્રસંગની જે છલના કહી, તેના કરતા ય આ છલના ઘણી ભયાનક છે. કારણ કે તે છલનામાં તો ‘ભૂત બાળકે છે એવી ગેરસમજ છે.’ જે બંને ત્રીજો પુરુષ (ઝવશમિ રાતિજ્ઞક્ષ) છે. આ છલનામાં તો ‘શરીર એ હું છું’ એવી ગેરસમજ છે. જેમાં ત્રીજા પુરુષમાં પ્રથમ પુરુષની Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32