________________
ગોવર્ધનરામ નવલકથા અને “દયારામને અક્ષરદેહ -ગોવર્ધનરામની આ બંને પુરોગામી સાહિત્યકારોને અપાયેલી અંજલિરૂપ છે. “લીલાવતી જીવનકલા ને નાનો ગ્રંથ વત્સલ પિતાએ સંસ્કાર સીંચીને ઉછેરેલી પુત્રીનું યૌવનમાં અવસાન થતાં તેની સ્મૃતિને આપેલી ભાવાર્દ અંજલિ છે. આ ઉપરાંત ગોવર્ધનરામનું ઘણું સાહિત્ય હજી અપ્રકટ દશામાં જ પડયું છે. હમણાં જ શ્રી કાંતિલાલ પંડયાએ જણાવ્યું છે તે પ્રમાણે તેની ડાયરીઓમાં સચવાઈ રહેલું સાહિત્ય જ હજારેક પાનાં જેટલું વિપુલ છે. ગોવર્ધનરામનું બધું લખાણ વિચારનિર્ભર હશે એ વિષે ભાગ્યે જ બે મત હેવા સંભવ છે. છતાં ગોવર્ધનરામ
સરસ્વતીચંદ્રકાર છે એ એક જ હકીકત તેને ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં વિશિષ્ટ ગૌરવવાળું સ્થાન હંમેશને માટે અપાવવા પૂરતું છે.
(આકાશવાણી, મુંબઈ. ૮ ફેબ્રુઆરી, ૧૯૫૭)