________________
૧૧.
વિદ્યાલય તરફથી થયું, તે પછી આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવાનું વિદ્યાલયે નકકી કર્યું અને એનું સંપાદન પણ વિદ્યાલયના સંચાલકોએ મને સંપ્યું. શ્રી આનંદઘનજી જેવા મમી અને નિજાનંદી સંત યોગીપુરુષના અક્ષરદેહના અમૃતનું યત્કિંચિત પાન કરવાનો આ બીજો અવસર વિદ્યાલયે મને આપે, તે માટે હું વિદ્યાલયના ભાવનાશીલ સંચાલકને અંતઃકરણથી આભાર માનું છું.
- આ રીતે આ ગ્રંથના સંપાદનનું કામ તે મને પાંચેક વર્ષ પહેલાં સોપવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાલયના સુવર્ણ મહોત્સવની અને સુવર્ણ મહોત્સવ ગ્રંથની પૂર્વ તૈયારીનાં તેમ જ મહત્સવની ઉજવણીનાં તથા સુવર્ણ મહોત્સવ ગ્રંથના પ્રકાશનનાં તાત્કાલિક કામોને લીધે ત્રણેક વર્ષ સુધી એ કામ હાથ ધરવાનું ન બન્યું, એટલે હું આશરે બે વર્ષ પહેલાં જ આ ગ્રંથનું સંપાદન શરૂ કરી શક્યો. આજે આ ગ્રંથ પ્રગટ થાય છે, તેથી સ્વાભાવિક રીતે જ ચિત્ત આહૂલાદ અનુભવે છે.
શ્રી આનંદઘનજીનાં સ્તવનેનું વિવેચન પણ શ્રી મોતીચંદભાઈએ, શ્રી આનંદઘનજીનાં પદોના વિવેચનની જેમ, વિસ્તારથી અને પિતાની સમજણને સ્પષ્ટ કરવાની દષ્ટિથી તેમ જ મુખ્યત્વે પિતાના સંતોષ ખાતર કર્યું છે. એટલે એમાં અવારનવાર વિષયનિરૂપણની કે દાખલા-દલીલેની પુનરુક્તિ જોવામાં આવતી હતી. તેથી એવી પુનરુક્તિઓને તેમ જ વિષય નિરૂપણના વિસ્તારને યથાશક્ય કમી કરીને વિવેચનને બની શકે તેટલું ટૂંકાવવું જરૂરી લાગતું હતું. આમ કરવાથી ગ્રંથની મહત્તા કે ઉપયોગિતામાં કઈ પણ પ્રકારની ખામી આવવાને સંભવ ન હતા, એટલું જ નહીં, ઊલટું ગ્રંથ વધારે વાચનક્ષમ અને રોચક બનવાની મને ખાતરી હતી. એટલે મેં, “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજાના લખાણની જેમ, આ લખાણને પણ સંક્ષેપ કરવાની અનુમતિ વિદ્યાલયના સંચાલક પાસેથી મેળવીને સ્તવનોના વિવેચનને ટૂંકાવ્યું છે. મૂળ લખાણને આ રીતે ટૂંકુ કરવાને લીધે ગ્રંથના કદમાં આશરે છાપેલાં પોણાબસેથી બસો પાનાં જેટલું ઘટાડો થઈ શક્યો છે.
આ ગ્રંથમાં સંપાદન-પદ્ધતિ તથા એની પાછળની મારી દષ્ટિ “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બીજા જેવી જ છે; એટલે એને ખ્યાલ આપવા માટે, કંઈ નવું નિરૂપણ લખવાને બદલે“શ્રી આનંદઘનજીનાં પદ' ભાગ બીજાના મારા સંપાદકીય નિવેદનમાંને આ બાબતને લગતો ઉલ્લેખ જ અહીં રજૂ કરવો ઉચિત છે. મારા એ નિવેદનમાં મેં કહ્યું હતું કે
“અહીં હું નમ્રતાપૂર્વક એટલું જણાવવાની રજા લઉં છું કે આ ગ્રંથનું સંપાદન કરતાં એક ધર્મગ્રંથનું સંપાદન કરવાની જવાબદારી માથે લીધી હોય એવી ચિંતાની લાગણી મેં સતત અનભવી છે. એટલે વિવેચનમાંથી પુનરુક્તિ વગેરે દૂર કરીને એનો સંક્ષેપ કરવામાં મેં એ બાબતની પૂરેપૂરી ચીવટ રાખી છે કે જેથી અસંગતિમાં જરા પણ ખામી ન આવવા પામે, વિવેચનમાં જરાય અધૂરાપણું ન રહે કે કઈ પણ મુદ્દો અસ્પષ્ટ ન રહી જાય. મતલબ કે વિવેચનકારના મૂળ હેતુને કે કથનની મૂળ વસ્તુને જરા પણ હાનિ ન પહોંચે એ રીતે જ આ સંક્ષેપ કરવામાં આવ્યો છે. આમ છતાં આવી કોઈ ક્ષતિ આમાં આવી જવા પામી હોય તે તે તરફ ધ્યાન દેરી વિદ્વાનો મને આભારી કરે એટલું
માગી લઉં છું.
“આ સંક્ષેપ એવી રીતે કર્યો છે જેથી વચમાંનું અમુક લખાણ કમી કરવા છતાં આગળપાછળ સંબંધ બરાબર મળી રહે અને અર્થસંગતિ, વાકસંગતિ કે વિષયસંગતિમાં કોઈ પણ જાતને વિસંવાદ રહેવા ન પામે. આ રીતે લખાણની સુસંગતતા જાળવવામાં મારા તરફથી મેં એક પણ અક્ષર ઉમેર્યો નથી; જે કંઈ છે તે શ્રી મોતીચંદભાઈનું જ છે. મોતીચંદભાઈની મૂળ હસ્તપ્રતમાંથી (પ્રેસ-કેપીમાંથી) જે લખાણ મેં કમી કર્યું છે તે લાલ પેન્સિલથી મી કર્યું છે, અને એ અનોખી હસ્તપ્રત સાચવી રાખી છે, એટલે જરૂર લાગે ત્યારે એને ઉપયોગ થઈ શકશે.”