Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ જગતમાં આશાની સાંકળની ગતિ ઉલટી છે. જેનાથી બંધાયેલો દુનિયાભરમાં દોડે છે. અને જેનાથી છૂટેલો એક સ્થાનકે રહે છે. ।। સાખી || એક હતો ગધેડો. તેનો માલિક રોજ તેને હેરાફેરી કરાવે. એક દિવસની વાત છે. બહુ દૂર સુધી માલ સામાન પહોંચાડીને હવે ઘર તરફ પાછા વળવાનું હતું. ગધેડો થાકીને લોથ-પોથ થઇ ગયો હતો. એનામાં ચાલવાના ય પૂરા હોંશ ન હતા. અધૂરામાં પૂરું એનો માલિક એના પર બેસી ગયો હતો. થાક... ભૂખ... તરસ... ભાર... ગધેડાને લાગ્યું કે હવે એક ડગલું પણ ચાલવું અશક્ય છે. એ ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો. માલિકે ઘણા પ્રયત્નો કર્યા, પણ ગધેડો ટસનો મસ ન થાય. છેવટે માલિકે એક યુક્તિ કરી. એક લાકડીના છેડે દોરી બાંધી. તે દોરીમાં કેળું લગાડ્યું. અને પછી એ કેળું ગધેડાની બે આગળ ધરી દીધું. બસ, થઈ રહ્યું, ગધેડાના મોઢામાં પાણી આવી ગયું. એને થયું કે “એક ડગલું આગળ ચાલુ, એટલે આ કેળું મારા મોઢામાં. જેવો એ એક ડગલું ચાલ્યો, એટલે કેળું પણ એટલું જ આગળ જતું રહ્યું. ગધેડાને આશ્ચર્ય પણ થયું, અને કેળુ ખાવાની તેની ઉત્સુકતા પણ વધી ગઈ. એણે ફરી પ્રયત્ન કર્યો... ફરીથી એ જ દશા... કેળાની આશામાં ને આશામાં ગધેડો ચાલતો જ રહ્યો, અને એમ ચાલતા ચાલતા માલિકના ઘર સુધી પહોંચી ગયો, કેળું તો માલિક પાસે જ રહ્યું. આ વાત માત્ર ગધેડાની નથી. આખા સંસારની છે. जग आशा जंजीर की Jain Education International ગરીબને ધનની આશા છે. વિદ્યાર્થીને સારા માર્કે પાસ થવાની આશા છે. નોકરને પગાર-વધારાની આશા છે. વંધ્યાને પુત્રની આશા છે. રોગીને આરોગ્યની આશા છે. અને બધા પોતપોતાની આશા પૂરી કરવા માટે દોડી રહ્યા છે. झकर्यो धावत जगत में આશા એ એવી આશ્ચર્યકારક બેડી છે, કે જેનાથી જકડાયેલો માણસ દુનિયાભરમાં દોડ્યા કરે છે. અને જેઓ એનાથી મુક્ત છે, તેઓ જાણે લંગડા હોય તેમ એક સ્થાને રહે છે. રહે છૂટો ફ દોરી આ જ વાત શાસ્ત્રકારોના શબ્દોમાં જુઓ – आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृङ्खला । यया बद्धाः प्रधावन्ति, मुक्तास्तिष्ठन्ति पङ्गुवत् ।। સ્પૃહા, તૃષ્ણા, ઇચ્છા, કામના, મનોરથ, ઝંખના.... આ બધા આશાના પર્યાય છે. આશા રાખવી એટલે પોતાની જાતે પોતાની જાતને દુઃખી કરવી. જીવનમાં ક્યારે પણ દુઃખી થાઓ, ત્યારે શાંત ચિત્તે આત્મનિરીક્ષણ કરજો. દુઃખના મૂળમાં હશે કોઇ ને કોઇ આશા. ભાગવતમાં પણ કહ્યું છે – आशा हि परमं दुःखं, नैराश्यं परमं सुखम्। આશા જ પરમ દુઃખ છે. આશારહિતપણું પરમ સુખ છે. નજીકના ભૂતકાળની એક ઘટના છે, હિમાલયની પહાડીઓ વચ્ચે એક ટુરિસ્ટ બસ પસાર થઇ રહી હતી. કડકડતી ઠંડી, બર્ફીલો પ્રદેશ... બસની અંદર બેઠેલા વિદેશી ટુરિસ્ટો ઓવરકોટની અંદર પણ ધ્રુજી રહ્યા હતાં. એવામાં તેમની નજર બહાર એક માણસ પર પડી. એની પાસે કાઇ કોટ કે બ્લેન્કેટ તો ન હતા, ચાદર કે શાલ પણ ન હતા, એટલું જ નહીં, એક લંગોટને બાદ કરતા એના શરીર પર કપડા પણ ન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32