Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ માટે સાધનમાત્ર છે. જે સાધનમાં જ અટકી જાય, એ કદી સાધ્યની પ્રાપ્તિ ન કરી શકે. સોનાલી નામની એક યુવતી. હોશે હોશે બહેનપણીના લગ્નમાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી એની સખી એક એન.આર.આઇ અમેરિકન યુવકના પ્રેમમાં હતી, એની એને જાણ હતી. પત્રિકામાં વીકી-પિંકીનું નામ વાંચી એને આનંદ પણ થયો હતો. પણ જ્યાં વરરાજાના ‘દર્શન’ થયા, કે એનો બધો ઉભરો શાંત થઇ ગયો. બીજા દિવસે પિંકી સાથે ફોનમાં વાત કરી... “આ વીકી?’’ ‘‘વિઠ્ઠલ કમલેશકુમાર’’ ‘પણ તું તો પેલા અમેરિકન...’’ ‘ડોન્ટ બી સીલી સોનાલી! આ વીકી હંમેશા એનો પ્રેમપત્ર લાવતો.” “શું?” “હા, એ પોસ્ટમેન છે, પેલો તો કેટલો દૂર છે, એટલે હું આને જ પરણી ગઈ.’’ સાધ્ય અને સાધનનો વિવેક ન રહે, તો આવી વિચિત્રતાઓ સર્જાય. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરતા કહ્યું છે – સાધ્ય સાધન વિશ્વનાફ... પ્રભુ ! તારો બહુ મોટો ઉપકાર એ છે કે તે અમને સાધ્ય-સાધનની પરિભાષા સ્પષ્ટ કરી આપી છે. જો ભગવાન પોતે જ જીવોને ઉંચકી ઉંચકીને મોક્ષમાં મુકી દેતા હોત, તો ક્યારનો ય સમગ્ર સંસારનો મોક્ષ થઈ ગયો હોત. પ્રભુ તો વિવેકસભર જાગૃતિનું અર્પણ કરે છે. જે આ અર્પણને ઝીલી શકે... મોહનિદ્રાને ખંખેરી નાખે... તે આત્મા વાસ્તવમાં અવધૂત બને છે. પછી તેને અજરામર બનતા વાર લાગતી નથી. મૂળ વાત આ છે, શરીર એ માત્ર સાધન છે. સાધનની સરભરામાં સાધ્યનું વિસ્મરણ ન થઈ જાય, એ અત્યંત આવશ્યક છે. એના માટે ખૂબ જરૂરી છે જાગૃતિ. जाग विलोकन घट में નાનકડી છે આ પંક્તિ. પણ એમાં બે વિરાટ સાધનાસૂત્રોને સમાવી લીધા છે. (૧) તું જાગૃત થા. (૨) જાગૃત થવા માટે ભીતરમાં દૃષ્ટિ કર. તારી નજરને શરીર પરથી ઉઠાવીને આત્મા પર સ્થિર કરી દે. ઋષિભાષિત નામના આગમસૂત્રમાં આ જ સાધનાસૂત્રો તરફ અંગુલિનિર્દેશ કર્યો છે આતઙે ખારો દોદિયારૂ૬-૧૧।। તું આત્મકલ્યાણ માટે જાગૃત થા. વર્ષો પહેલા અમે વડોદરામાં ચાતુર્માસ કર્યું હતું. ત્યાંના એક શ્રાવકે અમને કહ્યું કે “હિંદુ-મુસ્લિમના તોફાનો ચાલતા હતા. ત્યારે મુસ્લિમોએ એવી યોજના બનાવી હતી કે અમને અડધી રાતે ઉંઘતા જ બાળી નાખવા. અમે અમારી રક્ષાની બધી જોગવાઇ કરી. અલગ અલગ જગ્યાએ સુરક્ષા ગોઠવી. એમના કોઇ માણસો આવ્યા, તો એમને સાથે લઇને પ્રેમથી બધી વ્યવસ્થા દેખાડી. એ લોકોએ વળી પોતાના વિસ્તારમાં જઈને અમારી મજબૂત સુરક્ષાનું વર્ણન કર્યું. તોફાનના દિવસો વીતી ગયા. અમારો વાળ પણ વાંકો થયો નહીં.'' આટલું કહીને એ શ્રાવકે જે છેલ્લું વાક્ય ઉમેર્યુ એ ખૂબ મનનીય છે – “અમે સૂતા જ નહીં, પછી તેઓ અમને શી રીતે બાળી શકે?'' Prive & Personal

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32